BZ કૌભાંડ: રોકાણકારોને રાહત ! ભૂપેન્દ્ર ઝાલાની પ્રોપર્ટીની થશે હરાજી અને પૈસા પરત અપાશે

BZ ગ્રૂપ કૌભાંડ મામલે CID ક્રાઇમના DIG પરિક્ષીતા રાઠોડે રોકાણકારોને રાહત આપતું નિવેદન આપ્યું છે. BZ ગ્રૂપ કૌભાંડમાં રોકાણ કરેલા તમામ રોકાણકારોની માહિતી પોલીસને મળી છે. એક CAને સાથે રાખી પોલીસે તપાસ કરી છે. રોકાણકારોને વળતર સરકાર અપાવશે. 11 હજારમાંથી 3500 લોકોને નાણાં પરત આપવાના થાય છે.

image
X
BZ ગ્રૂપ કૌભાંડ મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ દરમિયાન  CIDના DIG પરિક્ષીતા રાઠોડનું  મોટું નિવેદન સામે આવ્યું છે. મહા કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની સ્કીમમાં 175 રોકાણકારોએ પુરાવા આપ્યા છે અને પુરાવાને આધારે કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ તેમણે કહ્યું કે, ભૂપેન્દ્ર ઝાલાની પ્રોપર્ટીની હરાજી કરાશે  અને તેમાંથી રોકાણકારોને નાણાં પરત અપાશે. 

BZ ગ્રૂપ કૌભાંડ મામલે CID ક્રાઇમના DIG પરિક્ષીતા રાઠોડે રોકાણકારોને રાહત આપતું નિવેદન આપ્યું છે. BZ ગ્રૂપ કૌભાંડમાં રોકાણ કરેલા તમામ રોકાણકારોની માહિતી પોલીસને મળી છે. એક CAને સાથે રાખી પોલીસે તપાસ કરી છે. રોકાણકારોને વળતર સરકાર અપાવશે. 11 હજારમાંથી 3500 લોકોને નાણાં પરત આપવાના થાય છે. ભૂપેન્દ્ર ઝાલાની પ્રોપર્ટીની હરાજી કરાશે. હરાજી કરી રોકાણકારોને નાણાં પરત અપાશે.

વેબસાઇટ અને રજિસ્ટરના આંકડા અલગ 
પરિક્ષીતા રાઠોડે કહ્યું કે, પુરાવાના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં એકાઉન્ટન્ટ પાસેથી રજિસ્ટર મળ્યા છે વેબસાઇટ અને રજિસ્ટરના આંકડા અલગ છે. તમામ દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા છે. ફરાર એજન્ટોને પકડવા માટે કામગીરી ચાલુ છે. ટેકનિકલ સર્વેલન્સથી પણ તપાસ થઇ રહી છે. 175 રોકાણકારોએ પુરાવા આપ્યા છે. અમે કોર્ટમાં પુરાવા રજૂ કર્યા છે.

વિથઈનપુટ: શિવાંશુ સિંહ ,અમદાવાદ 

Recent Posts

ગાંધીનગરની ગોસિપ

UP/ ગુડ્ડુ મુસ્લિમ નામ બદલીને દુબઈ ભાગી ગયો! કોલકાતા એરપોર્ટથી આ નામના પાસપોર્ટનો કર્યો હતો ઉપયોગ; જાણો વિગત

Saif Ali Khan Attack Case: સૈફ અલી ખાન પર થયેલા હુમલા મામલે કરીનાએ પોલીસને નોંધાવ્યું નિવેદન, જાણો શું કહ્યું

દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે 1521 ઉમેદવારોએ ભર્યું નોમિનેશન, જાણો કઈ બેઠક પર સૌથી વધુ અને સૌથી ઓછા ફોર્મ ભરાયા?

BZ જેવુ વધુ એક મોટું કૌભાંડ આવ્યું સામે, 8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યાં ! કંપનીને તાળા મારી સંચાલકો થયા ફરાર

શેખ હસીનાનો મોટો દાવો; 20-25 મિનિટના અંતરે મૃત્યુથી બચી, બહેનની હત્યાનું પણ હતું કાવતરું

પ્રજાસત્તાક દિવસને લઈને ગુપ્તચર વિભાગનું મોટું એલર્ટ, કહ્યું- દિલ્હીનું વાતાવરણ બગાડવાનો થઈ શકે છે પ્રયાસ

ISRO એ ફરી રચ્યો ઈતિહાસ, SpaDex મિશન હેઠળ ઉપગ્રહોને સફળતાપૂર્વક ડોક કર્યા; જુઓ વીડિયો

ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ પોલીસના સકંજામાં, અમદાવાદ એરપોર્ટ પરથી કરી ધરપકડ

આજનું રાશિફળ/18 જાન્યુઆરી, 2025: આ રાશિના જાતકો રહો સાવધાન... થઈ શકે છે ભારે નુકશાન, જાણો તમારું રાશી ભવિષ્ય