વડોદરામાં યુનાઇટેડ-વે ગરબાના પાસ વિતરણમાં અવ્યવસ્થા, ખેલૈયાઓએ મચાવ્યો હોબાળો, કહ્યું-"એક મહિનાથી ફોર્મ ભર્યા છતા પણ..."
વડોદરાનાં યુનાઇટેડ વે ગરબામાં પાસ વિતરણમાં અવ્યવસ્થાને લઇ ગરબા રસિકોએ હોબાળો મચાવ્યો હતો. નવરાત્રીના એક દિવસ પહેલાં સુધી પાસ ન મળ્યાં હવે ખેલૈયાઓમાં ભારે નારાજગી દેખાઇ રહી છે. યુનાઇટેડ-વે ગરબા માટે એક મહિનાથી ફોર્મ ભર્યા છતાં પાસના ઠેકાણા ન હોવાથી નારાજ ખેલૈયાઓનો કલેક્શન સેન્ટર પર હોબાળો મચાવ્યો છે.
મળતી માહિતી મુજબ, વડોદરામાં આ વર્ષે યુનાઇટેડ વે દ્વારા આયોજિત ગરબામાં પાસ વિતરણમાં અવ્યવસ્થા જોવા મળી છે. નવરાત્રિ શરૂ થવાના એક દિવસ પહેલાં પણ ખેલૈયાઓને તેમના પાસ મળ્યા નથી, જેના કારણે નારાજગી ફેલાઈ છે. પાસ કલેક્શન સેન્ટર પર એક મહિના અગાઉ ફોર્મ ભર્યા હોવા છતાં પાસ ન મળતાં લોકોનો ભારે હોબાળો થયો હતો. પાસ મેળવવા માટે થયેલી પડાપડીમાં કાચ તૂટતાં ત્રણ લોકોને ઈજા પણ થઈ હતી. પરિસ્થિતિ એટલી વણસી હતી કે, અફરાતફરીને કાબૂમાં લેવા માટે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. આ ઘટનાએ આયોજકોની નિષ્ફળતા સ્પષ્ટ કરી છે.
ત્રણથી ચાર જણને વાગ્યું છેઃ ખેલૈયાઓ
પાસ લેવા આવેલા ખેલૈયાએ કહ્યું કે, QR code નથી મળ્યા. ત્રણથી ચાર જણને વાગેલું જ છે. આ ઘટના ધક્કામુક્કીમાં લાગ્યું છે. એ લોકોને પ્રોટેક્ટ કરે છે ને અમને એ પ્રોટેક્ટ કરતા નથી. બરાબર છે એનું સોલ્યુશન આપો તમે. એનું સોલ્યુશન ઓર્ગેનાઇઝર નથી અહીંયા. અહીંયા ઓર્ગેનાઇઝર ભાગી ગયા છે. કોઈ બરાબર છે કોઈ ને કોઈ ક્યુઆર કોડ નથી આવ્યો. અન્ય એક વ્યક્તિએ કહ્યું કે, યુનાઇટેડ વે વાળા અમને લોકોને આ રીતે લાઇનમાં ઉભા રાખે છે. અમને ભીખારી સમજે છે. એક મહિનાથી અમે પાસ માટે પૈસા ભર્યા છે અને એ લોકો અમને આ રીતે લાઇનમાં ઉભા રાખે છે. તેમનો અંત આવવાની તૈયારી છે.
બનાવ અંગે પોલીસે શું કહ્યું
પોલીસ અધિકારીએ કહ્યું કે, યુનાઇટેડ વે તરફથી જે લોકોએ પૈસા ચૂકવ્યા છે. એમને અહિયાં પાસ વિતરણ માટે યુનાઇટેડ વે કઈક લોકોને બોલાવ્યા હશે. અહીંયા મોટી સંખ્યામાં લોકો પાસ લેવા આવી ગયા, પરંતુ પાસ આપી શકાય એવી સ્થિતિ આટલી મોટી સંખ્યામાં એમની પાસે ન હોય એટલે એમણે ઓનલાઇન લોકોને જાણ કરી રહેલ છે. એસએમએસ અને મેલ દ્વારા કે એમનું જે ક્યુઆર કોડ છે એ ક્યુઆર કોડથી જ એમને નવે નવ દિવસ એન્ટ્રી આપવામાં આવશે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.cm/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujaorati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats