બદલાતી જીવનશૈલી અને વ્યસ્ત જીવનમાં ઘણીવાર લોકો કોઈ જ કામ કર્યા વગર ખૂબ જલદી થાક અનુભવવા લાગે છે. આ પરિસ્થિતિમાં તે ચિંતાનો વિષય બની જાય છે. ઘણી વખત થાક ગંભીર બીમારી બની શકે છે. શરીરમાં ઘટતું પાણી, ખરાબ ખોરાક અને ઓછી ઊંઘને કારણે ક્યારેક થાક લાગે છે. આવી સ્થિતિમાં, અમે તમને જણાવીશું કે ઘરેલું ઉપચારથી તમે કેવી રીતે થાક દૂર કરી શકો છો.
થાકથી કેવી રીતે છુટકારો મેળવવોઃ
હૂંફાળું પાણી પીવો
થાકને તરત જ દૂર કરવા માટે, તમે હૂંફાળુ પાણી પી શકો છો. તે તમારા શરીરને ઉર્જા આપે છે. તેનાથી થાક જલ્દી દૂર થઈ શકે છે. તમે આ હૂંફાળા પાણીમાં થોડું મધ અને લીંબુ પણ ઉમેરી શકો છો. તે તમારા સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક છે.
માલિશ કરવી
થાક દૂર કરવા માટે મસાજ એક સારો વિકલ્પ છે. થાક લાગે ત્યારે શરીરને હળવો મસાજ કરવાથી સ્નાયુઓને આરામ મળે છે, જેનાથી આખા શરીરમાં લોહીનો પ્રવાહ સુધરે છે. તમે નારિયેળ, ઓલિવ અથવા બદામના તેલથી તમારા શરીર પર માલિશ કરી શકો છો. માલિશ કરતી વખતે, તમારી ગરદન, ખભા અને પગને યોગ્ય રીતે મસાજ કરો. તે તમારા થાકને દૂર કરે છે અને શરીરને તાજગી આપે છે.
થાક લાગે ત્યારે ઊંડા શ્વાસ લેવા
જ્યારે થાક લાગે ત્યારે ઊંડા શ્વાસ લેવા તે સૌથી સારો ઉપાય છે. તે શરીરને તરત જ રાહત અને શક્તિ આપે છે. તે તરત જ શરીરમાં ઓક્સિજનની ઉણપને દૂર કરે છે અને મગજને ઊર્જા આપે છે. ઊંડા શ્વાસ લેવાથી તણાવ પણ ઘટે છે. તેથી, તમે એક જગ્યાએ બેસીને 7 થી 10 મિનિટ સુધી ધીમે ધીમે શ્વાસ લો અને ધીમે ધીમે શ્વાસ બહાર કાઢો જેનાથી તમને રાહત મળશે.
Disclaimer:
લેખમાં દર્શાવેલ સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. જો પ્રશ્નો અથવા સમસ્યા હોય, તો તમારા ડૉક્ટરની સલાહ લો.