ગાંધીનગરની ગોસિપ

ક્યા IPS અધિકારી જશે ડેપ્યુટેશન ઉપર? IAS માં ક્યારે આવશે બદલીની મોસમ? IPS અધિકારીઓને સરકારે શું આપ્યો સંદેશ? એક IAS ડેપ્યુટેશન પરથી પરત ફર્યા તો પણ દિલ્હીમાં, એક IPS દિલ્હી દરબારમાં ગયા હોવા છતાં ગુજરાતમાં જ..!

image
X
ગાંધીનગર ની ગોસીપ 
ક્યા IPS અધિકારી જશે ડેપ્યુટેશન ઉપર? IAS માં ક્યારે આવશે બદલીની મોસમ? IPS અધિકારીઓને સરકારે શું આપ્યો સંદેશ? એક IAS ડેપ્યુટેશન પરથી પરત ફર્યા તો પણ દિલ્હીમાં, એક IPS દિલ્હી દરબારમાં ગયા હોવા છતાં ગુજરાતમાં જ..! 

 સમશેરસિંગ દિલ્હી દરબારમાં જશે ?
ગુજરાત એન્ટીકરપ્શન બ્યુરોના વડા સમશેરસિંગ નું દિલ્હી દરબારમાં જવાનું નિશ્ચિત મનાઈ રહ્યું છે.  તાજેતરમાં પોલીસ તંત્રમાં થયેલા ફેરફારોમાં તેમની પાસેથી એડિશનલ ડીજી લોએન્ડ ઓર્ડરનો હવાલો લઈ લેવામાં આવ્યા પછી તેમને માત્ર ACB નો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.  જેના ઉપરથી અટકળો વહેતી થઈ છે કે સમશેરસિંગનો ડેપ્યુટેશનનો ઓર્ડર ગમે ત્યારે થઈ જશે. 

સમશેરસિંગ દિલ્હી દરબારમાં જઈ રહ્યા છે તેવી વાતો લાંબા સમયથી શરૂ થઈ છે. ગુજરાતના ડીજીપી વિકાસ સહાય બાદ સિનિયોરિટીમાં બીજા નંબરે આવતા સમશેરસિંગ સહાયના અનુગામી બનશે તેવી અગાઉ ચર્ચા ચાલતી હતી પણ કહેવાય છે કે  એક પ્રકરણના કારણે તેમને દિલ્હી લઈ જવાનું નક્કી થઈ રહ્યું જાણવા મળે છે. 

એક બાજુ વિકાસ સહાય બાદ તેઓ રાજ્યના પોલીસ વડા બનશે તેવી વાતો ચાલતી હતી ત્યાં તેમને ડેપ્યુટેશન પર લઈ જવાની અટકળ વહેતી થયા પછી પોલીસ તંત્રના ફેરફારોમાં તેમની પાસેથી રેગ્યુલર ચાર્જ લઈ લેવામાં આવ્યો હતો અને એન્ટીકરપ્શન બ્યુરોનો વધારાનો ચાર્જ સોપાતા તેઓ રેગ્યુલર પોસ્ટ વિહોણા થઈ ગયા હતા જેના ઉપરથી અનુમાન થઈ રહ્યું છે કે તેમનો દિલ્હી દરબાર નો ઓર્ડર ગમે ત્યારે થઈ જશે જોકે જ્યાં સુધી સત્તાવાર ઓર્ડર ન આવે ત્યાં સુધી કાંઈ પણ કહેવું મુશ્કેલ છે પરંતુ પોલીસ તંત્રમાં કાનાફૂસી ચાલી રહી છે કે સમશેરસિંગ ગમે ત્યારે દિલ્હી દરબારમાં જઈ શકે તેમ છે.

 અમદાવાદમાંથી બે DCP ની વિદાય કેમ.. ?
રાજ્યના પોલીસ તંત્રમાં તાજેતરમાં આવેલા ફેરફારોમાં અનેક બદલીના હુકમોએ પોલીસ અધિકારીઓનું ધ્યાન ખેંચ્યું હતું. જેમાં સૌથી મોટી બાબત અમદાવાદ શહેરમાંથી બે ડીસીપીની કરવામાં આવેલી વિદાયની બાબત હતી.  રાજ્ય સરકારે બદલીના ઓર્ડરોમાં ગુજરાતનો સૌથી મોટા શહેરમાંથી બે પોલીસ અધિકારીની બદલી કરીને તમામ અધિકારીઓને એક ચોક્કસ પ્રકારનો સંદેશો આપ્યો છે.
 
રાજ્ય સરકારે આ વખતે બદલીના ઓર્ડરોમાં એક જિલ્લાના વિવાદસ્પદ એસપીની પણ ટ્રાન્સફર કરી તેમને સાઈડમાં મૂકી દીધા હતા આ ઉપરાંત અમદાવાદ શહેરમાં થી બે ડીસીપીની પણ બદલી કરી નાખવામાં આવી હતી જેમાંથી એકને બ્રાન્ચમાં પોસ્ટિંગ મળ્યું હતું. જ્યારે બીજા ડીસીપીને પોસ્ટિંગ વિહોણા રાખવામાં આવ્યા છે. 

સરકારમાંથી મળેલી માહિતી મુજબ કામ ન કરતા અધિકારીઓને સાઈડ લાઈન કરવાના લેવાયેલા નિર્ણયના પગલે પોલીસ અધિકારીઓની એક્ઝિક્યુટિવ પોસ્ટિંગ માંથી બદલી કરી એક ચોક્કસ પ્રકારનો સંદેશ આઇપીએસ અધિકારીઓને આપ્યો છે. આ વખતે પોલીસ અધિકારીઓની બદલીને ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં હજુ પણ કેટલાક હુકમો ચર્ચા ના એરણે ચડ્યા છે.

 નવા વર્ષમાં IAS માં પણ આવશે બદલી
રાજ્યના પોલીસમેડામાં બે ડઝનથી પણ વધુ અધિકારીઓની બદલી થયા પછી હવે રાજ્ય સરકારે આઈએએસમાં બદલીની તૈયારી શરૂ કરી છે અને એવું માનવામાં આવે છે કે જાન્યુઆરી માસમાં બદલીના હુકમો થશે,એટલે એવું માની શકાય કે 2025 ના નવા વર્ષના શરૂઆતમાં જ અનેક આઈએસ અધિકારીઓના હાથમાં બદલીનો હુકમ આવી જશે.
 
છેલ્લા લાંબા સમયથી IAS અને IPs માં બદલી આવી રહી છે તેવી વાતો ચાલી રહી હતી . છેવટે IPS માં રાજ્ય સરકારે બદલીનો ગંજીપો ચીપી દીધો છે.  જોકે ડેપ્યુટેશન પરથી પરત આવેલા IPS અધિકારી પિયુષ પટેલને પોસ્ટિંગ આપવાનું બાકી છે જ્યારે જેલ વિભાગના વડા કે. એલ.ન રાવની પણ ગમે ત્યારે બદલી થશે આમ પોલીસ તંત્રમાં ગણ્યા ગાંઠયા હુકમો બદલીના આવશે પરંતુ સૌથી મોટી બાબત IAS માં ક્યારે બદલી આવશે તેનો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે જોકે તેનો જવાબ આધારભૂત વર્તુળો જાન્યુઆરી માસમાં બદલી આવી રહી છે તેવો આપી રહ્યા છે.

દર વર્ષે જાન્યુઆરી માસમાં બઢતી પણ આપવામાં આવતી હોય છે ત્યારે આ વખતે અનેક સિનિયર અધિકારીઓને બઢતી મળશે જ્યારે અનેક આઈએસ અધિકારીઓની બદલી પણ થશે જોકે બદલીના હુકમોમાં કોણ-કોણ આવી જશે એ આવનારો સમય કહેશે.

 વિક્રાંત પાંડે દિલ્હીમાં જ રહેશે.. 
ગુજરાત સરકારના IS અધિકારી વિક્રાંત પાંડેનો ડેપ્યુટેશનનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે અને રાજ્ય સરકારે તેમને પ્રમોશન પણ આપી દીધું છે.  પરંતુ તેમને પોસ્ટિંગ ગુજરાતમાં દેવાના બદલે દિલ્હીના ગુજરાત ભવનમાં બેસતી રેસિડેન્ટ કમિશનરની પોસ્ટ ઉપર આપી દેતા તેઓ ગુજરાત કેડર મા પરત આવી ગયા હોવા છતાં દિલ્હીમાં જ રહેશે. 

પોપ્યુલર પ્રકરણના કારણે પાંચ વર્ષ સુધી દિલ્હીમાં ડેપ્યુટેશન પર રહેલા વિક્રાંત પાંડેનો કાર્યકાળ તાજેતરમાં પૂર્ણ થતા તેમને ગુજરાત કેડરમાં પરત મોકલવામાં આવ્યા હતા. વિક્રાંત પાંડે પાંચ વર્ષ માટે ડેપ્યુટીશન પર ગયા પછી તેમને પ્રમોશન પણ આપવામાં આવ્યું નહોતું. હવે જ્યારે તેઓ ગુજરાત કેડરમાં પરત ફરતા રાજ્ય સરકારે તેમને સેક્રેટરી તરીકેનું પ્રમોશન આપી દીધું છે તેમનું ડેપ્યુટેશન પૂર્ણ થતા એવું લાગતું હતું કે તેઓ રાજ્યમાં પરત ફરશે પરંતુ રાજ્ય સરકારે તેમને દિલ્હીમાં રહેલી રેસીડેન્ટ કમિશનરની પોસ્ટ ઉપર નિમણૂક આપતા હજુ એકાદ વર્ષ સુધી વિક્રાંત પાંડેને દિલ્હીમાં રહેવું પડશે તેવું લાગી રહ્યું છે જો કે એક વાત એવી પણ ચર્ચા છે કે લાંબા સમય સુધી દિલ્હીમાં રહ્યા પછી પાંડે એ પણ પોતાના અંગત કારણોસર દિલ્હીમાં રહેવાની જ ઈચ્છા વ્યક્ત કરી હોવાના કારણે તેમને રેસિડેન્ટ કમિશનરની પોસ્ટ મળ્યું મનાઈ રહ્યું છે. વિક્રાંત પાંડે ભલે હવે દિલ્હી રહે પરંતુ એમના માટે એક સારા સમાચાર એ બન્યા કે તેમને સેક્રેટરીનું પ્રમોશન મળી ગયું છે એટલે એમના માટે સેક્રેટરી બનવું દેર આયે દુરસ્ત આયી જેવા ન્યુઝ લઈને આવ્યું છે.

 શ્વેતા શ્રીમાળી ગુજરાતમાં જ રહેશે
આઈએએસ અધિકારી વિક્રાંત પાંડેનો ડેપ્યુટેશનનો કાર્યકાળ પૂર્ણ થયા પછી પણ તેમને દિલ્હીમાં રાખવામાં આવ્યા છે. પરંતુ આનાથી ઊલટું ગુજરાતના મહિલા IPS અધિકારી શ્વેતા શ્રીમાળીના કેસમાં થશે તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં શ્વેતા શ્રીમાળીનો ડેપ્યુટેશનનો ઓર્ડર સેન્ટ્રલ IBમાં થતા તેઓ ગુજરાતમાંથી છુટા થયા છે પરંતુ પોલીસતંત્રમાં ચાલતી ચર્ચા મુજબ તેઓ સેન્ટ્રલ IB માં હાજર થયા પછી ગુજરાતમાં રહેલી સેન્ટ્રલ IB  ની એકપોસ્ટ ઉપર નિયુક્ત થશે એટલે ડેપ્યુટેશન પર ગયા પછી પણ તેમને ગુજરાતમાં જ રહેવું પડશે.

ગુજરાતના મહિલા IPS અધિકારી શ્વેતા શ્રીમાળીએ ડેપ્યુટેશન પર જવા માટે આપેલી સંમતિ બાદ તાજેતરમાં તેમનો ઓર્ડર સેન્ટ્રલ આઈબી માં થયો હતો જો કે તેમના પતિ સુનિલ જોશી પણ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હોવાના કારણે પતિ પત્નીના કેસમાં સાથે રહેવાના બદલે તેમનો દિલ્હી ખાતે ડેપ્યુટેશનનો ઓર્ડર શા માટે થયો તેવી ચર્ચા શરૂ થઈ હતી પરંતુ મળી રહેલા સંકેતો મુજબ શ્વેતા શ્રીમાળી પણ સેન્ટ્રલ IB માં હાજર થયા પછી ગુજરાતમાં જ રહેલી કેન્દ્રીય ગુપ્તચરની એક એસપીની પોસ્ટ ઉપર મુકાઈ જશે એટલે ડેપ્યુટેશન પર ગયા હોવા છતાં તેઓ ગુજરાતમાં જ રહેશે. 

સિવિલ સર્વિસમાં અધિકારીઓને ડેપ્યુટેશન પર જવા માટે નો નિયમ ફરજિયાત છે ત્યારે સિનીયોરિટીમાં જવાના બદલે જુનિયર ઓફિસર તરીકે જ ડેપ્યુટેશન સ્વીકારવાનું શ્વેતા શ્રીમાળી એ પસંદ કર્યું હશે અને જોગાનુંજોગ પતિ પત્નીના કેસમાં તેમનું સેન્ટ્રલ ડેપ્યુટેશન હોવા છતાં તેમને ગુજરાતમાં જ પોસ્ટિંગ મળી જશે તેવું લાગી રહ્યું છે.

Recent Posts

Saif Ali Khan Attack Case: સૈફ અલી ખાન પર થયેલા હુમલા મામલે કરીનાએ પોલીસને નોંધાવ્યું નિવેદન, જાણો શું કહ્યું

દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે 1521 ઉમેદવારોએ ભર્યું નોમિનેશન, જાણો કઈ બેઠક પર સૌથી વધુ અને સૌથી ઓછા ફોર્મ ભરાયા?

BZ જેવુ વધુ એક મોટું કૌભાંડ આવ્યું સામે, 8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યાં ! કંપનીને તાળા મારી સંચાલકો થયા ફરાર

શેખ હસીનાનો મોટો દાવો; 20-25 મિનિટના અંતરે મૃત્યુથી બચી, બહેનની હત્યાનું પણ હતું કાવતરું

પ્રજાસત્તાક દિવસને લઈને ગુપ્તચર વિભાગનું મોટું એલર્ટ, કહ્યું- દિલ્હીનું વાતાવરણ બગાડવાનો થઈ શકે છે પ્રયાસ

ISRO એ ફરી રચ્યો ઈતિહાસ, SpaDex મિશન હેઠળ ઉપગ્રહોને સફળતાપૂર્વક ડોક કર્યા; જુઓ વીડિયો

ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ પોલીસના સકંજામાં, અમદાવાદ એરપોર્ટ પરથી કરી ધરપકડ

આજનું રાશિફળ/18 જાન્યુઆરી, 2025: આ રાશિના જાતકો રહો સાવધાન... થઈ શકે છે ભારે નુકશાન, જાણો તમારું રાશી ભવિષ્ય

આજનું પંચાંગ/ 18 જાન્યુઆરી 2025: આજના દિવસે કઈ તિથિ અને કયા નક્ષત્ર રહશે? જાણો દિવસના શુભ અને અશુભ યોગ

અંક જ્યોતિષ/ 18 જાન્યુઆરી 2025 : જાણો આજે તમારો લકી નંબર કયો અને શુભ રંગ કયો રહેશે?