ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર, વર્ષ 2025-26 માટે ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર
ધરતીપુત્રોના હિતને વરેલી ભારત સરકારે વર્ષ 2025-26માં ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ રૂ.69થી રૂ.596 પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે.રાજ્યમાં મગફળી, કપાસ, ડાંગર, જુવાર, બાજરી, રાગી, મકાઈ, તુવેર, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોના વાવેતરની શરૂઆત થાય તે પહેલાં જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરાતા ખેડૂતો હવે પોતાના પાકને મળનારા લઘુત્તમ ભાવને ધ્યાને રાખી વાવેતર કરી શકશે.
ટૂંકા ગાળામાં ટેકાના ભાવોની જાહેરાત
ખૂબ જ ટૂંકા ગાળામાં ટેકાના ભાવોની જાહેરાત કરવા બદલ તેમજ ખરીફ પાકોના ટેકાના ભાવમાં યોગ્ય વધારો કરવા બદલ કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગુજરાત સરકાર તેમજ રાજ્યના ખેડૂતો વતી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીના અધ્યક્ષ અને વડાપ્રધાન મોદી તેમજ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણનો આભાર વ્યક્ત કર્યો છે.આ ઉપરાંત ખેડૂતોના હિત માટે સતત માર્ગદર્શન આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ તેમણે આભાર વ્યક્ત કર્યો છે.
વાવેતર પહેલાં ટેકાના ભાવ જાહેર થતા ખેડૂતો ખૂશખુશાલ
ભારત સરકાર દ્વારા દર વર્ષે ખરીફ અને રવિ પાકો માટે વાવેતર પહેલાં ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે.જેથી ખેડૂત મિત્રો આગોતરું આયોજન કરી શકે.વર્ષ 2025-26માં ટેકાના ભાવની પોલીસી અંતર્ગત સમાવિષ્ટ મગફળી પાક માટે રૂ.7263 પ્રતિ ક્વિ.,કપાસ (લંબતારી) માટે રૂ.8110 પ્રતિ ક્વિ., ડાંગર માટે રૂ. 2369 પ્રતિ ક્વિ., જુવાર માટે રૂ. 3699 પ્રતિ ક્વિ., બાજરી માટે રૂ. 2775 પ્રતિ ક્વિ.,રાગી માટે રૂ. 4886પ્રતિ ક્વિ., મકાઈ માટે રૂ. 2400 પ્રતિ ક્વિ., તુવેર માટે રૂ. 8000 પ્રતિ ક્વિ., મગ માટે રૂ. 8768 પ્રતિ ક્વિ.,અડદ માટે રૂ. 7800 પ્રતિ ક્વિ.,સોયાબીન માટે રૂ. 5328 પ્રતિ ક્વિ. તેમજ તલ પાક માટે રૂ. 9846 પ્રતિ ક્વિ. ભાવ જાહેર કરવામાં આવ્યો છે.
મગફળીના ટેકાના ભાવમાં વધારો
ગત વર્ષની સરખામણીએ રાગી, કપાસ (લંબતારી) અને તલના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ સૌથી વધુ ક્રમશ:રૂ.596, રૂ.589 અને રૂ. 579નો વધારો કરાયો છે. આ ઉપરાંત ગુજરાતના મુખ્ય પાક મગફળીના ટેકાના ભાવમાં પણ રૂ. 480 પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats
app.com/L1eF5HL2qu51EIqrPVyoHB