JioHotstar એ એક નવું સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે જે JioCinema અને Disney+ Hotstarને એક જ એપમાં જોડે છે. Disney+ Hotstar જૂનો લોગો બદલવામાં આવ્યો છે. આ નવા પ્લેટફોર્મની જાહેરાતમાં જણાવવામાં આવ્યું હતું કે JioCinema અને Disney + Hotstarના હાલના સબસ્ક્રાઈબર્સને આ પ્લેટફોર્મ પર સરળતાથી ટ્રાન્સફર કરવામાં આવશે.
NBCUniversal Peacock, Warner Bros, Discovery, HBO અને Paramount જેવા આંતરરાષ્ટ્રીય સ્ટુડિયોના કન્ટેન્ટ પણ JioHotstar પર ઉપલબ્ધ હશે, જે હાલમાં કોઈપણ અન્ય સ્ટ્રીમિંગ સેવા પર ઉપલબ્ધ નથી. આનો અર્થ એ થયો કે હવે Game of Thrones અને Marvel જેવી મૂવી જોવા માટે અલગ-અલગ OTT પ્લેટફોર્મ પર સબસ્ક્રાઇબ કરવાની જરૂર રહેશે નહીં. આ નવી સુવિધા 14 ફેબ્રુઆરી 2025 થી લાઇવ થઈ ગઈ છે અને આ એપ પર કન્ટેન્ટ 10 ભાષાઓમાં ઉપલબ્ધ રહશે.
JioHotstar ના લોન્ચ પર શું કહ્યું?
કિરણ મણિ, સીઈઓ ડિજિટલ - JioStar, તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે, 'JioHotstarનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક ભારતીય માટે પ્રીમિયમ કન્ટેન્ટ અવેલેબલ કરવાનો છે. અમારું વચન એ છે કે મનોરંજન કોઈ ચોક્કસ વર્ગ માટે સીમિત ન રહેવું જોઈએ, પરંતુ બધા માટે એક સમાન અનુભવ બનવું જોઈએ. અમે AIના ઉપયોગથી અને 19 થી વધુ ભાષાઓમાં સ્ટ્રીમિંગથી કન્ટેન્ટને પહેલા કરતાં વધુ પર્સનલ બનાવવા જઈ રહ્યા છીએ.
JioHotstar સબ્સ્ક્રિપ્શન પ્લાન
હાલમાં JioHotstar નો ઉપયોગ કોઈપણ સબ્સ્ક્રિપ્શન ફી વગર કરી શકાય છે. જો કે, તે સ્પષ્ટ નથી કે ભવિષ્યમાં કેટલાક પ્રીમિયમ કન્ટેન્ટ પે-વૉલ અન્ડર મૂકવામાં આવશે કે કેમ. પ્લેટફોર્મે જાહેર કર્યું છે કે સબ્સ્ક્રિપ્શન પ્લાન્સ ad-ફ્રી અનુભવ અને હાઈ કોલેટી સ્ટ્રીમિંગ માટે ઓફર કરવામાં આવશે, જે ક્વાર્ટરલી ₹149 થી શરૂ થશે.
કેવિન વાઝે, સીઈઓ- એન્ટરટેઈનમેન્ટ, JioStar, જણાવ્યું હતું કે Disney+ Hotstar ના હાલના પેઈડ યુઝર્સ માટે કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં અને તેઓ કોઈપણ વધારાના ચાર્જ વિના નવી એપનો ઉપયોગ કરી શકશે. JioCinemaના હાલના સબ્સ્ક્રાઇબર્સ આઓટોમેટિકલી પ્રીમિયમ સેવામાં અપગ્રેડ થઈ જશે.
JioHotstar અને સ્પોર્ટ્સ સ્ટ્રીમિંગ
JioCinema અને Disney+ Hotstar સ્પોર્ટ્સ સ્ટ્રીમિંગ બાબતે એકબીજાના હરીફ હતા. અગાઉ હોટસ્ટાર ક્રિકેટ મેચ, IPL અને અન્ય મોટી ટુર્નામેન્ટનું પ્રસારણ કરતું હતું. બાદમાં JioCinemaએ તેમાં પોતાનું સ્થાન બનાવ્યું અને IPL સહિત ઘણી રમતોનું પ્રસારણ કર્યું. પરંતુ હવે આ બંને પ્લેટફોર્મના મર્જર બાદ દર્શકોને કઈ મેચ ક્યાં લાઈવ થઈ રહી છે તે જોવા માટે અલગ-અલગ જગ્યાએ જોવાની જરૂર નહીં રહે. હવે JioHotstar જ OTT સ્પોર્ટ્સ સ્ટ્રીમિંગનું મુખ્ય પ્લેટફોર્મ હશે.
JioHotstar એ તેના પ્લેટફોર્મને 4K સ્ટ્રીમિંગ સાથે વધુ સારું બનાવ્યું છે. AI-પાવર્ડ ઈન્સાઈટ્સ, રીઅલ-ટાઇમ સ્ટેટ્સ ઓવરલે, મલ્ટિ-એંગલ વ્યુઇંગ અને યુઝર્સની પસંદગી મુજબ પ્રીમિયમ કન્ટેન્ટ ફીડ્સ જેવી સુવિધાઓ તેમાં ઉમેરવામાં આવી છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
0029Va5h5lFLikgFQ1gJxZ2U
WhatsApp Group : https://chat.whats
app.com/L1eF5HL2qu51EIqrPVyoHB