લોડ થઈ રહ્યું છે...

ગાંધીનગરની ગોસીપ..

image
X

ગૃહ સચિવનો ચાર્જ જયંતિ રવિને સોંપાશે?

ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે મનોજકુમાર દાસે ચાર્જ લીધા પછી હજુ પણ ગૃહ સચિવની પોસ્ટ ખાલી છે. આ પોસ્ટ ઉપર રેગ્યુલર નિમણૂક થાય તેવા કોઈ સંકેતો મળતા નથી ત્યારે રાજ્યના મહેસુલ સચિવ જયંતિ રવિને વધારાનો ચાર્જ સોંપાય તેવું લાગી રહ્યું છે. ચાલુ માસના અંત સુધીમાંઅંગેનો ઓર્ડર થાય તેવી શક્યતા છે.

મુખ્ય સચિવ પદેથી પંકજ જોશી નિવૃત્ત થયા પછી રાજ્ય સરકારે મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા મનોજ દાસની નવા મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરી હતી. પરંતુ, ખૂબમહત્વની ગણાતી ગૃહ સચિવની પોસ્ટ ખાલી રાખી હતી. સૌથી મોટી આશ્ચર્યની વાત તોછે કે, કોઈપણ મોટી પોસ્ટ ખાલી થાય ત્યારે નિમણૂકથાય તો પણ વધારાનો ચાર્જ કોઈ અન્ય અધિકારીને આપવામાં આવતો હોય છે. પરંતુ, આ વખતે ગૃહ સચિવનો ચાર્જ કોઈને અપાયો ન હતો અને નવી નિમણૂક પણ થઈ નથી. જેના હિસાબે મુખ્ય સચિવ જ ગૃહસચિવનું વધારાનું કામ કરી રહ્યા છે.


બધી પરિસ્થિતિ વચ્ચે મુખ્ય સચિવથી પણ સિનિયર ગણાતા સુનયના તોમરને પણ યથાવત સ્થાને રખાયા છે, એટલે એવું લાગી રહ્યું છે કે ચાલુ માસના અંતમાં તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારેરાજ્ય સરકાર વધારાના ચાર્જની સોપણી અન્ય અધિકારીઓને કરશે.

હવે સવાલછે કે, હોમ સેક્રેટરી તરીકે કોઈ નિમણૂક થશે કે વધારાના ચાર્જમાંચલાવવામાં આવશે?

સવાલના જવાબમાં ઘણાં લોકો એવું માની રહ્યા છે કે, રાજ્યના મહેસુલ સચિવ જયંતિ રવિને વધારાનો ચાર્જ સોંપાશે. એટલે કે, ઇન્ચાર્જ ગૃહ સચિવ જયંતિ રવિ બનશે એવું લાગી રહ્યું છે. આ પ્રક્રિયા નવેમ્બરના અંત સુધીમાં ક્લિયર થઈ જશે તેવું લાગી રહ્યું છે.

સામાન્ય વહીવટ અને ઉચ્ચ શિક્ષણમાં કોણ જશે..?

ગુજરાતના સિનિયર મોસ્ટ અધિકારી સુનયના તોમર ચાલુ માસના અંતમાં વયમર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે તેઓ સંભાળી રહ્યાં છે તે બે મહત્વના ડિપાર્ટમેન્ટમાં કોની નિમણૂક થશે અથવા તો કોને સોપાશે ચાર્જ તે અંગે લાંબા સમયથી અટકળો ચાલી રહી છે. પરંતુ, કોઈ ચોક્કસ માહિતી બહાર નહીં આવતી હોવાના કારણે જાતજાતની ચર્ચા ચાલી રહી છે.

એક ચર્ચા મુજબ, સુનયના તોમર નિવૃત્ત થયા પછી ૩૦મી નવેમ્બર બાદ તેમના બે મહત્વના ડિપાર્ટમેન્ટ એટલે કે, સામાન્ય વહીવટ અને ઉચ્ચ શિક્ષણમાં કોઈ નિયમિત નિમણૂક કરવાને બદલે અન્ય અધિકારીને વધારાનો ચાર્જ સોંપવામાં આવશે. બાકીના ફેરફારો ડિસેમ્બરના અંતમાં અન્ય એક સિનિયર અધિકારી એસ જે હૈદર રિટાયર્ડ થાય ત્યારબાદ આવશે તેવું લાગી રહ્યું છે.


રાજ્યના સિનિયર IAS અધિકારી સુનયના તોમર હાલમાં બે મહત્વના ડિપાર્ટમેન્ટનો હવાલો સંભાળી રહ્યા છે. તેમનો મુખ્ય ચાર્જ ઉચ્ચ શિક્ષણના વડા તરીકેનો છે પરંતુ, તેમને વધારાનો સામાન્ય વહીવટ વિભાગનો ચાર્જ આપવામાં આવ્યો છે. હવે તેઓ ચાલુ માસના અંતમાં નિવૃત થઈ રહ્યા છે ત્યારે બે મહત્વના ડિપાર્ટમેન્ટ ખાલી પડશે.

હવે સવાલ એ થાય છે કે, આ બંને રિપાર્ટમેન્ટમાં રેગ્યુલર નિમણૂક થશે કે કેમ? મોટાભાગના લોકો એવું માની રહ્યા છે કે, આ બંને ડિપાર્ટમેન્ટનો પણ વધારાનો ચાર્જ સોંપાઈ જશે.

સચિવાલય વર્તુળોમાં એવી ચર્ચા ચાલે છે કે, સામાન્ય વહીવટ વિભાગનો ચાર્જ નાણા વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી ટી નટરાજનને સોંપવામાં આવે તેવી સંભાવના છે; જ્યારે ઉચ્ચ શિક્ષણ વિભાગનો હવાલો શિક્ષણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી મુકેશકુમારને સોપાય તેવી શક્યતા છે. આમ, તોમર મેડમના બંને ડિપાર્ટમેન્ટ હાલ તુરંત ખાલી રહેશે અને વધારાના ચાર્જથી ચલાવશે.


જો કે, ડિસેમ્બરના અંતમાં અન્ય એક સિનિયર અધિકારી એસ જે હૈદર નિવૃત થઈ રહ્યા છે ત્યારે મોટાપાયે ફેરફારો કરી ખાલી રહેલી પોસ્ટ ભરી દેવામાં આવશે તેવી પણ સંભાવના છે.

હવે ચર્ચાતી વાત સાચી પડે છે કે, ફેરફારો વહેલા આવી જશે તેનો નવેમ્બરના અંત સુધીમાં ખ્યાલ આવી જશે.

વધુ એક આઈએએસ ઓફિસર લેખક બન્યા... ડિપ્રેશન ઉપર પુસ્તક લખ્યું..!

ગુજરાતમાં અનેક ઉચ્ચ અધિકારી પોતાના અનુભવ ઉપર બુક લખી ચૂક્યા છે અને આ યાદીમાં રાજ્યના વધુ એક આઇએએસ અધિકારીનો ઉમેરો થયો છે. આ અધિકારી એટલે ભાવનગરના કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલ.. ભાવનગરના કલેકટરે પોતાના ડિપ્રેશનના સમયગાળાને યાદ કરીને એક બુક લખી છે જેનું તાજેતરમાં જ વિમોચન થયું હતું. આ પુસ્તકનું નામ છે 'માય ડિપ્રેશન ડાયરી'. ડોક્ટર મનીષ કુમારે લખેલી બુકનું વિમોચન ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યું હતું અને આ બુક પણ ખૂબ રસપ્રદ બની છે.

રાજ્યમાં અનેક આઈએસ અને આઈપીએસ અધિકારીઓ પોતાના સમયગાળા દરમિયાન બનેલી ઘટના અને પોતાના સંસ્મરણો તાજા કરતી અનેક બુકો લખી ચૂક્યા છે. આ લાંબી લચક યાદીમાં હવે ભાવનગરના કલેક્ટર ડોક્ટર મનીષકુમાર નો પણ ઉમેરો થયો છે.


મૂળ રાજસ્થાનના અને ગુજરાતમાં વર્ષોથી સેવા આપી રહેલા ડોક્ટર મનીષકુમાર હાલમાં ભાવનગરના કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. ડોક્ટર મનીષકુમાર સિવિલ સર્વિસમાં પસંદ થયા પહેલા કોલેજકાળ દરમિયાન ડિપ્રેશનનો શિકાર થયા હતા અને ડિપ્રેશનમાંથી બહાર આવીને ઉચ્ચ શિક્ષણ લીધા પછી સિવિલ સર્વિસમાં જવા માટે આધ્યાત્મિક માર્ગ પસંદ કર્યો હતો જેમાં તેઓ સફળ થયા હતા. તેમની સક્સેસ સ્ટોરી તેમણે કેમાય ડિપ્રેશન ડાયરીસ'માં વર્ણવી છે.

જિંદગીમાં તમે જ્યારે આગળ વધતા હો ત્યારે તમારે અનેક ચઢાવ ઉતારનો સામનો કરવો પડતો હોય છે. હાલના સંજોગોમાં લોકો ડિપ્રેશનનો શિકાર બનતા હોય છે પરંતુ, કોઈપણ જાતની ચિંતા કર્યા વગર તમે પ્રયાસ કરો તો ગમે એવી મુશ્કેલીમાંથી બહાર આવી શકો તેમ છો તે અંગેનો એક સબળ સંદેશ આ બુકમાં આપવામાં આવ્યો છે. ભાવનગરના કલેક્ટરે લખેલી આ બુક પ્રશંસાને પાત્ર બની છે.

PA -PSનો પ્રશ્ન ગૂંચવાયો.. હવે એકાદ સપ્તાહમાં નિવેડો આવશે?

ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચના થયાને એક માસ જેવો સમય થવા આવ્યો છે છતાં, હજુ સુધી મંત્રીઓને નિયમિત રીતે પીએ અને પીએસ આપવામાં આવ્યા નથી અને આ પ્રશ્ન ગૂંચવાયો છે.

ચાલુ સપ્તાહમાં એવું લાગતું હતું કે, ગમે ત્યારે મંત્રીઓને પીએપીએસ મળી જશે પરંતુ, એક પછી એક કાર્યક્રમને કારણે નિમણૂકની ફાઈલ ટલ્લે ચડી છે ત્યારે એવું લાગી રહ્યું છે કે, હવે એકાદ સપ્તાહમાં ગૂંચવાયેલા પ્રશ્નનું નિરાકરણ આવી જશે.

રાજ્યમાં ભુપેન્દ્રભાઈ પટેલની નવી ટીમ કાર્યરત થયાને લગભગ ૨૫-૨૭ દિવસનો સમય થઈ ગયો છે પરંતુ, મંત્રીઓને પીએ અને પર્સનલ સેક્રેટરી મળ્યા નથી.


ગત વખતે જ્યારે ચૂંટણી બાદ ભૂપેન્દ્રભાઈ પટેલની ટીમ બની હતી ત્યારે ૨૦ દિવસમાં બધા મંત્રીઓને પીએપીએસ ફાળવી દેવામાં આવ્યા હતા પરંતુ, આ વખતે એક મહિના જેટલો સમય થવા આવ્યો હોવા છતાં તમામ મંત્રીઓ પીએ-પીએસની રાહ જોઈ રહ્યા છે.

રાજ્યમાં મુખ્યમંત્રી સહિત ૨૬ મંત્રીઓ કાર્યરત છે ત્યારે ચાર જૂના મંત્રી છે જેમાં ઋષિકેશભાઇ પટેલ, કુંવરજી બાવળીયા, કનુભાઈ દેસાઈ અને પરસોતમભાઈ સોલંકીને ત્યાં કામ કરતા સ્ટાફને હટાવવામાં આવે તેવી શક્યતા ઓછી છે. જ્યારે બાકીના ૨૫ મંત્રીમાંથી ૨૧ મંત્રીઓને નવા પીએ અને પીએસ ફાળવવામાં આવશે.

હાલ તુરંત સચિવાલયના સ્ટાફથી કામ કરવામાં આવી રહ્યું છે પરંતુ, આ કામગીરી યોગ્ય રીતે નહીં થતી હોવાના કારણે ત્વરિત અંગત સ્ટાફ ફાળવી દેવા અંગે રજૂઆત થઈ છે. ચાલુ સપ્તાહમાં એવું લાગતું હતું કે, મંત્રીઓને પીએ અને પીએસ મળી જશે પરંતુ, અનેક કાર્યક્રમોના આયોજન વચ્ચે આ નિર્ણય લઈ શકાય એવું નથી ત્યારે એવું લાગી રહ્યું છે કે, આવતા સપ્તાહમાંપ્રશ્નનું નિરાકરણ થઈ જશે.

PWDના એક સિનિયર અધિકારી સામે વ્યાપક ફરિયાદો?

પીડબલ્યુડીના એક સિનિયર અધિકારી સામે વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હોવાની ચર્ચા સચિવાલયમાં ચાલી રહી છે. આ અધિકારી જ્યારે જુનિયર હતા ત્યારે સારા હતા અને સિનિયર બની ગયા પછી હવામાં ઉડવા લાગ્યા છે અને કોઈને જવાબ આપતા નથી તેવી ફરિયાદો ઉઠી છે. આ ખરેખર આ સાચું હોય તો શરમજનક છે તેવું સૌ કોઈ લોકો બોલી રહ્યા છે.

પીડબ્લ્યુડી ડિપાર્ટમેન્ટ રાજ્યના મહત્વના ડિપાર્ટમેન્ટ પૈકીનું એક વિભાગ ગણવામાં આવી રહ્યું છે ત્યારે આ વિભાગના જ સિનિયર અધિકારી વાડ ચીભડા ગળે તેમ વર્તતા હોય તો કામગીરીને અસર પડશે તેમ પણ લોકો બોલી રહ્યા છે. જો કે, આ અધિકારીના આગમન પછી સ્થિતિ ખાડે ગઈ હોય તેવો સીન ઉપસ્થિત થયો છે.

સચિવાલય અને લોકોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ પીડબ્લ્યુડીના હાલના એક સિનિયર અધિકારી જુનિયરમાંથી સિનિયર બન્યા છે પરંતુ, મોટા સાહેબ બન્યા પછી તેમના વર્તનમાં જબરજસ્ત ફેરફાર આવી ગયો છે.


લગભગ કોન્ટ્રાક્ટરોને તેઓ દર્શન દેતા નથી અને બધાને ધક્કા ખવડાવે છે. સૌથી મોટી તેમની મુશ્કેલી છે કે, તેમની ચેમ્બરમાં બધા લોકોની હાજરીમાં પ્રાઇવેટ માણસને બોલાવવા બોલાવે છે અને સ્ટાફની હાજરીમાં જ પ્રાઇવેટ માણસને તેમની મુશ્કેલી પૂછે છે. હવે સરકારી સ્ટાફની હાજરીમાં પ્રાઇવેટ માણસને ફરિયાદ કરવી હોય તો પણ કરી શકતા નથી તેવી સ્થિતિનું નિર્માણ અધિકારીએ કરી દીધું છે.

ઘણા બધા કોન્ટ્રાક્ટરોને બિલ માટે પણ આ અધિકારી બહુ ધક્કા ખવડાવે છે અને ઘણા બધા લોકોને સરપ્રાઈઝ પણ થયું છે કે, જ્યારે આ અધિકારી સિનિયર પોસ્ટ ઉપર પહોંચ્યા નહોતા ત્યારે ખૂબ જ વિનમ્ર હતા પરંતુ, આપણે ત્યાં તો સિનિયર પોસ્ટ ઉપર પહોંચી ગયા પછી લગભગ લોકો હવામાં ઉડવા માંડે છે એમ આ અધિકારી પણ સત્તાના નશામાં આવી ગયા છે.

ઘણા બધા લોકો એવું પણ જણાવી રહ્યા છે કે, આ અંગે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ પણ થઈ છે. જો કે, રાજ્યમાં તો અનેક અધિકારીઓ સામે ફરિયાદ થાય છે પરંતુ, ફરિયાદનું પરિણામ શૂન્ય. હવે તેમની સામે કંઇ તપાસ થાય છે કે નહીં તે જોવાનું રહે છે.