સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરીત્ર પર પ્રથમ વખત ગુજરાતી ફિલ્મ 'મેન ઓફ સ્ટીલ: સરદાર' રીલીઝ માટે તૈયાર
મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ આ બન્ને મહાન વિભૂતિઓ ગુજરાતની આગવી ઓળખ છે. ગુજરાતમાં જ વિશ્વની સૌથી ઉંચી (182 મીટર) સરદાર સાહેબની પ્રતિમા આજે વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર બની ચુકી છે. સોમનાથ જીર્ણોદ્ધાર, જુનાગઢને પાકિસ્તાનમાં ભેળવી દેવાના તત્કાલીન નવાબના નિર્ણય સામે જુનાગઢને બચાવવાથી શરૂ કરીને ભારત દેશને આઝાદી અપાવવામાં સરદાર વલ્લભભાઈ પટેલનો ખુબ મોટો ફાળો છે.
નવી પેઢી સરદાર સાહેબને વધુ જાણે તે હેતુથી ઉપરોક્ત તમામ વાતોને સુંદર અને રસપ્રદ રીતે સાંકળી 'મેન ઓફ સ્ટીલ: સરદાર' શિર્ષક હેઠળ પહેલી જ વખત એક મજબૂત ગુજરાતી ફિલ્મ આગામી સપ્ટેમ્બર મહીનામાં રીલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મનું ટીઝર અને ટ્રેલર પણ ખુબ જ ટુંક સમયમાં રીલીઝ કરવામાં આવશે.
રંગભૂમિ, ટેલીવિઝન અને ફિલ્મોના જાણીતા લેખક - દિગ્દર્શક મીહીર ભૂતાએ જ આ ફિલ્મના લેખન અને દિગ્દર્શનની બેવડી જવાબદારી ખુબ સુંદર રીતે નિભાવી છે. આ ફિલ્મ ના નિર્માતા છે મયુર કે. બારોટ છે. સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા પછી હવે પહેલી વખત આ જ વિષય પર ગુજરાતી ફિલ્મ રીલીઝ માટે તૈયાર છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats