રાજ્યમાં આવતીકાલે ગ્રામ પંચાયતની ચૂંટણી! 81 લાખ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ, 25 જૂને આવશે પરિણામ
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે 8,326 ગ્રામ પંચાયતો માટે સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટા ચૂંટણી યોજવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 22 જૂને સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે.8,326 ગ્રામ પંચાયતોમાં રાજ્યના આશરે 81 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. નોંધનીય છે કે,ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ 25 જૂને જાહેર કરાશે.
751 ગ્રામ પંચાયતો થઈ બિનહરીફ
રાજ્યમાં ગ્રામ પંચાયતો ચૂંટણીમાં 4564 ગ્રામ પંચાયતોમાંથી 751 પંચાયતો બિનહરીફ જાહેર થઈ છે, જ્યારે 272 પંચાયતોમાં ઉમેદવારી ન થવાને કારણે બેઠકો ખાલી રહી છે. જેથી 3,541 પંચાયતોમાં સામાન્ય, વિભાજન અને મધ્યસત્ર હેઠળ અને 353 પંચાયતોમાં પેટા ચૂંટણી માટે મતદાન થશે. કુલ 3,656 સરપંચ અને 16, 224 સભ્યપદ માટે ચૂંટણી યોજાશે. રાજ્યભરના 10,479 મતદાન મથકો પર મતદાન થશે, જેમાંથી 3,939 સંવેદનશીલ અને 336 અતિ સંવેદનશીલ મથકો તરીકે ઓળખ થઈ છે.
મતદારો માટે EPIC કાર્ડ ફરજિયાત રહેશે
મતદારો માટે EPIC કાર્ડ ફરજિયાત રહેશે, તેમ છતાં અવારનવાર પરિસ્થિતિમાં માન્ય 14 ઓળખ દસ્તાવેજોમાંથી કોઈ એક સાથે મતદાન કરી શકાશે. મતદાન પત્ર દ્વારા મતદાન કરવામાં આવશે અને સુરક્ષાને પગલે સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસ ફોર્સ તેમજ પેટ્રોલીંગ ટીમ તહેનાત કરાશે. ચૂંટણીના 48 કલાક પહેલાં જાહેર સભા અને જાહેર રોશનો પર પ્રતિબંધ રહેશે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats