કચ્છમાં ઝડપાયેલો EDનો નકલી અધિકારી નીકળ્યો આપનો નેતા, હર્ષ સંઘવીએ ટ્વિટ કરી કર્યો મોટો ખુલાસો
ટ્વિટ કરતાં હર્ષ સંઘવીએ લખ્યું કે, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનું વધુ એક કારનામું સામે આવ્યું છે. ગુજરાતમાં પાર્ટીના એક નેતાએ નકલી ED ટીમ બનાવી અને તેનો કેપ્ટન બની લોકોને લૂંટ્યા! કચ્છમાં પકડાયેલ નકલી ED ટીમ કમાન્ડર ગુજરાતનો આમ આદમી પાર્ટીનો નેતા હોવાનું બહાર આવ્યું છે. આ છે કેજરીવાલના શિષ્યોના કુકર્મોનો ખરો પુરાવો!
પૂર્વ કચ્છના ગાંધીધામ વિસ્તાર સ્થિત રાધીકા જવેલર્સ અને તેમના મકાનમાં નકલી EDના અધિકારી બની ખોટી રેડ દર્શાવી ચોરી કરી ગુનો કરનાર 12 લોકોની ટોળકી ઝડપાઈ હતી. જેને લઈને હવે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મોટો ખુલાસો કર્યો છે.
ટ્વિટ કરતાં હર્ષ સંઘવીએ લખ્યું કે, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનું વધુ એક કારનામું સામે આવ્યું છે. ગુજરાતમાં પાર્ટીના એક નેતાએ નકલી ED ટીમ બનાવી અને તેનો કેપ્ટન બની લોકોને લૂંટ્યા! કચ્છમાં પકડાયેલ નકલી ED ટીમ કમાન્ડર ગુજરાતનો આમ આદમી પાર્ટીનો નેતા હોવાનું બહાર આવ્યું છે. આ છે કેજરીવાલના શિષ્યોના કુકર્મોનો ખરો પુરાવો!
નકલી EDની ટીમ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી પર જોરદાર પ્રહારો કર્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ AAP નેતા અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરતા ખળભળાટ મચ્યો છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પર નિશાન સાધતાં સાથે તેમણે આરોપી અબ્દુલ સતારના અરવિં કેજરીવાલ, ઇસુદાન ગઢવી અને મનોજ સોરઠિયા સાથેની તસવીરો પણ શેર કરી છે.
જાણો શું હતો મામલો
કચ્છમાંથી નકલી એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ઈડી) અધિકારીઓની ટીમ ઝડપાઈ હતી. આ નકલી ઈડીની ટીમ મોટા વેપારી અને ઉદ્યોગપતિઓને ધમકાવી તોડ કરતા હોવાની જાણકારી મળી હતી. જેમાં પૂર્વ કચ્છ એલસીબી અને એ ડિવિઝન પોલીસ દ્વારા નકલી ઈડીની ગેંગના આઠથી વધુ શખસોને ઝડપી પાડ્યા હતા. કચ્છના ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ઈડીના નકલી અધિકારીઓ વેપારીઓ ઉદ્યોગપતિઓને શિકાર બનાવતા હતા.