શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે ચૈતર વસાવાની કાઢી ઝાટકણી, અલગ ભીલ પ્રદેશની માંગણી મામલે જાણો શું કહ્યું

શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરે કહ્યું કે, ભીલ પ્રદેપ્રદેશ બનાવવું હોય તો અમે અને મનસુખભાઈ ભેગા થઈને મોદી સાહેબને રજૂઆત કરીએ તો કાલે કરી દઈએ. પણ અલગ ભીલ પ્રદેશ બનાવીને ચલાવવાનું કેવી રીતે, રેવન્યુ જનરેટ કેવી રીતે કરવાની?

image
X
શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરે અલગ ભીલ પ્રદેશની માંગણી કરનારા ચૈતર વસાવાને આડે હાથે લીધા અને આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ચૈતર વસાવાનું નામ છેતર વસાવા છે. જે છેતરવાનું કામ કરે છે. જે આદિવાસીઓને છેતરી જશે. 

ચૈતર વસાવાની અલગ ભીલપ્રદેશની માંગણીને નકારતા કહ્યું કે, લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો.  રાજપીપળાની રાજેન્દ્ર સ્કૂલના વાર્ષિક સંમેલનમાં રાજ્યના શિક્ષણમંત્રી  કુબેર ડિંડોર હાજર રહ્યા હતા.  ભારત દેશ એકતામાં માનનારો દેશ છે..પણ કેટલાક લોકો એકતાને તોડવાનું કામ કરે છે. 

દેશમાં ભાગલાં પાડવાની વાત, અલગતાવાદ, સમાજને અલગ પાડવાની વાત કેટલાક લોકો ગામે ગામ કરી રહ્યા છે.  આદિવાસી સમાજ માટે જન્મથી લઈને મૃત્યુ સુધીની યોજના સરકાર આપે છે. કયા હક્કોની વાતોએ અલગતાવાદીઓ કરે છે. કેટલાક લોકો અલગ ભીલ પ્રદેશની માંગણી કરે છે..કયા હિસાબે માંગો છો તમે? કોંગ્રેસની સરકારમાં કેટલાક નેતાઓએ અલગ ભીલ પ્રદેશની માંગ કરી હતી.  ત્યારે ભીલ પ્રદેશનો મુદ્દો ડબ્બામાં મૂકી દીધો હતો  આ ચૈતર વસાવા. આ છેતરવાનું નામ ભ્રમિત કરાવવાનું નામ છે. જે લોકોને છેતરવા ફરી મુદ્દો ઉછાળે છે.

ભીલ પ્રદેશ બનાવવા તો કાલે  રજૂઆત કરીએ
અલા, ભીલ પ્રદેપ્રદેશ બનાવવું હોય તો અમે અને મનસુખભાઈ ભેગા થઈને મોદી સાહેબને રજૂઆત કરીએ તો કાલે કરી દઈએ.  પણ અલગ ભીલ પ્રદેશ બનાવીને ચલાવવાનું કેવી રીતે, રેવન્યુ જનરેટ કેવી રીતે કરવાની?

Recent Posts

Saif Ali Khan Attack Case: સૈફ અલી ખાન પર થયેલા હુમલા મામલે કરીનાએ પોલીસને નોંધાવ્યું નિવેદન, જાણો શું કહ્યું

દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે 1521 ઉમેદવારોએ ભર્યું નોમિનેશન, જાણો કઈ બેઠક પર સૌથી વધુ અને સૌથી ઓછા ફોર્મ ભરાયા?

BZ જેવુ વધુ એક મોટું કૌભાંડ આવ્યું સામે, 8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યાં ! કંપનીને તાળા મારી સંચાલકો થયા ફરાર

શેખ હસીનાનો મોટો દાવો; 20-25 મિનિટના અંતરે મૃત્યુથી બચી, બહેનની હત્યાનું પણ હતું કાવતરું

પ્રજાસત્તાક દિવસને લઈને ગુપ્તચર વિભાગનું મોટું એલર્ટ, કહ્યું- દિલ્હીનું વાતાવરણ બગાડવાનો થઈ શકે છે પ્રયાસ

ISRO એ ફરી રચ્યો ઈતિહાસ, SpaDex મિશન હેઠળ ઉપગ્રહોને સફળતાપૂર્વક ડોક કર્યા; જુઓ વીડિયો

ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ પોલીસના સકંજામાં, અમદાવાદ એરપોર્ટ પરથી કરી ધરપકડ

આજનું રાશિફળ/18 જાન્યુઆરી, 2025: આ રાશિના જાતકો રહો સાવધાન... થઈ શકે છે ભારે નુકશાન, જાણો તમારું રાશી ભવિષ્ય

આજનું પંચાંગ/ 18 જાન્યુઆરી 2025: આજના દિવસે કઈ તિથિ અને કયા નક્ષત્ર રહશે? જાણો દિવસના શુભ અને અશુભ યોગ

અંક જ્યોતિષ/ 18 જાન્યુઆરી 2025 : જાણો આજે તમારો લકી નંબર કયો અને શુભ રંગ કયો રહેશે?