શપથ ગ્રહણ દરમિયાન જોવા મળેલા 'જાનવર' મામલે દિલ્હી પોલીસનું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું
રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહના વાયરલ વીડિયો પર દિલ્હી પોલીસનું નિવેદન આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહના લાઇવ ટેલિકાસ્ટ દરમિયાન, પકડાયેલા પ્રાણીની તસવીર બતાવવામાં આવી રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તે જંગલી પ્રાણી છે. આ હકીકતો સાચી નથી. કેમેરામાં કેદ થયેલું પ્રાણી સામાન્ય ઘરેલું બિલાડી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં તેમના ત્રીજા કાર્યકાળ માટે શપથ લીધા. આ ફંક્શનમાં હજારો લોકો મહેમાન બન્યા હતા. શપથ ગ્રહણ દરમિયાન, એક પ્રાણી પણ કેમેરામાં કેદ થયું હતું, જેનો વીડિયો ફૂટેજ બીજા દિવસે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. 12 સેકન્ડના આ વીડિયો ફૂટેજમાં મંત્રી દુર્ગાદાસ ઉઇકે શપથ લેતા અને સહી કરતા જોવા મળે છે જ્યારે તેમની પાછળ એક જંગલી પ્રાણી સીડી પરથી પસાર થતું જોવા મળે છે. લોકો તેને દીપડો હોવાનું અનુમાન કરી રહ્યા હતા પરંતુ હવે દિલ્હી પોલીસે તેની ઓળખ જાહેર કરી છે.
દિલ્હી પોલીસે સોમવારે સ્પષ્ટતા કરી હતી કે શપથ ગ્રહણ સમારોહના લાઈવ ટેલિકાસ્ટ દરમિયાન જોવામાં આવેલ પ્રાણી ચિત્તા કે કોઈ જંગલી પ્રાણી નથી. તે ઘરેલું બિલાડી હતી. સોમવારે આ સમારોહની એક નાનકડી વીડિયો ક્લિપ વાયરલ થઈ હતી. ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા યુઝર્સે અનુમાન લગાવ્યું કે વીડિયોમાં દેખાતું પ્રાણી દીપડો છે.
લોકોએ સોશિયલ મીડિયા પર એમ પણ કહ્યું કે આ ઘટનાએ સુરક્ષાની મોટી ખામીને ઉજાગર કરી છે. પરંતુ હવે દિલ્હી પોલીસે સ્પષ્ટતા કરી છે કે ક્યાંય સુરક્ષામાં કોઈ ખામી નથી. થોડા કલાકો બાદ દિલ્હી પોલીસે આ વાયરલ વીડિયો પર પોતાનું નિવેદન જાહેર કર્યું હતું. દિલ્હી પોલીસે કહ્યું કે શપથ ગ્રહણ સમારોહ દરમિયાન જંગલી પ્રાણી જોવા મળ્યું તે હકીકત સાચી નથી. કેમેરામાં કેદ થયેલું પ્રાણી સામાન્ય ઘરેલું બિલાડી છે. મહેરબાની કરીને આવી અફવાઓ પર ધ્યાન ન આપો.
દિલ્હી પોલીસના એક અધિકારીએ કહ્યું- રાષ્ટ્રપતિ ભવનમાં માત્ર પાળેલા કૂતરા અને બિલાડીઓ છે. સોશિયલ મીડિયા પર વિડિયો સામે આવ્યા બાદ, અમે કેમેરામાં કેદ થયેલ પ્રાણી ચિત્તો છે કે કેમ તે જાણવા માટે અમે રાષ્ટ્રપતિ ભવન સુરક્ષાનો સંપર્ક કર્યો. જાણવા મળ્યું કે ત્યાં કોઈ દીપડો નથી. રાષ્ટ્રપતિ ભવનમાં માત્ર કૂતરા અને બિલાડીઓ છે. વન વિભાગના અધિકારીએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ ભવનમાં કોઈ દીપડો જોવા મળ્યો હોવાની કોઈ માહિતી નથી. લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ અફવાઓ પર ધ્યાન ન આપે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM