લાલચ આપી બેંક ખાતા ધારકોને નેપાળ લઈ જઈ ગોંધી રાખી તેના ખાતામાં ઠગાઈના રૂપિયા મેળવતી ગેંગ ઝડપાઈ
ભાવેશસિંહ રાજપુત, અમદાવાદ
સાયબર ઠગાઈ કરતી ચાઈનીઝ ગેંગના માસ્ટર માઈન્ડ અન્ય દેશોમાં બેસીને પોતાનું નેટવર્ક ચલાવતા હોવાની વાત વારંવાર સામે આવે છે, પણ હવે અમદાવાદ સાયબર ક્રાઈમે આવી જ એક ગેંગના 6 સભ્યોને પકડી પાડ્યા છે, આ આરોપીઓ કંબોડિયા અને નેપાળથી ઓપરેટ કરતી ચાઈનીઝ સાયબર ગેંગને પકડવામાં સાયબર ક્રાઈમને સફળતા મળી છે, 6 જેટલા યુવકોને પકડી તપાસ કરતા અનેક ખુલાસા થયા છે.
અમદાવાદ સાયબર ક્રાઈમે મનન ગોસ્વામી, રાહુલ યાદવ, આરીફ સૈયદ, ગૌતમ ચૌહાણ, ચિરાગ ઢોલા અને યશ યાદવ નામના આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓમાં રાહુલ યાદવ અને આરીફ નામના શખ્સે પ્રણય ભાવસાર નામના વેપારીને તેના એકાઉન્ટમાં દુબઈથી લીગલ ફંડના પૈસા આપવાનું જણાવી તેઓનો સંપર્ક યશ યાદવ અને મનન ગોસ્વામી સાથે કરાવ્યો હતો. જે બાદમાં વેપારી પ્રણય યાદવ પાસેથી જય અંબે ગારમેન્ટ નામના બેંક એકાઉન્ટની કીટ આરીફને મોકલી હતી, જે બાદ આરીફે આ કિટ વ્હોટ્સએપ પર કંબોડિયા ખાતે હાજર મનનને મોકલી અને તેણે આ કિટ ગૌતમને આપી હતી, જે બાદ વેપારીને નેપાળ ખાતે હોટલમાં લઈ જઈ 6 દિવસ સુધી ગોંધી રાખી 48 લાખ 85 હજાર રૂપિયા જમા કરાવ્યા હતા અને બાદમાં તે રૂપિયા ચાઈનીઝ વ્યક્તિઓ સાથે મળી અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. જે અંગે સાયબર ક્રાઈમમાં ગુનો પણ નોંધાયો હતો.
અમદાવાદ સાયબર ક્રાઈમે 4 અલગ ટીમો કામે લગાડી સુરતથી આ આરોપીઓની ધરપકડ કરી છે, આરોપીઓમાં મનન ગોસ્વામી, રાહુલ યાદવ, આરીફ સૈયદ અને યશ યાદવ અમદાવાદના છે, જ્યારે ગૌતમ ચૌહાણ અને ચિરાગ ઢોલા સુરતનાં છે. આ આરોપીઓ ભેગા મળી આ રીતે બેંક એકાઉન્ટ ધારકોને દુબઈથી લીગલ ફંડ આવશે તેવુ જણાવી કાઠમંડુ નેપાળ ખાતે હોટલમાં લઈ જઈને ગોંધી રાખતા હતા અને તેનાં બેંક એકાઉન્ટમાં સાયબર ઠગાઈનાં પૈસા મેળવી તે પૈસા ચાઈનીઝ આરોપીઓનાં ખાતામાં મોકલી દેતા હતા, જેનાં માટે આરોપીઓને સારુ એવુ કમિશન મળતુ હતુ. ચાઈનીઝ આરોપીઓ દ્વારા કંબોડિયાથી ઓપરેટ થતા ડીજીટલ અરેસ્ટ, ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ટેલિગ્રામ ટાસ્ક જેવા ઠગાઈનાં રૂપિયા આ પ્રકારનાં બેંક ખાતામાં મેળવતા હતા.
આરોપીઓની તપાસ કરતા સામે આવ્યું કે તેઓએ નેપાળથી ઓપરેટ કરેલા તેમજ મળી આવેલા બેંક એકાઉન્ટો સામે 200 થી વધુ ફરિયાદો સાયબર પોર્ટલમાં નોંધાઈ છે, આ આરોપીઓ સાથે સામેલ ચાઈનીઝ ગેંગનાં સભ્યોને લઈને સાયબર ક્રાઈમે તપાસ શરૂ કરી છે, આ આરોપીઓ અલગ અલગ દેશમાં વૈભવી લાઈફ સ્ટાઈલ સાથે રહીને આ રીતે કોલ સેન્ટર ચલાવી ઠગાઈ કરતા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે, તેવામાં અત્યાર સુધીમાં હેરાફેરી કરેલા રૂપિયા અંગે તપાસ સાયબર ક્રાઈમે હાથ ધરી છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats