PM કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા ખેડૂતોએ 31 જુલાઇ પહેલા કરવું પડશે આ કામ

રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓને અત્યાર સુધી ઈ-કેવાયસી તથા બેંક ખાતાનુ આધાર સીડીંગ – ડીબીટી એનેબલ કરાવવાનું બાકી હોય તે તમામ લાભાર્થીઓએ તે સત્વરે પૂર્ણ કરવાનું રહેશે, તેમ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે.

image
X
ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં રજીસ્ટર થયેલા ખેડૂત લાભાર્થીઓ માટે 17માં હપ્તાના ચૂકવણા માટે લાભાર્થીઓની ચકાસણીની કાર્યવાહી આગામી 31મી  જુલાઇ સુધી ચાલુ છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા 13માં હપ્તાથી બેંક ખાતાનું આધાર સીડિંગ – ડીબીટી એનેબલ કરાવવું તેમજ 15માં હપ્તાથી ઈ-કેવાયસી કરાવવું ફરજીયાત કરવામાં આવ્યું છે. રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓને અત્યાર સુધી ઈ-કેવાયસી તથા બેંક ખાતાનુ આધાર સીડીંગ – ડીબીટી એનેબલ કરાવવાનું બાકી હોય તે તમામ લાભાર્થીઓએ તે સત્વરે પૂર્ણ કરવાનું રહેશે, તેમ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે.

 ખેડૂતો જુદી-જુદી ચાર પધ્ધતિઓ દ્વારા ઈ-કેવાયસી પૂર્ણ કરી શકશે. ગ્રામસેવક અને વિલેજ નોડલ ઓફીસરનો સંપર્ક કરીને પીએમ કિસાન મોબાઇલ એપ્લિકેશન પરથી ફેસ ઓથેન્ટીકેશન દ્વારા ઈ-કેવાયસી કરી શકાય છે. સાથે જ જે લાભાર્થીઓના મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લીંક છે, તે ખેડૂત લાભાર્થીઓ ઘરે બેઠા પીએમ કિસાન પોર્ટલ પર અથવા મોબાઈલ પર OTP મોડ દ્વારા ઈ-કેવાયસી ખૂબ જ સરળતાથી કરી શકશે. આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લીંક ન હોય તો ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેંકની મદદથી મોબાઈલ નંબર લીંક કરાવી મોબાઈલ પર OTP મોડ દ્વારા પીએમ કિસાન પોર્ટલ પર ઈ-કેવાયસી કરી શકાય છે. આ ઉપરાંત નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર અને ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે લાભાર્થી રૂ. 15 ચાર્જ ચૂકવીને બાયોમેટ્રિક ઓથેન્ટીફીકેશન દ્વારા પણ ઈ-કેવાયસી કરાવી શકે છે. 

31 જુલાઇ પહેલા ઇ-કેવાયસી કરવું પડશે 
ખેડૂત લાભાર્થીઓએ લાભાન્વિત બેંક ખાતામાં આધાર સીડીંગ-ડીબીટી એનેબલ કરાવવા માટે બેંકમાં આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહી આધાર સીડીંગ અને ડીબીટી એનેબલ કરાવી લેવાનું રહેશે. આ ઉપરાંત આધાર સીડીંગ કરાવેલા બેંક ખાતામાં ડાયરેક્ટ બેનેફીટ ટ્રાન્સફર એટલે ડીબીટી એનેબલ કરવા માટેનું ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ બાંહેધરી આપી ડીબીટી એનેબલ ફરજીયાત કરવાનું રહેશે. 

આ પ્રક્રિયા સિવાય લાભાર્થી ગામની અથવા નજીકની પોસ્ટ ઓફીસ ખાતે આધાર કાર્ડ સાથે ઉપસ્થીત રહી ઈન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં આધાર સીડીંગ-ડીબીટી એનેબલ સાથેનું નવું ખાતુ ખોલાવી શકે છે. તમામ હપ્તા નિરંતર મળી રહે તે માટે બાકી લાભાર્થીઓએ ઇ-કેવાયસી તથા બેંક ખાતાનું આધાર સીડીંગ – ડીબીટી એનેબલ આગામી  31  જુલાઇ પહેલા પૂર્ણ કરવા વધુમાં જણાવવું છે. 

Recent Posts

કોઈનો શ્વાસ રૂંધાયો તો કોઈના હાડકા તૂટ્યા, હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ નાસભાગમાં ફસાયેલા લોકોએ જણાવી આપવીતી

અમેરિકાથી ડિપોર્ટ થયેલા બે યુવકોની પટિયાલા પોલીસે કરી ધરપકડ, જાણો શું છે મામલો

નાણાંકીય શિસ્તમાં ગુજરાતનો ડંકો, 21 મોટા રાજ્યોને પાછળ છોડી જાહેર દેવામાં ઘટાડામાં પ્રથમ ક્રમે

કચ્છ: મતદાન પ્રક્રિયા અંગે રાપરના MLA વિરેન્દ્રસિંહ જાડેજાનું મોટું નિવેદન, કોંગ્રેસના નેતા પર લગાવ્યા ગંભીર આરોપ

ભાગદોડ કેમ થઈ? સીડીઓ પર શું પરિસ્થિતિ હતી અને રેલ્વે અધિકારીઓ ક્યાં હતા? તપાસ ટીમે પુરાવા કર્યા એકત્રિત

'એલોન મસ્ક મારા બાળકના પિતા', ઇન્ફ્લુએન્સરનો દાવો; મસ્કે આપ્યો આ જવાબ

પ્રયાગરાજમાં ભારે ટ્રાફિક જામ, જિલ્લાની સરહદો પર વાહનોની અનેક કિલોમીટર લાંબી લાગી લાઇન

નર્મદાના રિક્ષાચાલકની આદિવાસી દીકરીએ ઉત્તરાખંડમાં જીત્યો બ્રોન્ઝ મેડલ, રાજપીપળામાં થયું ભવ્ય સ્વાગત

ભાવનગર: સિહોર તાલુકાની GIDC-1માં આવેલ રોલિંગ મિલમાં બ્લાસ્ટ, ચાર શ્રમિકો ગંભીરરીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર કામ કરતાં કુલીએ જણાવ્યું ઘટના અંગે, કહ્યું- અમે ઓછામાં ઓછા 15 મૃતદેહો ઉપાડ્યા અને એમ્બ્યુલન્સમાં મૂક્યા