લોડ થઈ રહ્યું છે...

મોબાઇલ બજારમાં પાછળ, છતાં નોકિયા સતત કરી રહ્યું છે સારો નફો, કેવી રીતે?

image
X
નોકિયા એક સમયે ભારતીય મોબાઇલ બજારમાં સૌથી વધુ મોબાઇલનું વેચાણ કરતી હતી. ત્યાર બાદ માઇક્રોસોફ્ટે નોકિયા મોબાઈલ બ્રાન્ડનું લાઇસન્સ લઈને ઉત્પાદન શરુ કર્યું અને પછી HMD એ નોકિયા બ્રાન્ડનો ઉપયોગ શરૂ કર્યો. અનેક પ્રયાસો છતાં નોકિયા મોબાઇલના જૂના દિવસો પાછા ફર્યા નહીં. જોકે, કંપની કમાણીમાં વૃદ્ધિ અનુભવી રહી છે અને 2026 સુધીમાં સારી આવકની અપેક્ષા રાખે છે. નોકિયા હાલમાં ભારતમાં ટેલિકોમ્યુનિકેશન સાધનો અને નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ કરી રહી છે. આમાં 5G અને 4G રેડિયો, ઓપ્ટિકલ નેટવર્ક અને ડેટા સેન્ટર સોલ્યુશન્સ પૂરા પાડવાનો સમાવેશ થાય છે.

કંપનીને 2026માં થશે બમ્પર કમાણી
મની કંટ્રોલ સાથેની એક મુલાકાતમાં નોકિયાના ભારતના વડા તરુણ છાબરા એ જણાવ્યું હતું કે કંપની 2026માં મજબૂત આવક વૃદ્ધિનો અનુભવ કરશે, કારણ કે ત્રણેય ટેલિકોમ ઓપરેટરો (Jio, Airtel અને Vi) ગ્રામીણ અને નાના શહેરોમાં 4G અને 5G શરૂ કરી રહ્યા છે. કંપનીઓ ડેટાની વધતી માંગને પહોંચી વળવા અને ARPU (પ્રતિ વપરાશકર્તા સરેરાશ આવક) વધારવા માટે 5G સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

રૂટિન પ્રોજેક્ટ્સ પર પણ ચાલી રહ્યું છે કામ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે નોકિયા પહેલાથી જ રૂટિન પ્રોજેક્ટ્સ અને ઓપ્ટિકલ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે. આ પ્રોજેક્ટ્સ સંરક્ષણ અને ખાનગી ક્ષેત્રોમાં લાગુ કરવામાં આવી રહ્યા છે. છાબરાએ જણાવ્યું હતું કે સંરક્ષણ, રેલવે, બંદરો, ખાણકામ અને ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં ખાનગી નેટવર્ક્સ અને ઓટોમેશનની માંગ ઝડપથી વધશે.

6G માટે ચાલી રહી છે તૈયારીઓ
6G કનેક્ટિવિટી અંગે છાબરાએ જણાવ્યું હતું કે બેંગલુરુમાં કેટલાક નોકિયા એન્જિનિયરો આ પર કામ કરી રહ્યા છે. આગામી દિવસોમાં 6G નેટવર્ક્સ ઉપલબ્ધ થશે, જે ફક્ત સારી ગતિ જ નહીં પરંતુ ઓટોમેશનમાં પણ સુધારો કરશે. ક્વોલકોમના સીઈઓ ક્રિસ્ટિયાનો એમોન પહેલાથી જ ઇવેન્ટ્સમાં કહી ચૂક્યા છે કે 2028 માં ભારતમાં 6G સેવાઓ શરૂ કરવામાં આવશે.

Recent Posts

રશિયાનો પહેલો AI રોબોટ લોન્ચ પહેલા જ ધડામ દઈને પડ્યો, જૂઓ વાયરલ વીડિયો

ISRO અને NASAનું સંયુક્ત NISAR મિશન, NISAR ઉપગ્રહ 7 નવેમ્બરથી થશે કાર્યરત

ગૂગલ મેપ્સની નવી 'લાઈવ લેન ગાઈડન્સ' સુવિધા ડ્રાઇવિંગને બનાવશે સરળ, AIનો પણ કરાશે ઉપયોગ

ઇસરો વધુ એક રેકોર્ડ બનાવવા માટે તૈયાર, 'બાહુબલી' થી લોન્ચ થશે દેશનો સૌથી ભારે કમ્યુનિકેશન સેટેલાઈટ

Appleએ લીધો મોટો નિર્ણય, આ વાયરલ ડેટિંગ એપ્સને કરી રીમુવ, જાણો કારણ

હવે ફક્ત એક રિંગ દ્વારા કરી શકશો પેમેન્ટ, જાણો કેટલી છે કિંમત

ભારત વિશ્વનું સૌથી મોટું AI હબ બનશે, Google કરશે 1.33 લાખ કરોડ રૂપિયાનું રોકાણ, સુંદર પિચાઈએ PM મોદી સાથે કરી વાત

Arattai પછી અશ્વિની વૈષ્ણવે કહ્યું-"ભારતીય મેપ Mapplsનો કરો ઉપયોગ"

અમિત શાહે Gmail છોડી Zoho Mail અપનાવ્યું, તમે પણ આ રીતે સરળતાથી કરો એકાઉન્ટ સ્વિચ

યુનિક્સે ડિસ્પ્લે વાળા નેકબેન્ડ કર્યા લોન્ચ, ઓછા બજેટમાં મળશે દમદાર ફીચર્સ