લોડ થઈ રહ્યું છે...

ગૌમાતા પોષણ યોજના અંતર્ગત 26 હજારથી વધુ પશુઓ માટે રૂ. 7.13 કરોડની સહાય ચૂકવાઈ

ગૌમાતા પોષણ યોજના અંતર્ગત વધુ 16 ગૌશાળા-પાંજરાપોળના 26 હજારથી વધુ પશુઓ માટે રૂ. 7.13 કરોડની સહાય ચૂકવાઈ. વર્ષ 2024-25ના પ્રથમ તબક્કામાં અત્યાર સુધીમાં કુલ 1471 ગૌશાળા-પાંજરાપોળના 4.40 લાખથી વધુ પશુઓના નિભાવ માટે રૂ. 120 કરોડથી વધુની સહાય અપાઈ.

image
X
મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રાજ્યની ગૌશાળાઓ અને પાંજરાપોળોને પશુ નિભાવ સહાયની ચૂકવણી કરવા માટે ગાંધીનગર ખાતે રાજ્ય સમિતિની બીજી બેઠક મળી હતી. આ બેઠકમાં વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ તબક્કામાં એટલે કે, એપ્રિલ-૨૦૨૪ થી જૂન-૨૦૨૪ માટે રાજ્યની વધુ ૧૬ ગૌશાળા અને પાંજરાપોળને પશુ નિભાવ માટે સહાય ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી આ ગૌશાળા અને પાંજરાપોળના આશરે ૨૬,૦૦૦થી વધુ પશુઓ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૭.૧૩ કરોડની સહાય ચૂકવવામાં આવી છે, તેમ ગૌસેવા આયોગની અખબારી યાદીમાં જણાવાયું છે.

આ યોજના અંતર્ગત રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ તબક્કા હેઠળ અત્યાર સુધીમાં રાજ્યની ૧,૪૭૧ ગૌશાળા-પાંજરાપોળના આશરે ૪.૪૦ લાખથી વધુ પશુઓના નિભાવ માટે કુલ રૂ. ૧૨૦ કરોડથી વધુની સહાય DBTના માધ્યમથી સીધી સેવાભાવી સંસ્થાઓના ખાતામાં ચૂકવવામાં આવી છે. જેના પરિણામે રાજ્યની તમામ ગૌશાળા અને પાંજરાપોળને પશુ નિભાવ માટે સહાય આપી, આર્થિક રીતે મદદરૂપ થવાનો રાજ્ય સરકારનો ઉદ્દેશ ખરા અર્થમાં ચરિતાર્થ થઈ રહ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શક નેતૃત્વ તેમજ પશુપાલન મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં રૂ. ૫૦૦ કરોડના પ્રાવધાન સાથે ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’ શરુ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત રાજ્યની ગૌશાળા કે પાંજરાપોળ દ્વારા ગાય અને ભેંસ વર્ગના પશુઓનો નિભાવ કરવામાં આવતો હોય, તેવી સેવાભાવી સંસ્થાઓને ગૌવંશના પોષણ અને નિભાવ માટે દૈનિક પશુદીઠ રૂ. ૩૦ લેખે આર્થિક સહાય આપવામાં આવે છે.

Recent Posts

જૂનાગઢમ: ગેસ ગળતરની દુર્ઘટનામાં બે શ્રમિકના કમકમાટી ભર્યા મોત

મહેસાણા: માતાએ ધોરણ-3માં ભણતી દીકરી સાથે નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી

RCB vs PBKS: નેહલ વાઢેરાની બેટિંગ સાથે પંજાબ કિંગ્સે RCBને પાંચ વિકેટથી હરાવ્યું

Gujarat Congress સંગઠન સુદ્રઢ કરવા રાહુલ ગાંધી મક્કમ! ટૂંક સમયમાં શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખની થશે નિયુક્તિ

અમિત શાહનો દ્રઢ સંકલ્પ: "2026 સુધીમાં નક્સલવાદને જડમૂળથી ઉખેડી નાંખશું"

Rajkot Padminiba Controversy: ક્ષત્રિય આંદોલનનાં મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર સહિત 5 સામે હનીટ્રેપની ફરિયાદ, જાણો સમગ્ર મામલો

ગુજરાતમાં વ્યવસાય વેરો યથાવત, નાબૂદીની વાતો બસ માત્ર અફવા! સરકારના સત્તાવાર વર્તુળોએ કરી સ્પષ્ટતા

Vadodara: વડોદરાના સાવલીમાં દુષ્કર્મના આરોપીને પોક્સો કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

Top News| હાઈકોર્ટના મમતા સરકારને નિર્દેશ | tv13 gujarati

Ahmedabad: અમદાવાદ શહેર અને ગ્રામ્ય પોલીસ વચ્ચે પોસ્ટર વોર, હદના વિવાદે પકડ્યું જોર!