રાત્રે સૂતા પહેલા કરો આ કામ કરવાથી આવશે ઘસઘસાટ ઊંઘ
હાલના સમયમાં ઊંઘ ન આવવી ખૂબ ચિંતાજનક સમસ્યા બની છે. પછી ધીરે-ધીરે આ ખતરનાક રૂપ લઈ લે છે. જેથી આ સમસ્યાથી બચવા તમે અમુક નેચરલ ઉપાય અપનાવી શકો છો.
વર્તમાનમાં ઘણા લોકો એવા છે કે જે જેમને રાત્રે ઊંઘ આવે તેની માટે દવાઓ લેવી પડે છે. ઊંઘ ન આવવી ખૂબ ચિંતાજનક સમસ્યા બની શકે છે. પછી ધીરે-ધીરે આ ખતરનાક રૂપ લઈ લે છે. આ સમસ્યાથી બચવા તમે અમુક નેચરલ ઉપાય અપનાવી શકો છો. તો ચાલો આવા જ 8 નુસખા વિશે માહિતી મેળવીએ.
યોગ્ય ઊંઘ માટે આ સ્ટેપ્સને ફોલો કરો
1. દરરોજ કસરત કરવી: તમે આખો દિવસ એક્ટિવ રહો એટલા માટે દરરોજ કસરત કરવી. કસરત કરવાથી થાક લાગસે જે સારી ઊંઘ માટે મદદરૂપ સાબિત થઈ શકે છે.
2. સૂતા પહેલા સ્કીનથી બચવું: સુવાના અમુક કલાક પહેલા ફોન કે ટેબલેટ જેવી બ્લુ લાઇટ વાળી સ્ક્રીનનો ઉપયોગ ટાળવો જોઈએ. કારણ કે આ તમારી ઊંઘને ખરાબ કરવાની શક્યતા ઘણી વધુ છે. સાથે જ આ તમારા રૂટિનને પણ ખરાબ કરી શકે છે.
3. સૂતા પહેલા આરામ કરવો: ન્હાવું, બુક વાંચવી કે ગીત સાંભળવાનો પ્રયત્ન કરો.
4. રૂટિન બનાવવું: દરેક વ્યક્તિને પોતાના આખા દિવસનું એક રૂટિન બનાવવું જોઈએ. એટલે દરરોજ એક જ સમયે સૂવું અને ઊઠવું. દરેક કામ કરવા માટે એક ટાઈમ ટેબલ બનાવવું.
5. હેલ્ધી ડાયટ લેવી: આખા અનાજ, નટ્સ, ફળ અને શાકભાજી જેવા ઓછા ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) વાળો ખોરાક લેવો. આનાથી તમારી ઓવરઓલ હેલ્થને વધારે ફાયદો થશે.
6. પોતાના બેડરૂમને આરામદાયક બનાવો: આ વાતનું ધ્યાન રાખવું કે તમારો બેડ આરામદાયક અને સહાયક હોય. અને તમારા રૂમમાં લાઇટ બંધ વાતાવરણ શાંત થાય.
7. રૂમનું ટેમ્પરેચરનું ખાસ ધ્યાન રાખવું: પોતાના બેડરૂમમાં વધારે આરામદાયક તાપમાન જાળવી રાખવું, લગભગ 60–67°F (16–19ºC)
8. હેવી ખોરાક કે લેટ નાઈટ ડ્રિંકથી બચવું: સૂતા પહેલા હેવી ખોરાક, દારૂ ,કેફીન અને તમાકુ ખાવાનું ટાળવું. આ તમારા સ્વાસ્થ્ય માટે ઘણું નુકસાનકારક છે.
Disclaimer:
લેખમાં દર્શાવેલ સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. જો પ્રશ્નો અથવા સમસ્યા હોય, તો તમારા ડૉક્ટરની સલાહ લો.