DC vs GT: ગુજરાત ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરશે, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

આજની IPL મેચ દિલ્હી કેપિટલ્સ વિ ગુજરાત ટાઇટન્સ છે, જે સિઝનની 40મી મેચ છે. આજે IPLની મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાવા જઈ રહી છે.

image
X
આજની આઈપીએલ મેચ દિલ્હી કેપિટલ્સ વિ ગુજરાત ટાઇટન્સ વચ્ચે યોજાવાની છે. IPL 2024માં દિલ્હી કેપિટલ્સની ટીમ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી નથી. દિલ્હી ચાલુ સિઝનમાં આઠ મેચ રમી છે અને માત્ર ત્રણ જ જીતવામાં સફળ રહી છે. ટીમ હોમ ગ્રાઉન્ડમાં હારનો સામનો કરી ચૂકી છે. દિલ્હીએ તેની છેલ્લી ત્રણમાંથી બે મેચ જીતીને પુનરાગમનના સંકેતો દર્શાવ્યા છે, પરંતુ જો તે પ્લે-ઑફ માટે ક્વોલિફાય થવાની આશા જીવંત રાખવા માંગે છે, તો તેણે જીતના માર્ગે પાછા ફરવું પડશે. બીજી તરફ ગુજરાત ટાઇટન્સ ટીમ 8 મેચ રમીને 4 મેચ જીતવામાં સફળ રહી છે. શુભમન ગિલના નેતૃત્વમાં ટાઇટન્સના પ્રદર્શનમાં પણ સાતત્યનો અભાવ જોવા મળ્યો છે પરંતુ ટીમ પ્લેઓફની રેસમાં યથાવત છે.

બંને ટીમની પ્લેઈંગ 11
GT:
રિદ્ધિમાન સાહા(w), શુભમન ગિલ(c), ડેવિડ મિલર, અઝમતુલ્લા ઓમરઝાઇ, રાહુલ તેવટિયા, શાહરૂખ ખાન, રાશિદ ખાન, રવિશ્રીનિવાસન સાઇ કિશોર, નૂર અહમદ, મોહિત શર્મા, સંદીપ વોરિયર

DC:
પૃથ્વી શો, જેક ફ્રેઝર-મેકગર્ક, અભિષેક પોરેલ, શાઈ હોપ, ઋષભ પંત (w/c), ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, એનરિક નોર્ટજે, ખલીલ અહેમદ, મુકેશ કુમાર

ગુજરાતના બેટ્સમેનોએ જોર બતાવવું પડશે 
ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન શુભમન ગિલ દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં મોટી ઇનિંગ્સ રમવા માંગશે. ગિલે 8 મેચમાં 298 રન બનાવ્યા છે. શુભમને IPL 2024માં 8 મેચ રમીને બે અડધી સદી ફટકારી છે. ગુજરાત ટાઇટન્સની બેટિંગ પણ ચિંતાનો વિષય રહી છે. છેલ્લી મેચમાં ટીમ માત્ર 89 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ગિલ ઉપરાંત ટીમને બેટિંગમાં સાઈ સુદર્શન, ડેવિડ મિલર અને અઝમતુલ્લા ઓમરઝાઈ પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે જ્યારે રાહુલ તેવટિયાએ ફિનિશરની ભૂમિકા ભજવવી પડશે. નવા કેપ્ટન શુભમન ગીલના નેતૃત્વમાં ટાઈટન્સના પ્રદર્શનમાં સાતત્યનો અભાવ જોવા મળ્યો છે, પરંતુ પંજાબ કિંગ્સ સામેની છેલ્લી મેચમાં ત્રણ વિકેટથી મળેલી જીતને કારણે આ ભૂતપૂર્વ ચેમ્પિયન ટીમે ચાર જીત મેળવી છે. અને આટલી જ આઠ મેચ હારી તે આઠ પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. ટાઇટન્સ પણ પોતાની જીતનો સિલસિલો જાળવી રાખીને પ્લે-ઓફ માટે પોતાનો દાવો મજબૂત કરવા પર નજર રાખશે.

દિલ્હી છેલ્લી ત્રણમાંથી બે મેચ જીતી
દિલ્હીની ટીમ સતત બે મેચ જીતી હતી પરંતુ તેને હોમ ગ્રાઉન્ડ પર સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 67 રનથી મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે દિલ્હીની ટીમ આઠ મેચમાં ત્રણ જીત અને પાંચ હારથી છ પોઈન્ટ સાથે આઠમા સ્થાને સરકી ગઈ છે. પ્લેઓફમાં પહોંચવા માટે ટીમે પછીની તમામ મેચો જીતવી જરૂરી છે. આ હાર સાથે દિલ્હીની ટીમ આઠ મેચમાં ત્રણ જીત અને પાંચ હારથી છ પોઈન્ટ સાથે આઠમા સ્થાને સરકી ગઈ છે.

Recent Posts

અમેઠીથી ટિકિટ ન મળતા હતાશ થયા વાડ્રા, સોશિયલ મીડિયામાં લખી ભાવુક પોસ્ટ

PBKS vs CSK: આજે બંને 'કિંગ્સ' બે પોઈન્ટ માટે એકબીજા સાથે ટકરાશે

PM મોદી રામલ્લાના દર્શન કરશે, બાદમાં ભવ્ય રોડ શો કરશે

RCB vs GT: જોશુઆનો જોશ પણ ગુજરાતને જીત ન અપાવી શક્યો, બેંગ્લોરે 4 વિકેટે બાજી મારી

નિજ્જરની હત્યા સાથે ભારતને કોઈ લેવાદેવા નથી :એસ જયશંકર

અંક જ્યોતિષ/ 05 મે 2024 : આજે તમારો લકી નંબર કયો અને શુભ રંગ કયો રહેશે?

આજનું રાશિફળ/ 05 મે 2024: આ રાશિના જાતકો રોકાણ કરતાં પહેલા ચેતજો, થઈ શકે છે નુકશાન

આજનું પંચાંગ/ 05 મે 2024 : આજના દિવસે કઈ તિથિ અને કયા નક્ષત્ર રહશે? જાણો દિવસના શુભ અને અશુભ યોગ

Loksabha Election 2024: દિલ્હીમાં ચૂંટણી માટે AAPએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, કેજરીવાલ પણ લિસ્ટમાં

કાશ્મીરના પૂંચમાં સુરક્ષાદળોના વાહન પર આતંકી હુમલો, 5 જવાન ઘાયલ