Dwarka: જૂની માછીમારી બોટોના રજીસ્ટ્રેશનના નામે કૌભાંડનો પર્દાફાશ, 2 એજન્ટ, 9 માછીમારો સહિત કુલ 11 લોકોની અટકાયત
દ્વારકા SOGએ બનાવટી બોગસ બિલ બનાવી જૂની માછીમારી બોટોના રજીસ્ટ્રેશન મામલે કરોડોના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ગેરકાયદે જૂની માછીમારી બોટના નવા કોલ, લાયસન્સ કાઢી આપી કરોડોનુ કૌભાાંડ આચરવા મામલે કુલ 93 લોકો સામે ગુન્હો નોંધાયો છે, જ્યારે 2 એજન્ટ તેમજ 9 માછીમારો મળીને કુલ 11 લોકોની અટકાયત કરવામાં આવી છે.
શું છે મામલો?
મળતી માહિતી મુજબ, બનાવટી બોગસ બિલ બનાવી જૂની માછીમારી બોટોના રજીસ્ટ્રેશનના નામે કરોડોના કૌંભાડ થયા હોવાની માહિતી મળતા જ દ્વારકા SOGએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તેવામાં દ્વારકા SOGની ટીમે બનાવટી બોગસ બિલ બનાવી જૂની માછીમારી બોટોના રજીસ્ટ્રેશન મામલે કરોડોનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. સમગ્ર મામલે (1)“રેહમત નફશીંગ કન્સલટીંગ” નામની ઓફિસ ધરાવતો શાફીન સબ્બર ભાઇ ભટ્ટી રહે. ઓખા, અને (2) "‘રામદૂત ઝેરોક્ષ” નામની ઓફીસ ધરાવતો સુનનલ મનસુખભાઇ નનમાવત, રહે. ઓખા, નવી નગરી, તા.ઓખા માંડળ, જી. દેવભૂમમ દ્વારકા, આ બન્ને આરોપીઓ અલગ અલગ માછીમારી બોટના માલિકો સાથે મળી જૂની માછીમારી બોટ અથવા બિલ વગર ખરીદાયેલા માછીમારી બોટના અને એન્જીન ખરીદીના બનાવટી બીલો બનાવી, ખોટા સોગાંદનામાઓ ઉભા કરીને કરોડોના કૌભાંડ આચરતા હોવાનું સામે આવ્યું છે.
2 એજન્ટ, 9 માછીમારો સહિત કુલ 11 લોકોની અટકાયત
આ આરોપીઓ ગેરકાયદે જૂની માછીમારી બોટના નવા કોલ, લાયસન્સ કાઢી આપી કરોડોનુ કૌભાાંડ આચરતા દ્વારકા SOGએ ઝડપી પાડ્યા છે. મળતી વિગતો મુજબ, જૂની માછીમારી બોટોનું રજીસ્ટ્રેશનના 3 કરોડનું કૌભાંડમાં આવ્યું હતું. સમગ્ર મામલે કુલ 93 લોકો સામે ગુન્હો નોંધાયો છે. હાલ 2 એજન્ટ તેમજ 9 માછીમારો મળીને કુલ 11 લોકોની અટકાયત કરવામાં આવી છે. સમગ્ર મામલે ઓખા મરીન પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats
app.com/L1eF5HL2qu51EIqrPVyoHB