ગાંધીનગર: ફિલ્મફેર એવોર્ડ માટે ગુજરાત બન્યું ડેસ્ટિનેશન પાર્ટનર, Filmfare Award માટે કરાયા MOU
ગુજરાતી ફિલ્મો માટે રાજ્ય સરકારે પારિતોષિક જાહેર કર્યા હતાં. 40 કેટેગરી માટે પારિતોષિક અને પ્રોત્સાહક રકમ જાહેર કરવામાં આવી હતી. વર્ષ 2023માં આવેલી ગુજરાતી ફિલ્મો માટે પારિતોષિક જાહેર કરવામાં આવ્યાં હતાં. હવે રાજ્ય સરકારે ફરીવાર ફિલ્મફેરનુ આયોજન કર્યું છે. અગાઉ ગિફ્ટ સિટી ખાતે 69મા ફિલ્મફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની સફળતા બાદ ફરી એક વાર 70મા ફિલ્મફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બોલિવૂડ એક્ટર વિક્રાંત મેસી અને કરણ જૌહર ઉપસ્થિત રહ્યા હતાં.
સરકાર અને ફિલ્મફેર વચ્ચે MoU કરવામાં આવ્યાં
ગુજરાતમાં ફિલ્મફેર એવોર્ડના આયોજન માટે રાજ્ય સરકાર અને ફિલ્મફેર વચ્ચે MoU કરવામાં આવ્યાં છે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં MoU કરવામાં આવ્યાં છે. આ પ્રસંગે બોલિવૂડ એક્ટર વિક્રાંત મેસીએ કહ્યું હતુ કે, આમતો હું વડોદરામાં રહેતો હતો. અમદાવાદ અને વડોદરામાં મારા ઘણા દોસ્તો છે. મને જ્યારે પણ સમય મળે ત્યારે હું અહીં આવું છું. મને મારો પ્રથમ ફિલ્મફેર પણ ગિફ્ટ સિટીમાં યોજાયેલા ફિલ્મફેરમાં મળ્યો હતો.ફિલ્મ પ્રોડ્યુસર કરણ જોહરે કહ્યું હતુ કે, ફિલ્મફેર સંદર્ભે પ્રથમ વખત મને પહેલો એવોર્ડ મળ્યો હતો. હું ટેન્શનમાં હતો અને મારા પીતાએ કહ્યું હતું કે ગાયત્રી મંત્ર બોલ અને તને એવોર્ડ મળશે.ફિલ્મફેરનો ઈતિહાસ 70 વર્ષનો રહ્યો છે.ફિલ્મ નોમીનેશન અને એવોર્ડ અમારા માટે ખૂબ મહત્વનો છે.ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું
એન્ટરટેઈન્મેન્ટ ડેસ્ટીનેશન માટે પણ ગુજરાત માનીતુ બન્યું
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, આજે 70મા ફિલ્મફેર માટે સતત બીજી વાર આજે એમઓયુ થયા છે.રાજ્ય સરકારે ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત ફિલ્મીંગ ઈન્સેન્ટિવ સ્કીમ અને સિનેમેટિક ટુરિઝમ પોલીસી અમલમાં મુકી છે. તેના કારણે રાજ્ય ફિલ્મ ઉદ્યોગનું હબ બની રહ્યું છે. એફડીઆઈ અને બિઝનેસ ઈન્વેસ્ટમેન્ટની સાથે હવે એન્ટરટેઈન્મેન્ટ ડેસ્ટીનેશન માટે પણ ગુજરાત માનીતુ બન્યું છે. થોડા સમય પહેલા અમદાવાદમાં યોજાયેલા કોલ્ડપ્લે કોન્સર્ટથી સમગ્ર વિશ્વમાં ગુજરાતની ચર્ચાઓ છે. રાજ્ય સરકાર સિનેમેટિક ટુરિઝમને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છે. તેનો વિશ્વાસ આપતો આજનો આ પ્રસંગ છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.cm/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujaorati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats
app.com/L1eF5HL2qu51EIqrPVyoHB