જોધપુરમાં લગ્ન સમારોહમાં સિલિન્ડર બ્લાસ્ટ,11 લોકો દાઝ્યા, 2ની હાલત ગંભીર
રાજસ્થાનના જોધપુર નજીક આવેલા હરઢાણી, બાવડી વિસ્તારમાં મંગળવારે સાંજે એક લગ્ન સમારોહમાં અચાનક સિલિન્ડર બ્લાસ્ટ થતા ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 11 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. મળતી માહિતી અનુસાર 11 ઘાયલોને તાત્કાલિક જોધપુર રિફર કરવામાં આવ્યા છે, જેમાં 2 લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ગંભીર હાલત જોઈ તમામ ઘાયલોને જોધપુરની મોટી હોસ્પિટલમાં કર્યા રિફર
બાવડી પોલીસ ચોકીના પ્રભારી એએસઆઈ ધર્મેન્દ્રએ જણાવ્યું કે જે ઘરમાં બ્લાસ્ટ થયો ત્યાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. તૈયારીઓ વચ્ચે જ અકસ્માતે સિલિન્ડર ફાટતા આ દુર્ઘટના બની હતી. બ્લાસ્ટ બાદ તાત્કાલિક ધોરણે દાઝી ગયેલા લોકોને બાવડીની સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે લાવવામાં આવ્યા હતા. જોકે, પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને તમામ ઘાયલોને ખાનગી વાહનો દ્વારા તાત્કાલિક જોધપુરની મોટી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
આ અકસ્માતના કારણે લગ્નનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે, જેથી બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણી શકાય. હાલમાં ગંભીર રીતે દાઝી ગયેલા બે વ્યક્તિઓ સહિત અન્ય ઘાયલોની જિંદગી બચાવવા માટે ડૉક્ટરોની ટીમ સતત પ્રયાસ કરી રહી છે. સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.cm/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujaorati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats