હાલોલ વડોદરા રોડ પર ગમખ્વાર અકસ્માત, એકસાથે 5 વાહનો અથડાતા 2ના મોત

વડોદરા-હાલોલ રોડ પર 5 વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 2 લોકોનાં મોત થયા છે જ્યારે ઇકો કાર અને રીક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

image
X
રાજ્યમાં દરરોજ થતા અકસ્માતની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થતો જાય છે. રોડ અકસ્માતમાં અનેક નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે. આજે પણ હાલોલ વડોદરા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એક સાથે 5 વાહનો વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 2 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થઇ ગયા છે. જ્યારે 4 લોકોને ગંભીર ઇજા થઇ છે. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામ થઇ ગયો હતો. હાલોલ-વડોદરા માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. 

હાલોલ-વડોદરા હાઇવે પર થયેલા અકસ્માતમાં એક સાથે 5 વાહનો અથડાયા હતા. જેમાં ઇકો કાર અને રીક્ષાનો ગાડીઓનો કચ્ચરઘાણ થઇ ગયો હતો. જેના કારણે ગાડીમાં જ ચગદાઇ જવાથી 2 લોકોના મોત થયાં છે.  પ્રાપ્ત વિગતો અનુસાર જરોદ ગામના નરેશભાઇ ભીમજીભાઇ ડોડિયા તેમની પત્ની સાથે ઇકો કાર લઇને નીકળ્યાં હતા. રોડ ક્રોસ કરતી વખતે જ અકસ્માત થતા દંપતીનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયું હતું. 
હેવી લોડર ટ્રક, પાણીનુ ટેન્કર, ઈકો કાર, રિક્ષા અને કિયા કાર આમ પાંચ વચ્ચે અકસ્માત થયો હતો. ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઊમટી પડ્યા હતા. તેમજ જરોદ પોલીસ, ફાયર બ્રિગેડ સહિતે બચાવ કામગીરી હાથ ધરી છે. અકસ્માત થતા વાહનોની લાંબી કતારો લાગી છે. અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો છે. હાલ હાલોલ-વડોદરા ટોલ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. 2 વ્યક્તિ ફસાઈ હોવાની માહિતી વડોદરા ફાયર એન્ડ ઇમર્જન્સી વિભાગને કરવામાં આવી હતી.

Recent Posts

ગાંધીનગરના દહેગામ ખાતે ગણેશ વિસર્જન સમયે 10 ડૂબ્યા, 5ના મૃતદેહ મળ્યા

અંક જ્યોતિષ/ 14 સપ્ટેમ્બર 2024 : જાણો આજે તમારો લકી નંબર કયો અને શુભ રંગ કયો રહેશે?

આજનું રાશિફળ/ 14 સપ્ટેમ્બર 2024 : આ રાશિના જાતકો માટે આજનો દિવસ લાવશે સારા સમાચાર, જાણો તમારું રાશી ભવિષ્ય

આજનું પંચાંગ/ 14 સપ્ટેમ્બર 2024 : આજના દિવસે કઈ તિથિ અને કયા નક્ષત્ર રહશે? જાણો દિવસના શુભ અને અશુભ યોગ

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડશે મેટ્રો, સમયની પણ થશે બચત, જાણો કેટલું ચુકવવું પડશે ભાડું

દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન ગુજરાતમાં દોડશે, PM મોદી બતાવશે લીલી ઝંડી

શિમલા પછી મંડીમાં મસ્જિદ પર હંગામો, આજે હજારો હિન્દુઓ વિરોધમાં આવ્યા બહાર

PM મોદીના જન્મદિવસ પર અજમેર શરીફ દરગાહમાં પીરસવામાં આવશે લંગર, ખાસ પ્રાર્થના પણ કરાશે

અરવિંદ કેજરીવાલને આ શરતો પણ મળ્યાં છે જામીન, જાણો કયા કામ નહીં કરી શકે

વકફ બિલના સમર્થન માટે અનોખી રીત, ગણેશ પંડાલોમાં લગાવાવમાં આવ્યા પોસ્ટર અને સ્કેનર