ક્રિકેટર મોહમ્મદ શમીને કોર્ટનો મોટો આદેશ, દર મહિને પત્ની અને પુત્રીને ચૂકવવું પડશે આટલું ભરણપોષણ
કલકત્તા હાઈકોર્ટે ભારતીય ક્રિકેટ ટીમના બોલર મોહમ્મદ શમીને મોટો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે મોહમ્મદ શમીએ કાનૂની લડાઈ દરમિયાન તેની પત્ની હસીન જહાં અને અલગ રહેતા પુત્રીને દર મહિને 4 લાખ રૂપિયા ભરણપોષણ ચૂકવવું પડશે. મંગળવારે કોલકત્તા હાઈકોર્ટે આ નિર્ણય આપ્યો છે. જિલ્લા સેશન્સ કોર્ટના આદેશ સામે શમીની પત્ની હસીન જહાંએ કોલકત્તા હાઈકોર્ટમાં અરજી કરી હતી.
જિલ્લા સેશન્સ કોર્ટનો શું આદેશ હતો?
અગાઉ સેશન્સ કોર્ટે મોહમ્મદ શમી અને હસીન જહાંના કેસની સુનાવણી કરી હતી. આ સુનાવણી પછી કોર્ટે શમીને વર્ષ 2023માં તેની પત્ની હસીન જહાંને 50,000 રૂપિયા અને તેની પુત્રીને 80,000 રૂપિયા ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે, શમીની પત્ની હસીન જહાંએ આ આદેશ સામે હાઇકોર્ટમાં અપીલ કરી હતી.
કોલકાતા હાઇકોર્ટે તેના આદેશમાં શું કહ્યું?
હાઇકોર્ટના ન્યાયાધીશ અજય કુમાર મુખર્જીએ આ કેસમાં આદેશ જાહેર કર્યો છે. તેમણે કહ્યું- "મારા મતે બંને અરજદારોની નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે મુખ્ય અરજીનો નિકાલ ન થાય ત્યાં સુધી અરજદાર નંબર 1 (પત્ની) ને દર મહિને 1,50,000 રૂપિયા અને તેમની પુત્રીને 2,50,000 રૂપિયા ચૂકવવા વાજબી રહેશે. જોકે, અરજદારની પુત્રીના સંદર્ભમાં, પતિ/પ્રતિવાદી નંબર 2 ઉપરોક્ત રકમ ઉપરાંત તેના શિક્ષણ અને/અથવા અન્ય વાજબી ખર્ચમાં સ્વેચ્છાએ સહાય કરવા માટે હંમેશા સ્વતંત્ર રહેશે."
વિવાદ શું છે?
માર્ચ 2018માં હસીન જહાંએ મોહમ્મદ શમી પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો અને પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. હસીન જહાંએ શમી પર અન્ય મહિલાઓ સાથે સંબંધો અને મેચ ફિક્સિંગનો પણ આરોપ લગાવ્યો હતો. જોકે આમાંથી કોઈ પણ આરોપ અત્યાર સુધી સાબિત થયો નથી. શમીએ આ બધા આરોપોને નકારી કાઢ્યા છે અને તેને તેના અને તેના પરિવાર વિરુદ્ધ કાવતરું ગણાવ્યું છે. હસીન જહાં તેની પુત્રી સાથે શમીથી અલગ રહે છે. માહિતી અનુસાર, બંનેનો છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats