લોડ થઈ રહ્યું છે...

ખેડૂતો માટે ખુશીના સમાચાર, સરકારે ટેકાના ભાવે ખરીદી માટેની નોધણીની તારીખ લંબાઇ

મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી તા. ૧૧ નવેમ્બર સુધી લંબાવાઈ. ગુજરાતમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી લાભ પાંચમ બાદ તા. ૧૧ નવેમ્બરથી જ શરુ કરાશે. ગુજરાતના ખેડૂતો પાસેથી કુલ રૂ. ૮,૪૭૪ કરોડના મુલ્યની આશરે ૧૨.૭૮ લાખ મેટ્રિક ટન જણસીની  ટેકાના ભાવે ખરીદી કરાશે. સૌથી વધુ કુલ રૂ. ૭,૬૪૫ કરોડના મૂલ્યની ૧૧.૨૭ લાખ મેટ્રિક ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાશે

image
X
ગુજરાતના ખેડૂતોને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ અને આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતો નોંધણી કરાવી શકે તે માટે નાફેડનું ઈ-સમૃધ્ધિ પોર્ટલ તા. ૦૩-૧૦-૨૦૨૪ થી તા. ૩૧-૧૦-૨૦૨૪ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. રાજ્યનો કોઈપણ ખેડૂત ટેકાના ભાવે ખરીદીના લાભથી વંચિત ન રહી જાય તે માટે આ નોંધણી પ્રક્રિયા આગામી તા. ૧૧ નવેમ્બર, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી કુલ રૂ. ૭,૬૪૫ કરોડના મૂલ્યની ૧૧.૨૭ લાખ મેટ્રિક ટન મગફળી, રૂ. ૪૫૦ કરોડના મૂલ્યની ૯૨,૦૦૦ મેટ્રિક ટન સોયાબીન, રૂ. ૩૭૦ કરોડના મૂલ્યની ૫૦,૯૭૦ મેટ્રિક ટન અડદ અને રૂ. ૭૦ કરોડના મૂલ્યની ૮,૦૦૦ મેટ્રિક ટન મગની મળીને કુલ રૂ. ૮,૪૭૪ કરોડના મુલ્યની આશરે ૧૨.૭૮ લાખ મેટ્રિક ટન જણસીની  ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.  
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે મગફળીનો ટેકાનો ભાવ માટે રૂ. ૬,૭૮૩ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૩૫૬ પ્રતિ મણ), મગનો ટેકાનો ભાવ રૂ. ૮,૬૮૨ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૭૩૬ પ્રતિ મણ), અડદનો ટેકાનો ભાવ રૂ. ૭,૪૦૦ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૪૮૦ પ્રતિ મણ) તથા સોયાબિનનો ટેકાનો ભાવ રૂ. ૪,૮૯૨ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૯૭૮ પ્રતિ મણ) જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યના ૧૬૦ જેટલા ખરીદ કેન્દ્રો પર રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી લાભ પાંચમ બાદ તા. ૧૧-૧૧-૨૦૨૪ના રોજથી શરૂ કરવામાં આવશે અને તા. ૦૮-૦૨-૨૦૨૫ના રોજ પૂર્ણ થશે.

Recent Posts

વડોદરા: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18મો મૃતદેહ મળ્યો, હજી લાપતા 2 વ્યક્તિની શોધખોળ ચાલુ

ગુજરાતમાં હવે મેઘમંડાણ! અત્યાર સુધીમાં 70 તાલુકામાં મેઘ મહેર, ક્યા શહેરમાં કેટલો વરસાદ ખાબક્યો?

તંત્રની લાપરવાહીનો ભોગ બનનાર નિર્દોષ જનતાના મોતના આંકડા વધે ત્યારે સરકાર મૌન કેમ હોય છે?

Ambaji: સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આગામી તારીખ 1થી 7 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે

દિલ્હીમાં કોંગ્રેસના સિનિયર નેતાઓની બેઠક પૂર્ણ, ટૂંક સમયમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની થઇ શકે છે જાહેરાત

TOP NEWS | કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ કોણ ? |tv13gujarati

વડોદરા: ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ મોટી કાર્યવાહી, માર્ગ-મકાન વિભાગના 4 અધિકારીઓને કર્યા સસ્પેન્ડ

સુરત: મોબાઇલ વેંચવા બાબતે ખેલાયો ખૂની ખેલ, મિત્રોએ જ યુવકની કરી નિર્મમ હત્યા, જાણો સમગ્ર મામલો

ગુજરાતની વિવિધ નગરપાલિકાના 29 ચીફ ઓફિસરોની બદલીનો ધમધમાટ, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે આપ્યા આદેશ, વાંચો લિસ્ટ

Surat: મુંબઈ-અમદાવાદ NH 48 પર અકસ્માત, ટ્રકે બાઇકને અડફેટે લેતા 2ના મોત