રખિયાલમાં એક વર્ષ જૂની અદાવતમાં પરિવાર પર હુમલો, પોલીસે સગીર સહિત 7 આરોપીઓ ઝડપ્યા
ભાવેશસિંહ રાજપુત, અમદાવાદ
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં હાલમાં જ અસામાજિક તત્વોના આતંકની બનેલી ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું હતું, એવામાં અમદાવાદનાં પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોના આતંકની ઘટના બની છે. રખિયાલમાં એક વર્ષ પહેલાની અદાવતમાં એક યુવક પર હથિયારો સાથે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ગુંડા તત્વોએ યુવકનો ઘર સુધી પીછો કર્યા બાદ તલવારો, લાકડીઓ, અને પથ્થરો દ્વારા હુમલો કર્યો હતો, જોકે પોલીસ ગણતરીની મીનીટોમાં સ્થળ પર પહોંચતા યુવકનો જીવ બચી ગયો હતો.
અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલી અજીત રેસિડેન્સીમાં સલમાન પઠાણ નામનો યુવક પરિવાર સાથે રહે છે. જે યુવક અગાઉ બાપુનગરમાં સુંદરમનગરમાં ભાડે રહેતો હતો, જ્યાં તેની પાડોશમાં અફવાત સિદ્દીકી અને અન્ય આરોપીઓ રહેતા હતા, આરોપીઓ રસ્તો દબાવીને મકાન બનાવતા હોવાથી એક વર્ષ પહેલા ફરિયાદી સલમાન પઠાણ અને આરોપીઓ વચ્ચે ઝધડો થયો હતો, જે અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. જેની અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો હતો.
સોમવારે રાતનાં સમયે સલમાન પઠાણ એક લગ્ન પ્રસંગમાં રખિયાલ ગયો હતો, જ્યાથી બહાર નીકળતા સમયે અજીમ સિદ્દીકીના પરિવારના 4 શખ્સોએ તેનો પીછો કર્યો હતો. અજીત રેસિડેન્સી પાસે સલમાન પહોંચતા અફનાન નામના યુવકે તેના પર છરીથી હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત સલમાને ઘરે આવીને પરિવારને આ અંગે જાણ કરી હતી, જે દરમિયાન સલમાન પર હુમલો કરનારા શખ્સો તેના ઘર સુધી પહોંચી ગયા હતા. 10 થી 15 શખ્સો જેમાં ફહીમ સિદ્દીકી, અફવાન સિદ્દીકી, તોફીક સિદ્દીકી, આમીર, અજીમ સિદ્દીકી, જાવેદ પઠાણ, અદનાન સિદ્દીકી સહિતના શખ્સો હાથમાં તલવાર, ચપ્પુ, દંડા સહિતના હથિયારો લઈને આવ્યા અને સલમાનના ઘરે પથ્થરમારો કર્યો હતો.
આરોપીઓએ ભેગા મળી હથિયારો સાથે સલમાન અને તેના પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો, જે સમગ્ર ઘટનાના આસપાસના લોકોએ વીડિયો બનાવ્યા હતા, તેમજ સોસાયટીમાં લાગેલા સીસીટીવીમાં ઘટના કેદ થઈ હતી. આ મામલે રખિયાલ પોલીસે ત્વરીત કાર્યવાહી કરી ગુનામાં સામેલ અફવાત સિદ્દીકી, અશરફ પઠાણ, અમ્મર સિદ્દીકી, કાલિમ સિદ્દીકી, અજીમ સિદ્દીકી, જાવેદ પઠાણ સહિત એક સગીરની કરી ધરપકડ કરી છે. જોકે ફરાર આરોપીઓને પકડવા ટીમો કામે લગાડવામાં આવી છે.
મહત્વનું છે કે જાહેરમાં તલવારો સહિતના હથિયાર સાથે આતંક મચાવવામાં આવતા ફરી એક વાર શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો, એવામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી ઘટના સ્થળે લઈ જઈ રીકંસ્ટ્રક્શન કર્યું હતું. તેવામાં આ આરોપીઓની તપાસ બાદ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓના નામ સામે આવી શકે છે, તેમજ લગ્ન પ્રસંગમાં એવુ તો શું બન્યું કે આરોપીઓ હથિયાર લઈને ફરિયાદીના ઘર સુધી પહોંચી ગયા તેની તપાસ શરૂ કરાઈ છે. હવે પોલીસ તપાસમાં શું ખુલાસા થાય છે તે જોવું રહ્યું...
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats