ડિજિટલ અરેસ્ટ કરનારાઓએ હદ વટાવી, મહિલાને ન્યુડ કરાવી પૈસા પડાવ્યા, આખી ગેંગ રાજસ્થાનથી ઝડપાઈ

14 મી ઓક્ટોબરના રોજ સતત વ્હોટ્સએપ પર કોલ ચાલુ રાખી બનાવટી રીતે ડિજિટલ અરેસ્ટ કરી ફરિયાદીના જુદા જુદા એકાઉન્ટમાં રહેલ તમામ રૂપિયા તેમજ બેન્ક એકાઉન્ટમાં મળતી પર્સનલ લોન પણ લેવડાવી 4,92,000 થી વધુની છેતરપિંડી આચરી હતી. તેમજ મહિલાના બાથમાં પૈસા હોવાનું કહીને કપડા પણ ઉતરાવ્યા હતા.

image
X
ભાવેશસિંહ રાજપુત, અમદાવાદ/ ડિજિટલ અરેસ્ટ કરી પૈસા પડાવતી ગેંગ સામે અનેક ફરિયાદો દેશભરમાં નોંધાઈ રહી છે, તેવામાં અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પણ આ જ પ્રકારનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં બનાવટી સીબીઆઈ અધિકારી બની એક ડિજિટલ અરેસ્ટ કરી વિસ્તારમાં રહેતી એક મહિલા સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. જે મામલે નારણપુરા પોલીસને મોટી સફળતા મળી છે, આ ગુનામાં સંડોવાયેલા 12 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.