લોડ થઈ રહ્યું છે...

સોનાના ભાવે બનાવ્યો વધુ એક રેકોર્ડ, ચાંદીના ભાવ ₹1.5 લાખને વટાવી ગયા, જૂઓ આજના નવા ભાવ

image
X
દિલ્હી બુલિયન બજારમાં સોમવારે ચાંદીના ભાવ ₹7,000 નો જંગી ઉછાળો નોંધાવીને ₹1.5 લાખ પ્રતિ કિલોના નવા સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યા હતા. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર સોનાના ભાવ પણ ઝડપથી વધીને ₹119,500 પ્રતિ 10 ગ્રામના નવા વિક્રમી ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યા છે.

સોના અને ચાંદીના ભાવ પણ ફ્યુચર્સ ટ્રેડિંગમાં બનાવ્યા નવા રેકોર્ડ
આજે ફ્યુચર્સ ટ્રેડિંગમાં સોના અને ચાંદીના ભાવ પણ નવા લાઇફટાઇમ ઉચ્ચ સ્તરે પહોંચ્યા છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ઓક્ટોબર ડિલિવરી માટે સોનાનો ભાવ ₹1,204 અથવા 1.06 ટકા વધીને ₹1,14,992 પ્રતિ 10 ગ્રામના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે. ડિસેમ્બર ડિલિવરી માટે સોનાનો ભાવ ₹1,034 અથવા 0.9 ટકા વધીને ₹1,15,925 પ્રતિ 10 ગ્રામના નવા લાઇફટાઇમ ઉચ્ચ સ્તરે પહોંચ્યી ગયો છે.

ચાંદીમાં પણ વધારો જોવા મળ્યો, જે રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે. ડિસેમ્બર ડિલિવરી માટે ચાંદીનો વાયદો ₹2,290 અથવા 1.61 ટકા વધીને ₹1,44,179 પ્રતિ કિલોગ્રામના નવા ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે. તેવી જ રીતે આવતા વર્ષે માર્ચમાં ડિલિવરી માટે ચાંદીના વાયદા કરાર ₹2,559 અથવા 1.79 ટકા વધીને ₹1,45,817 પ્રતિ કિલોગ્રામના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે.