EXCLUSIVE: હજુ પણ અર્જુન મોઢવાડીયાને કોંગ્રેસ પાસેથી છે આ અપેક્ષા
અર્જુન મોઢવાડીયાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, વિપક્ષ પાસે અત્યારે સવાલ ઉઠાવનાર કોણ છે? વિધાનસભાની વાત ભૂલી જાવ શેરીઓમા કોઈ સવાલ ઉઠાવી શકે એમ છે ? કારણકે કોંગ્રેસને તો ચોકલેટી નેતા જોઈ છે. પ્રજાની સાથે જોડાયેલ નેતાઓ હવે ત્યાં રહ્યા નથી અને ત્યાં રહેવાના પણ નથી.
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં તોડજોડની રાજનીતિએ વેગ પકડ્યો હતો. જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ ભાજપમાં જોડાયા. જેમાં કોંગ્રેસના ધારાસભ્યો પણ ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડીયા પણ ભાજપમાં જોડાયા હતા. જે હવે પોરબંદર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય બન્યા છે. ત્યારે tv13 ગુજરાતી સાથેની મુલાકાતમાં કોંગ્રેસ પાસેથી શું આશા છે તે જણાવ્યું હતું.
અર્જુન મોઢવાડીયાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, વિપક્ષ પાસે અત્યારે સવાલ ઉઠાવનાર કોણ છે? વિધાનસભાની વાત ભૂલી જાવ શેરીઓમા કોઈ સવાલ ઉઠાવી શકે એમ છે ? કારણકે કોંગ્રેસને તો ચોકલેટી નેતા જોઈ છે. પ્રજાની સાથે જોડાયેલ નેતાઓ હવે ત્યાં રહ્યા નથી અને ત્યાં રહેવાના પણ નથી. ચોક્કસ હું જે અવાજ ઉઠાવતો હતો. એ મારુ કમિટમેન્ટ હતું. વિપક્ષના આગેવાન તરીકે મારી જવાબદારી હતી. સરકારની કામગીરીને બિલોરી ગ્લાસથી જોઈને ગમે તેમ ભૂલ શોધી પ્રજા સમક્ષ મૂકવાની હતી. એ મારી ભૂમિકા હતી. હવે મારી ભૂમિકા એ છે કે, હું જે કેતો હતો એ વાત મારે સાસક પક્ષમાં સુધારક તરીકે કાર્યકર તરીકે કરવાની છે. હું જે જવાબદારી નિભાવતો હતો તેવી કોઈ જવાબદારી નિભાવે કોઈ એવી હું કોંગ્રેસ પાસેથી અપેક્ષા રાખું છું.
હવે તે કોંગ્રેસ નથી રહી
અર્જુન મોઢવાડીયાએ કહ્યું કે કોંગ્રેસની આઝાદી પહેલાંની એક કલ્પના હતી તે કોંગ્રેસ હવે રહી નથી, હવે તો એક પરિવારની પેઢી બનીને રહી ગઈ છે, એમના જે પોતાની પાસે પદ માટેની મિનિમમ રિકવાયર મેન્ટ રહેવી જોઈએ એ પણ સંતોષાતી ન હોય તો પણ તેને ચલાવવાના. રાષ્ટ્રભક્તિ કે પ્રજાભક્તિ કરવાને બદલે માત્ર નેતા ભક્તિ કરવાની એ વાતાવરણ લાંબો સામે ચાલી શકે નહિ. જે રીતે 8 -10 વર્ષથી કોંગ્રેસ ચાલતી હતી. એનથીમર જેવા અનેક આગેવાનો કે જેના માટે રાષ્ટ્ર પ્રથમ હોય પ્રજા પ્રથમ હોય એને કોઈ નેતા પ્રથમ હોય તે ગણી શકાય નહિ. એટલા માટે મારા સહિતના અનેક લોકોએ કોંગ્રેસ પક્ષ છોડ્યો.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM