આગામી વર્ષે અમેરિકામાં યોજાશે ગ્લોબલ પાટીદાર સમિટ
અત્યાર સુધી ગુજરાતમાં જ યોજાતી ગ્લોબલ પાટીદાર સમિટ હવે આવતા વર્ષે અમેરિકામાં યોજાશે. અમેરિકાના ફ્લોરિડાના ઓર્લાન્ડો શહેરમાં આવતા વર્ષે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં આ સમિટ યોજાશે. સામાન્ય રીતે 3-4 દિવસ માટે યોજાતી આ સમિટ અમેરિકામાં 2 દિવસ માટે યોજાશે.
‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ' હવે ખરા અર્થમાં ગ્લોબલ બનવા જઈ રહી છે. કારણ કે, આ સમિટ હવે પછીના વર્ષે અમેરિકામાં યોજાશે તેવી પાટીદારોએ જાહેરાત કરી છે. હવે વર્ષ ૨૦૨૬માં અમેરિકા ખાતે ગ્લોબલ બિઝનેસ સમિટ યોજવા નક્કી કરવામાં આવ્યુ છે. મિશન 2026 હેઠળ સરદાર ધામ પાંચ લક્ષ્ય બિંદુઓ સાથે મિશન વિઝન અને ધ્યેયો સાથે કામ કરે છે. તેનો ઉદ્દેશ્ય દર બે વર્ષે એક બિઝનેસ સમિટ યોજવાનો છે.ગામડાથી વૈશ્વિક સ્તરે વ્યવસાય કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે સરદાર પટેલ ઇન્ટરનેશનલ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન વેબસાઇટ પણ શરૂ કરવામાં આવી છે.
વર્ષ 2018 અને 2020માં ગાંધીનગર ખાતે ગ્લોબલ પાટીદાર સમિટ યોજાઇ હતી જ્યારે વર્ષ 2022માં સુરત, વર્ષ 2024માં રાજકોટ અને વર્ષ 2025માં ગાંધીનગર ખાતે આ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે આગામી વર્ષે ઓગસ્ટ મહિનામાં અમેરિકાના ફ્લોરિડાના ઓર્લાન્ડો શહેરમાં આ સિટ યોજાશે. જેમાં 1500 થી 2000 સ્ટોલ હશે. આ સમિટમાં ઇન્ટરનેશનલ બિઝનસમેન ભાગ લેશે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats