લોડ થઈ રહ્યું છે...

ગુજરાતમાં દારૂબંધી છતાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચરમસીમાએ, 31મી ડિસેમ્બર નજીક આવતા બુટલેગરો બન્યા બેફામ

image
X
પરિમલ મકવાણા, નવસારી
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચએ કડક કાર્યવાહી કરી છે. LCB ટીમે નેશનલ હાઈવે નંબર-48 પરથી ₹1,01,88,720 ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે, દારૂની ડિમાન્ડ એટલી વધી છે કે હાઈવે ઉપરથી હવે કરોડોનો દારૂ વહન થઈ રહ્યો છે.

31st નજીક આવતા દારુની ડિમાન્ડ વધી
31st નજીક આવતા નવસારી જિલ્લામાં દારૂની ડિમાન્ડ વધતી જતી હોય છે જેને પહોંચી વળવા માટે બુટલેગરો અવનવા કીમિયા અજમાવતા હોય છે,નવસારી LCB સ્ટાફ દારૂની હેરાફેરી રોકવા માટે ખાનગી બાતમીદારોને રોકીને વોચમાં હતી. ગઈકાલે, તા. 15 મી નવેમ્બરના રોજ, PI વી.જે. જાડેજાને તેમના બાતમીદાર થકી મળેલી ચોક્કસ બાતમીના આધારે ને.હા. નં-48, ખારેલ ઓવર બ્રીજના ઉત્તરે તુલસી હોટલની સામે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબ, મુંબઈથી અમદાવાદ જતી ટ્રેક પરથી TATA  ટ્રકને અટકાવી તલાશી લેવામાં આવી હતી.ટ્રકમા પોલીસને ગુમરાહ કરવા માટે આગળના ભાગે લસણની ગુણો મૂકવામાં આવી હતી અને પાછળના ભાગે દારૂ પોલીસે ચોકસાઈ પૂર્વક ચકાસણી કરતા ટ્રકમાંથી વ્હીસ્કી, વોડકા, રમ અને ટીન બિયર મળીને કુલ 27,252  નંગ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત ₹ 1,01,88,720 /- થાય છે.

આ દારૂની હેરાફેરીના ગુનામાં 1 આરોપી ને સ્થળ પરથી પકડી પાડવામાં આવ્યો છે, જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર સહિત અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે.પકડાયેલ અને વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ ગણદેવી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનાની આગળની તપાસ LCB PI વી.જે. જાડેજા દ્વારા સંભાળી લેવામાં આવી છે. નવસારી LCB દ્વારા આ કેસમાં દારૂના જથ્થા ઉપરાંત ટ્રક અને મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે.