ગૌતમ ગંભીર બન્યા ભારતીય ટીમના હેડ કોચ, BCCIએ કરી જાહેરાત
જય શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ગંભીર સાથેનો એક ફોટો શેર કર્યો અને તેનું સ્વાગત કર્યું. તેણે લખ્યું, 'હું ખૂબ જ ખુશ છું કે હું ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરનું સ્વાગત કરી રહ્યો છું. આધુનિક સમયમાં ક્રિકેટનો ઝડપથી વિકાસ થયો છે અને ગૌતમે તેની સમગ્ર કારકિર્દી દરમિયાન વિવિધ ભૂમિકાઓમાં શાનદાર પ્રદર્શન કરીને તેને નજીકથી જોયો છે. મને પૂરો વિશ્વાસ છે કે ભારતીય ક્રિકેટને આગળ લઈ જવા માટે ગૌતમ આદર્શ વ્યક્તિ છે.
BCCIએ ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચની જાહેરાત કરી છે. રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ બાદ સમાપ્ત થયો હતો. જે બાદ ભારતીય ટીમ કોચની શોધમાં હતી. 2011નો વર્લ્ડ ચેમ્પિયન ગૌતમ ગંભીર આ રેસમાં સૌથી આગળ જોવા મળ્યો હતો. હવે BCCIએ મુખ્ય કોચ માટે ગંભીરના નામની સત્તાવાર જાહેરાત કરી છે. BCCI સેક્રેટરી જય શાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મુખ્ય કોચ વિશે માહિતી આપી હતી.
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">It is with immense pleasure that I welcome Mr <a href="https://twitter.com/GautamGambhir?ref_src=twsrc%5Etfw">@GautamGambhir</a> as the new Head Coach of the Indian Cricket Team. Modern-day cricket has evolved rapidly, and Gautam has witnessed this changing landscape up close. Having endured the grind and excelled in various roles throughout his… <a href="https://t.co/bvXyP47kqJ">pic.twitter.com/bvXyP47kqJ</a></p>— Jay Shah (@JayShah) <a href="https://twitter.com/JayShah/status/1810682123369816399?ref_src=twsrc%5Etfw">July 9, 2024</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>
જય શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ગંભીર સાથેનો એક ફોટો શેર કર્યો અને તેનું સ્વાગત કર્યું. તેણે લખ્યું, 'હું ખૂબ જ ખુશ છું કે હું ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરનું સ્વાગત કરી રહ્યો છું. આધુનિક સમયમાં ક્રિકેટનો ઝડપથી વિકાસ થયો છે અને ગૌતમે તેની સમગ્ર કારકિર્દી દરમિયાન વિવિધ ભૂમિકાઓમાં શાનદાર પ્રદર્શન કરીને તેને નજીકથી જોયો છે. મને પૂરો વિશ્વાસ છે કે ભારતીય ક્રિકેટને આગળ લઈ જવા માટે ગૌતમ આદર્શ વ્યક્તિ છે. ટીમ ઈન્ડિયા પ્રત્યેની તેની સ્પષ્ટ દ્રષ્ટિ અને તેનો વિશાળ અનુભવ તેને આ રોમાંચક અને સૌથી વધુ માંગવાળી કોચિંગ ભૂમિકાને સંભાળવા માટે સંપૂર્ણ રીતે તૈયાર કરે છે. BCCI તેને આ નવી સફર શરૂ કરવા માટે સમર્થન આપે છે.