શું તમને પણ પૂરતો ખોરાક લેવા છતાં શરીરમાં નથી વર્તાતી સ્ફૂર્તિ? જાણો શું છે કારણ

આજના સમયમાં દર ચોથી-પાંચમી વ્યક્તિની ફરિયાદ હોય છે કે દિવસમાં બે વખત પૂરતો ખોરાક લેવા છતાં શરીરમાં સ્ફૂર્તિ વર્તાતી નથી, થોડું કામ કરતાં જ થાકી જવાય છે અને માથું ભમવા લાગે છે. એવી પણ ફરિયાદો મળે છે કે ક્યારેક કારણ વગર પણ સખત કંટાળો આવે છે એક જગ્યાએ લાંબો સમય બેસી રહીએ તો પગમાં ખાલી ચડી જાય છે, રાતે સૂતી વખતે આખું શરીર દુખતું હોય છે, યાદશક્તિ પણ ઓછી થઈ ગઈ હોય એવું લાગતું હોય છે. આ લક્ષણો વિટામિન બી કોમ્પ્લેક્સની ઊણપ બતાવે છે.

image
X
શરીરને સ્ફુર્તિલું રાખવા માટે પ્રોટીન, કાર્બ, ફેટ, મિનરલ્સ અને વિટામિન્સની જરૂર પડે છે. આમાંથી કોઈ પણ પ્રકારની ઊણપ શરીરનું મિકેનિઝમ અને મૅટાબૉલિઝમ બગાડી શકે છે. કુલ આઠ પ્રકારનાં વિટામિન બી હોય છે. જેમાં B1,B2,B3,B5,B6,B7,B9,B12 મળીને વિટામિન બી કૉમ્પલેક્સ તરીકે ઓળખાય છે.

 શા માટે જરૂરી છે વિટામિન બી કોમ્પ્લેક્સ?
• વિટામિન બી આપણા શરીરની ગુણવત્તા ટકાવી રાખે છે.
• વિટામિન બી બ્લડસેલ્સનો વિકાસ કરે છે.
• વિટામિન બી આયર્નની માત્રા સંતુલિત કરવામાં મદદ કરે છે.
• મગજના કોષોને તંદુરસ્ત રાખે છે.
• બ્લડ સર્ક્યુલેશનમાં મદદ કરે છે.
• સ્નાયુઓને મજબૂત બનાવે છે.
• હોર્મોનલ બેલેન્સ જાળવવામાં મદદ કરે છે.
• શરીરને એનર્જી આપે છે.
• પાચનક્રિયા સુધારે છે.
• ગર્ભવતી સ્ત્રીને હાઈ બ્લડપ્રેશરથી બચાવે છે.
• ગર્ભસ્થ શિશુને થતી ખોડખાંપણ અટકાવ્યવમાં મદદરૂપ બને છે અને બાળકના મગજનો વિકાસ કરે છે.
• દૂધ પીવડાવતી માતાને એનર્જી પૂરી પાડે છે.
• વૃદ્ધ લોકોને થતી ભૂલવાની બીમારીને રોકવામાં મદદ કરે છે, દૃષ્ટિ સુધારે છે અને શરીરને તાકાત પૂરી પાડે છે.

 શું હોય છે વિટામિન બી કોમ્પ્લેક્સની ઉણપના લક્ષણો?
• ખૂબ જ થાક લાગવો, અને અશક્તિ આવી જવી.
• થોડું જ કામ કર્યા બાદ માથું દુખવા લાગવું અને ધબકારા વધી જવા.
• હાથપગમાં ઝણઝણાટી થવી અથવા ખાલી ચળી જવી.
• શરીરમાં કળતર થવી. 
• ચામડી સુકાઈ જવી. 
• અકારણ કંટાળો આવવો.
• સ્ફૂર્તિ નો અભાવ લાગવો અથવા સુસ્તતાનો અનુભવ થવો.
• યાદશક્તિ ઓછી થઈ જવી. 
• હિમોગ્લોબીન ઓછું થવું.
• મોંઢામાં વારંવાર ચાંદા પડવા.
• હોઠની આસપાસ ચીરા પડવા.

વિટામિન બી કૉમ્પલેક્સની ઊણપ કોને થઈ શકે?
• વિટામિન બી વૉટર સોલ્યુબલ હોવાથી એ રોજેરોજ શરીરમાંથી નીકળી જાય છે, આથી રોજના ખોરાકમાં તેને ઉમેરવું જરૂરી છે, નહીં તો એની ઊણપ સર્જાઈ શકે છે.
• આપણે જે ખોરાક ખાઈએ છીએ, એમાં રહેલાં પોષકતત્ત્વોએ પાચનક્રિયા દરમિયાન નાના આંતરડામાંથી બ્લડમાં ભળે છે.
• જો મોંઢામાં, પેટમાં કે આંતરડામાં ક્યાંક ચાંદુ પડ્યું હોય અથવા ઇન્ફેક્શન હોય તો આ પ્રક્રિયામાં ખલેલ પડે છે અને વિટામિનની ખામી સર્જાય છે.
• જે લોકો વિગન ડાયટ અપનાવે છે તેઓને તથા શુદ્ધ શાકાહારી લોકોને વિટામિન બીની ખામી હોઈ શકેછે.
• જે લોકો વધુ પ્રમાણમાં એન્ટી-એસિડિટીની ગોળીઓ લેતા હોય આવા લોકોમાં પણ વિટામિન બીની ખામી હોઈ શકે છે.
• જેઓ વધુ પ્રમાણમાં આલ્કોહોલનું સેવન કરતા હોય તેઓને પણ વિટામિન બીની ખામી હોઈ શકે છે.
• સગર્ભા સ્ત્રીઓને પણ વિટામિન બીની ખામી હોઈ શકે છે.
 
વિટામિન બીની ઊણપની શરીર પર શું અસર થાય છે?
સમયસર સારવાર આપવામાં ન આવે તો વિટામિન બીની ઊણપને લીધે એનીમિયા (લોહીનું પ્રમાણ ઓછું થઈ જવું) થઈ શકે છે, જેની ગંભીર અસરના કારણે લાંબા ગાળે દર્દીને હાર્ટએટેક, સ્ટ્રોક અને બીજી હૃદય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. લાંબા સમયની ઊણપના કારણે વ્યક્તિને ડિમેન્શિઆ (ભૂલવાની બીમારી) અને ડિપ્રેશન જેવી માનસિક બીમારી થવાની શક્યતા રહે છે. જો આવા લક્ષણોની શરૂઆતમાં જ ડૉક્ટરની સલાહ પ્રમાણે સપ્લીમેન્ટ લેવામાં આવે તો આ સમસ્યાથી બચી શકાય છે.  

વિટામિન બીનાં મુખ્ય સ્રોત
વિટામિન બીનાં મુખ્ય સ્રોત દૂધ, ચીઝ, દહીં, ઈંડાં, લાલ માંસ, ચિકન, માછલી અને લીલા શાકભાજી છે. વધુ પડતી ઊણપને કારણે જો ઉપર મુજબનાં લક્ષણો દેખાતાં હોય તો ડૉક્ટરની સલાહ લઈ ટેબ્લેટ અને ઇન્જેક્શન સપ્લીમેન્ટ તરીકે લેવા હિતાવહ છે. કેટલાક લોકો વિટામિન બીની ટેબ્લેટ લગભગ રોજ લેતા હોય છે, જે શરીર માટે ફાયદાકારક રહે છે. 

Recent Posts

જો આ લોટની બનેલી રોટલી ખાશો તો સુગર કંટ્રોલ રહેશે તેમજ વજન ઘટાડવામાં પણ મળશે મદદ

25 વર્ષ પછી મહિલાઓએ ખાવા જોઈએ આ 5 ફળો, સ્વાસ્થ્યમાં થશે જબરદસ્ત સુધારો

સ્વસ્થ રહેવા માટે સારી ઊંઘ છે જરૂરી, આ ટિપ્સથી તમારા ઊંઘ સમયમાં સુધારો કરો

જો તમને પીળા દાંતને કારણે બધાની સામે શરમ આવે છે, તો તેને ચમકાવવા માટે આ ઘરેલું ઉપાયોનો ઉપયોગ કરો

જો તમે હોળી પર વધુ પડતું ખાધું હોય, તો આ પદ્ધતિઓનો ઉપયોગ કરીને તમારા શરીરને ડિટોક્સ કરો

દિવસભરની મજા પછી, આ રીતે હઠીલા હોળીના રંગો દૂર કરો, તે તમારી ત્વચા અને વાળને નુકસાન નહીં કરે

Holi Skin Care : કલરનું ટેન્શન કર્યા વગર મોજથી રમો હોળી, ચહેરા અને વાળ માટે ફોલો કરો આ સરળ ટિપ્સ

અળસીના બીજ છે ખૂબ જ ફાયદાકારક, પરંતુ વધુ પડતું સેવન પહોચાડી શકે છે નુકસાન

રોજિંદા આહારમાં કરો આ 3 ફેરફારો, રોગપ્રતિકારક શક્તિ વધવાથી વારંવાર નહીં પડો બીમાર

Rainbow Diet: શું છે રેઈન્બો ડાયેટ? જાણો રંગબેરંગી ખોરાકના અનોખા ફાયદાઓ