લોડ થઈ રહ્યું છે...

વડોદરામાં વૃદ્ધ દર્દીનો આપઘાતનો પ્રયાસ, SSG હોસ્પિટલમાં પહેલાં માળેથી પડતું મૂક્યું, હાલત ગંભીર

image
X
વડોદરાના SSG હોસ્પિટલમાં પહેલાં માળેથી વૃદ્ધ દર્દીનો આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. હોસ્પિટલનાં ન્યૂ સર્જિકલ વોર્ડમાં પહેલાં માળેથી કુદયા હતા. બારીમાંથી પડતું મૂકનાર દર્દીની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. 

વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ દર્દીએ આજે વહેલી સવારે પહેલા માળેથી કૂદકો મારીને આપઘાતનો પ્રયાસ કરતા અફરાતફરી મચી જવા પામી હતી. સદ્દનસીબે દર્દી બચી ગયો હતો. જે બાદ હોસ્પિટલના સ્ટાફે ફરીથી તેમને સારવાર માટે વોર્ડમાં દાખલ કર્યાં છે.  SSG હોસ્પિટલનાં RMO ડો.હિતેન્દ્ર ચૌહાણનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, દર્દીએ બારીમાંથી કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ અંગે અમે પોલીસને જાણ કરી છે તપાસ ચાલુ છે.  હોસ્પિટલનાં PIU વિભાગની જવાબદારી નક્કી થશે.  આ અંગે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થશે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગત 5 નવેમ્બરના રોજ શહેરના ન્યુ VIP રોડ સ્થિત ખોડિયારનગર નજીક આવેલી વ્રજધામ સોસાયટીમાં રહેતા દયાનંદ બાબુરાવ પવાર (65) બાઈક પર પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન એક અજાણ્યા કારના ચાલકે વૃદ્ધને ઉલાળ્યા હતા. કારની ટક્કરથી હવામાં ફંગોળાઈને નીચે પટકાયેલા દયાનંદ પવારનો પગ ભાંગી જતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને પગમાં ફ્રેક્ચર થવાથી હોસ્પિટલના સર્જિકલ વોર્ડમાં સારવાર હેઠળ હતા.

શું હતી સમગ્ર ઘટના?
8 નવેમ્બરના રોજ સવારે બાબુરાવે સર્જિકલ બિલ્ડિંગના પહેલા માળે આવેલી બારીમાંથી  ભૂસકો મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે વોર્ડમાં દાખલ અન્ય દર્દીઓના સગાઓ તેમજ હાજર સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી.હોસ્પિટલના સ્ટાફે તાત્કાલિક દયાનંદને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર શરૂ કરી દેતા તેમનો જીવ બચી ગયો છે. હજુ સુધી દયાનંદ પવારે ક્યા કારણોસર આ પગલું ભર્યું તે જાણી શકાયું નથી. હાલ તો હોસ્પિટલ સત્તાધીશો દ્વારા આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.