પાર્કિંગમાં ડ્રાઈવરે ભૂલથી પાડી દીધો રિવર્સ ગિયર, કાર પહેલા માળની દિવાલ તોડી પડી નીચ, જુઓ વીડિયો

મહારાષ્ટ્રના પુણેમાં બેદરકારીના કારણે અકસ્માત થયો છે. જ્યાં કાર ચાલકે ભૂલથી રિવર્સ ગિયર પાડ્યો હતો. જેના કારણે કાર પાછળની દિવાલ તોડીને પહેલા માળેથી નીચે પડી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

image
X
મહારાષ્ટ્રના પુણેમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ભૂલથી પહેલા માળના પાર્કિંગમાં કાર પાર્ક કરી રહેલા ડ્રાઈવરે રિવર્સ ગિયર લગાવી દીધું હતું. જેના કારણે કાર પહેલા માળની દિવાલ તોડીને નીચે પડી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં અકસ્માતની તીવ્રતા જોઈ શકાય છે.

અહીં જુઓ વીડિયો:
આ સમગ્ર ઘટના પુણેના વિમાનનગર વિસ્તારના શુભા એપાર્ટમેન્ટની જણાવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ એક કાર પહેલા માળેથી નીચે પડી હતી. કાર ડ્રાયવર પહેલા માળે પાર્કિગમાં કાર પાર્ક કરી રહ્યો હતો ત્યાર તેણે ભૂલથી કારના ફર્સ્ટ ગિયરને બદલે રિવર્સ ગિયર પાડી દિધો હતો. જેના કારણે કાર પાછળની દિવાલ તોડીને નીચે પડી હતી. કાર નીચે પડતાની સાથે જ આસપાસ હાજર લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક કારચાલકને કારમાંથી બહાર કાઢ્યો હતો. કાર પહેલા માળેથી નીચે પડી તે સમયે નીચેથી એક સફેદ રંગની કાર પણ એપાર્ટમેન્ટની અંદર ગઈ હતી.

જો સફેદ રંગની કાર નીચે આવી હોત તો મોટો અકસ્માત સર્જાયો હોત. જો કે સદનસીબે અકસ્માતમાં કોઈનું મોત થયું નથી.

Recent Posts

અમેરિકાથી ડિપોર્ટ થયેલા બે યુવકોની પટિયાલા પોલીસે કરી ધરપકડ, જાણો શું છે મામલો

મહાકુંભમાં ભક્તોની ભારે ભીડ, સ્થાનિક લોકો બિસ્કિટ અને પાણી વહેંચીને કરી રહ્યા છે સેવા

ગોવાના પૂર્વ ધારાસભ્યની નજીવી બાબતે હત્યા, ઓટો ચાલકે કારને ટક્કર મારીને હુમલો કર્યો

કચ્છ: મતદાન પ્રક્રિયા અંગે રાપરના MLA વિરેન્દ્રસિંહ જાડેજાનું મોટું નિવેદન, કોંગ્રેસના નેતા પર લગાવ્યા ગંભીર આરોપ

ભાગદોડ કેમ થઈ? સીડીઓ પર શું પરિસ્થિતિ હતી અને રેલ્વે અધિકારીઓ ક્યાં હતા? તપાસ ટીમે પુરાવા કર્યા એકત્રિત

પ્રયાગરાજમાં ભારે ટ્રાફિક જામ, જિલ્લાની સરહદો પર વાહનોની અનેક કિલોમીટર લાંબી લાગી લાઇન

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર કામ કરતાં કુલીએ જણાવ્યું ઘટના અંગે, કહ્યું- અમે ઓછામાં ઓછા 15 મૃતદેહો ઉપાડ્યા અને એમ્બ્યુલન્સમાં મૂક્યા

SURAT: પ્રફુલ સાડી ખંડણી કેસમાં શિલ્પા શેટ્ટીની માતા અને ડોન ફઝલુ રહેમાનની મુશ્કેલીઓ વધી, અરેસ્ટ વોરંટ ઇશ્યૂ; જાણો શું છે મામલો

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ભાગદોડની ઘટનાને લઈ રાહુલ ગાંધીએ આપ્યું નિવેદન, જાણો શું કહ્યું કોંગ્રેસ નેતાએ

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગમાં 14 મહિલાઓ સહિત 18 લોકોના મોત, વળતરની જાહેરાત