Elon Musk એ ખાસ એપ્લિકેશન કરી લોન્ચ, હવે AI ઇમેજ માટે નહીં ચૂકવવો પડે ચાર્જ

યુઝર્સ X એકાઉન્ટ અથવા Apple એકાઉન્ટ વડે Grok એપ્લિકેશનમાં લૉગ ઇન કરી શકે છે. સાથે સાઇન ઇન કરીને એપ્લિકેશન પર તેમના વેબ ક્લાયન્ટ્સથી ચેટને કનેક્ટ કરી શકે છે.

image
X
એલોન મસ્કની AI કંપની xAI એ તેની મૂળ AI ચેટબોટ, Grok, એક અલગ iOS એપ્લિકેશન તરીકે લોન્ચ કરી છે. આ એપનું છેલ્લા એક મહિનાથી બીટા વર્ઝનમાં પરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું. નવી એપ વેબ વર્ઝનમાં ઉપલબ્ધ તમામ સુવિધાઓ સાથે આવે છે. હવે યુઝર્સ iOS એપ્લિકેશનમાં લૉગ ઇન કર્યા વિના ઇમેજ જનરેટ કરી શકે છે અને વેબ સર્ચ ક્વેરી પૂછી શકે છે. ખાસ વાત એ છે કે કંપનીએ એપને માત્ર અમેરિકા માટે લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ તે ભારતમાં પણ ઉપલબ્ધ છે.
 
Grok iOS એપ લોન્ચ કરી
xAI ના અધિકૃત હેન્ડલે X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ દ્વારા Grokની iOS એપ્લિકેશન લોન્ચ કરવાની જાહેરાત કરી. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે આ એપનો ઉપયોગ કરવા માટે લોગ ઇન કરવું ફરજિયાત નથી, જો કે X એકાઉન્ટથી સાઇન ઇન કરવાથી યુઝર્સને વધુ વ્યક્તિગત અનુભવ મળે છે.

Grok iOS એપની વિશેષતાઓ
ટોક : એપ્લિકેશન પર, વપરાશકર્તાઓ પ્રશ્નો પૂછી શકે છે અને ચેટબોટ સાથે વાર્તાલાપ કરી શકે છે.
ઇમેજ જનરેશન: AIની મદદથી કસ્ટમ ઇમેજ બનાવી શકાય છે.
વેબ સર્ચ: યુઝર્સ રીઅલ-ટાઇમ માહિતી માટે વેબ અને X પર સર્ચ કરી શકે છે. 
ટેકટ વર્ક : એપ્લિકેશન નિબંધો અને ઇમેઇલ્સ જનરેટ કરી શકે છે.
કોઈ લોગિન જરૂરી નથી: એપ્લિકેશનની મોટાભાગની સુવિધાઓ લોગિન વિના યુઝ કરી શકાય છે.

Recent Posts

ISRO એ ફરી રચ્યો ઈતિહાસ, SpaDex મિશન હેઠળ ઉપગ્રહોને સફળતાપૂર્વક ડોક કર્યા; જુઓ વીડિયો

ડિજિટલ વિકાસ માટે 125 દેશમાં ભારત 8મા ક્રમાંકે

લાખો મોબાઈલ યુઝર્સ માટે રાહતના સમાચાર, માત્ર 10 રૂપિયાના રિચાર્જ પર મળશે 365 દિવસની વેલિડિટી ! જાણો વિગત

આ નાનું ડિવાઇસ કરશે માઇન્ડ રીડીંગ, જાણો OMIની કિંમત અને અન્ય વિગતો

TCL એ લોન્ચ કર્યું વિશ્વનું સૌથી મોટું QD Mini LED TV, 30 લાખ રૂપિયા છે કિંમત

ISROને મળી મોટી સફળતા, SpaDeX નું સફળ ડોકીંગ

આ છે ભારતીય સેનાના 'હાઈટેક રોબોટ ડોગ્સ', સેનાની તાકાતમાં થશે વધારો

માર્ક ઝકરબર્ગની ટિપ્પણી પર મોદી સરકાર કડક, મેટાએ માંગવી પડી માફી

Mahakumbh 2025: ગૂગલ સર્ચમાં જોવા મળ્યું સ્પેશિયલ ફીચર, મહાકુંભ ટાઇપ કરતાં જ ફૂલનો વરસાદ....

આર્મી ડે પરેડમાં જોવા મળશે બેટલ રોબોટ, હાઈટેક સુરક્ષા ફીચર્સથી સજ્જ