સુરતના મિત્રોને સેલવાસમાં નડ્યો અકસ્માત, કારનો કચ્ચરઘાણ વળી ગયો, 4ના મોત

સેલવાસના દૂધની રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. અકસ્માતની આ ઘટનામાં કારમાં સવાર સુરતના પાંચ પૈકી ચાર મિત્રોના ઘટનાસ્થળે જ મોત થયા છે.

image
X
દાદરા નગર હવેલીના દૂધની નજીક ગંભીર અકસ્માતની ઘટના બની છે.  કાર પલટી મારી જતા ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. સુરતના મિત્રો દૂધની તરફ આવી રહ્યા હતા આ સમયે અકસ્માતની ઘટના બની હતી. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી નીચે ખાબકી હતી. એક સાથે ચાર લોકોના મોતથી સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે. 

સુરતના પાંચ મિત્રો કાર લઇને દાદરા નગર હવેલીના દૂધની પ્રવાસે ગયા હતા. દૂધનીનો પ્રવાસ પૂર્ણ કરીને તેઓ પરત સુરત તરફ આવી રહ્યાં હતા ત્યારે ખાનવેલ તરફ જતી વખતે કારના ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. ચાલકે મોટી દુર્ઘટના ટાળવા માટે કારને પથ્થર સાથે અથડાવી દીધી હતી. જોકે પથ્થર સાથે અથડાયા બાદ કાર પલટી મારી ગઇ હતી. અકસ્માતના પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા. બનાવ અંગે પોલીસ અને 108ની ટીમને જાણ કરી હતી.
અકસ્માતની આ ઘટનામાં ચાર યુવકોને ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. મૃતકોમાં સંજય ચંદુ ગજ્જર, હસમુખ માગોકિયા, હરેશ વડોહડિયા અને સુજીત પુરુષોત્તમ કલાડિયાનો સમાવેશ થાય છે જ્યારે સુનીલ કાલિદાસ નિકુડે ઇજાગ્રસ્ત થયો છે તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. પોલીસે ચાર મૃતદેહોને પીએમ અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Recent Posts

Ahmedabad: રામોલમાં કુખ્યાત ગુનેગારે જાહેરમાં કરી યુવકની હત્યા, આરોપીની તપાસમાં અનેક ખુલાસા

પુત્રવધુની હત્યા કરી આકસ્મિક મોતમાં ખપાવનાર સાસુને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી, જાણો શું હતો મામલો

ગુજરાતમાં ગેંગવોર થતા અટકી, ભાઈની હત્યાનો બદલો લેવા હથિયારો લઈને ફરતા બે ગુનેગાર ઝડપાયા

ખ્યાતિકાંડમાં ડાયરેક્ટર રાજશ્રી કોઠારીની પોલીસે કરી ધરપકડ, મુખ્ય આરોપી કાર્તિક પટેલ હજુ પણ ફરાર

રાજસ્થાનનાં વેપારીને હનીટ્રેપમાં ફસાવી તોડ કરનાર ટોળકીનો સાગરીત ઝડપાયો, અનેક વેપારીઓને ફસાવ્યા હોવાનો ખુલાસો

નકલી ED રેડ કેસ મામલે રાજકારણ ગરમાયું, ઇસુદાન ગઢવીએ હર્ષ સંઘવીને આપ્યો સણસણતો જવાબ

Ahmedabad/ચેતજો... શેર માર્કેટમાં મોટો નફો કમાવાની લાલચમાં સિનિયર સિટીઝને ગુમાવ્યા 1.84 કરોડ, ગઠિયાએ આ રીતે પડાવ્યા પૈસા

ગાંધીનગરની ગોસિપ

જેલમાંથી છૂટ્યા બાદ અલ્લુ અર્જુને આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો ફેન્સને શું આપ્યો મેસેજ

Open AIનો પર્દાફાશ કરનાર ભારતીય એન્જિનિયર સુચિર બાલાજીનું નિધન, જાણો એલોન મસ્કે શું આપી પ્રતિક્રિયા