પંજાબી સિંગર AP Dhillon ના ઘરે ફાયરિંગ, સલમાન ખાન સાથેની દોસ્તી પર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ આપી ધમકી

પ્રખ્યાત ગાયક એપી ધિલ્લોનના ઘરની બહાર ઝડપી ફાયરિંગની ઘટના સામે આવી છે. રોહિત ગોદારા (લોરેન્સ બિશ્નોઈ ગેંગ)એ આની જવાબદારી લીધી છે. વાયરલ પોસ્ટમાં સલમાન ખાનનું નામ પણ લખવામાં આવ્યું છે.

image
X
'બ્રાઉન મુંડે...', 'સમર હાઈ...' ફેમ સિંગર એપી ધિલ્લોન વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. જાણીતા સિંગરના ઘરની બહાર  ગોળીબાર થયો હતો. સિંગરનું ઘર કેનેડાના વાનકુવરમાં છે. આ ઘટનાએ સૌને આઘાતમાં મૂકી દીધા છે. જો કે, આ ઘટના 1 સપ્ટેમ્બરના રોજ બની હતી, જેની માહિતી હવે પ્રાપ્ત થઈ છે. અજાણ્યા હુમલાખોરોએ તેમના ઘરની બહાર આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગના રોહિત ગોદારાએ લીધી છે. એક વાયરલ પોસ્ટ દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે. 

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેનેડામાં એપી ધિલ્લોનના ઘરની બહાર થયેલા હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈની ગેંગના રોહિત ગોદારાએ લીધી છે. ફેસબુક પર પોસ્ટ કરવામાં આવ્યું હતું કે - બધા ભાઈઓને રામ રામ જી. 1 સપ્ટેમ્બરની રાત્રે, અમે કેનેડામાં બે સ્થળોએ ગોળીબાર જોયો, જેમાંથી એક વિક્ટોરિયા આઇલેન્ડ અને વુડબ્રિજ ટોરોન્ટો છે. હું, રોહિત ગોદારા (લૌરેશ બિશ્નોઈ ગ્રુપ) આની જવાબદારી લઈએ છીએ. "વિક્ટોરિયા આઇલેન્ડનું ઘર એપી ધિલ્લોનનું છે. એ મોટી ફિલિંગ લઈ રહ્યો છે. સલમાન ખાનને પોતાના સોંગમાં લઈ ને તમે લોકો જે અંડરવર્લ્ડ જીવનની નકલ કરો છો, અમે ખરેખર તે જીવન જીવી રહ્યા છીએ. હદમાં રહો નહિતર માર્યા જશો. 
 
વાયરલ ફેસબુક પોસ્ટ
સુરક્ષા એજન્સીએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. ફાયરિંગની હકીકતો જાણવામાં આવી રહી છે. જો કે કેનેડા પોલીસે આ મામલે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી. આ પહેલા પણ ગોલ્ડી-લોરેન્સ ગેંગે થોડા મહિના પહેલા સિંગર ગિપ્પી ગ્રેવાલના વિદેશી ઘર પર ફાયરિંગ કર્યું હતું.

સલમાનના ઘરે પણ ફાયરિંગ થયું હતું
તાજેતરમાં જ સલમાન ખાન સાથે એપી ધિલ્લોનનું એક ગીત - ઓલ્ડ મની રિલીઝ થયું હતું. ગીત રિલીઝ થયાને માત્ર ત્રણ અઠવાડિયા જ થયા છે. આ ગીતને ઘણી લોકપ્રિયતા મળી હતી. તેને યુટ્યુબ પર એક કરોડથી વધુ વ્યુઝ મળ્યા છે. આ ગીત ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે.

સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીઓ મળી ચુકી છે. થોડા મહિના પહેલા બાઇક પર આવેલા હુમલાખોરોએ વહેલી સવારે સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ગોળીબાર કર્યો હતો. આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા. લોરેન્સ બિશ્નોઈ ગ્રુપે પણ એક વાયરલ ફેસબુક પોસ્ટ દ્વારા આ હુમલાની જવાબદારી લીધી હતી. આ પછી સલમાનની સુરક્ષા વધુ કડક કરવામાં આવી હતી.  

Recent Posts

ગાંધીનગરના દહેગામ ખાતે ગણેશ વિસર્જન સમયે 10 ડૂબ્યા, 5ના મૃતદેહ મળ્યા

અંક જ્યોતિષ/ 14 સપ્ટેમ્બર 2024 : જાણો આજે તમારો લકી નંબર કયો અને શુભ રંગ કયો રહેશે?

આજનું રાશિફળ/ 14 સપ્ટેમ્બર 2024 : આ રાશિના જાતકો માટે આજનો દિવસ લાવશે સારા સમાચાર, જાણો તમારું રાશી ભવિષ્ય

આજનું પંચાંગ/ 14 સપ્ટેમ્બર 2024 : આજના દિવસે કઈ તિથિ અને કયા નક્ષત્ર રહશે? જાણો દિવસના શુભ અને અશુભ યોગ

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડશે મેટ્રો, સમયની પણ થશે બચત, જાણો કેટલું ચુકવવું પડશે ભાડું

દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન ગુજરાતમાં દોડશે, PM મોદી બતાવશે લીલી ઝંડી

શિમલા પછી મંડીમાં મસ્જિદ પર હંગામો, આજે હજારો હિન્દુઓ વિરોધમાં આવ્યા બહાર

PM મોદીના જન્મદિવસ પર અજમેર શરીફ દરગાહમાં પીરસવામાં આવશે લંગર, ખાસ પ્રાર્થના પણ કરાશે

અરવિંદ કેજરીવાલને આ શરતો પણ મળ્યાં છે જામીન, જાણો કયા કામ નહીં કરી શકે

વકફ બિલના સમર્થન માટે અનોખી રીત, ગણેશ પંડાલોમાં લગાવાવમાં આવ્યા પોસ્ટર અને સ્કેનર