લોડ થઈ રહ્યું છે...

વડોદરામાં ફાયરબ્રિગેડનું ટેન્કર પલટ્યું, યુવતીનો આબાદ બચાવ, જુઓ વીડીયો

વડોદરા શહેરના ડભોઇ રોડ ખાતે ફાયર બ્રિગેડનું પાણી ભરેલું ટેન્કર રસ્તા વચ્ચે પલ્ટી ખાઈ જતા અકસ્માત થયો હતો. જેમાં ફાયર બ્રિગેડના ટેન્કર ચાલકે એક સ્કૂટર પણ અડફેટે લીધું હતું. જો કે યુવતીનો આબાદ બચાવ થયો છે.

image
X
વડોદરા શહેરમાં ગઇકાલે ભયંકર અકસ્માત સર્જાયો હતો. ફાયર બ્રિગેડનું ટેન્કર ફૂલ સ્પીડમાં હતું અને અચાનક જ રસ્તા વચ્ચે પલ્ટી ગયું. જેના કારણે એક યુવતીનો આ અકસ્માતમાં આબાદ બચાવ થયો છે.
જુઓ વીડિયો

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરામાં ડભોઇ રોડ પર ફાયરબ્રિગેડનું ટેન્કર ફૂલ સ્પીડમાં આવી રહ્યું હતું અને અચાનક જ પલટી ગયું હતું. જેમાં એક યુવતી માંડ-માંડ બચી છે. જ્યારે અન્ય બે યુવકોનો પણ આબાદ બચાવ થયો છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ અકસ્માતને પગલે ટ્રાફિકજામ થઇ ગયો હતો. અને રસ્તા પર પાણી તથી ડીઝલની રેલમછેલ થઇ ગઇ હતી. આ બનાવની જાણ સ્થાનિક ફાયર સ્ટેશન ઓફીસરને થતાં ફાયરના અધિકારી અમિત ચૌધરી સ્થળ ઉપર પહોંચી ગયા હતા. 
અકસ્માત બાદ ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો
અકસ્માત સર્જીને ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો. અકસ્માત બાદ ટેન્કરનો  ડ્રાઇવર બહાર આવીને તરત જ ભાગી જાય છે. જ્યારે તેની સાથે રહેલા ફાયર ઓફિસરને લોકોએ ઝપડી પાડ્યા હતા અને પકડીને દુકાનમાં બેસાડી દીધા હતા. આ બનાવ અંગે સ્થાનિક પોલીસને પણ જાણ કરાતા પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા અને લોકોમાં ટેન્કરના ડ્રાઇવર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોએ આક્ષેપ કર્યો હતો કે, ડ્રાઇવરનો વાંક છે અને વળાંક પર ટર્ન મારતા ટેન્કર પલટી ખાઈ ગઈ હતી.

Recent Posts

UIDAIના નવા વડા બન્યા IAS ભુવનેશ કુમાર, જાણો શું છે મામલો

જૂનાગઢમ: ગેસ ગળતરની દુર્ઘટનામાં બે શ્રમિકના કમકમાટી ભર્યા મોત

મહેસાણા: માતાએ ધોરણ-3માં ભણતી દીકરી સાથે નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી

RCB vs PBKS: નેહલ વાઢેરાની બેટિંગ સાથે પંજાબ કિંગ્સે RCBને પાંચ વિકેટથી હરાવ્યું

Gujarat Congress સંગઠન સુદ્રઢ કરવા રાહુલ ગાંધી મક્કમ! ટૂંક સમયમાં શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખની થશે નિયુક્તિ

અમિત શાહનો દ્રઢ સંકલ્પ: "2026 સુધીમાં નક્સલવાદને જડમૂળથી ઉખેડી નાંખશું"

Rajkot Padminiba Controversy: ક્ષત્રિય આંદોલનનાં મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર સહિત 5 સામે હનીટ્રેપની ફરિયાદ, જાણો સમગ્ર મામલો

ગુજરાતમાં વ્યવસાય વેરો યથાવત, નાબૂદીની વાતો બસ માત્ર અફવા! સરકારના સત્તાવાર વર્તુળોએ કરી સ્પષ્ટતા

Vadodara: વડોદરાના સાવલીમાં દુષ્કર્મના આરોપીને પોક્સો કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

Top News| હાઈકોર્ટના મમતા સરકારને નિર્દેશ | tv13 gujarati