ચૂંટણી દરમિયાન સરકારને થઇ અધધધ કમાણી, GST કલેક્શને તોડ્યા તમામ રેકોર્ડ, પ્રથમ વખત આંકડો ₹2 લાખ કરોડને પાર

GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) મોરચે એક નવો રેકોર્ડ બન્યો છે. હકીકતમાં, એપ્રિલ 2024માં અત્યાર સુધીમાં સૌથી વધુ GST આવક વસૂલાત થઈ છે.

image
X
GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) મોરચે એક નવો રેકોર્ડ બન્યો છે. હકીકતમાં, એપ્રિલ 2024માં અત્યાર સુધીમાં સૌથી વધુ GST આવક વસૂલાત થઈ છે. આ આંકડો રૂ. 2.10 લાખ કરોડને પાર કરી ગયો છે. તમને જણાવી દઈએ કે વાર્ષિક ધોરણે કુલ આવકમાં 12.4%નો વધારો થયો છે.

રિફંડ પછી નેટ GST ₹1.92 લાખ કરોડ રહ્યો. જેમાં વાર્ષિક ધોરણે 17.1%નો વધારો થયો છે. એપ્રિલ, 2024ના મહિનામાં કેન્દ્ર સરકારે IGST થી CGST ને ₹50,307 કરોડ અને SGST ને ₹41,600 કરોડની પતાવટ કરી હતી. તમને જણાવી દઈએ કે માર્ચ 2024માં GST રેવન્યુ કલેક્શન વાર્ષિક ધોરણે 11.5 ટકાના વધારા સાથે 1.78 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. 

એપ્રિલ 2024 માટે GST કલેક્શનની વિગતો
સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST): ₹43,846 કરોડ
સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (SGST): ₹53,538 કરોડ
ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (IGST): ₹99,623 કરોડ
નેટ: ₹13,260 કરોડ 
નાણાકીય વર્ષ 2023-24 માટે સંગ્રહ
નાણાકીય વર્ષ 2023-24 માટે કુલ GST કલેક્શન રૂ. 20.18 લાખ કરોડ હતું, જે અગાઉના વર્ષની રૂ. 20 લાખ કરોડની આવક કરતાં વધુ છે, જે 11.7 ટકાનો વધારો દર્શાવે છે. આ નાણાકીય વર્ષમાં સરેરાશ માસિક કલેક્શન રૂ. 1.68 લાખ કરોડ રહ્યું છે, જે ગયા વર્ષની સરેરાશ રૂ. 1.5 લાખ કરોડ કરતાં વધુ છે.

Recent Posts

જાણો કેમ થઈ રહ્યું છે IDFC અને IDFC ફર્સ્ટ બેન્કનું મર્જર, રોકાણકારોની મંજૂરી પછી શું થશે?

Ahmedabad: દરિયાપુરમાં મદરેસાનો સરવે કરી રહેલા આચાર્ય પર ટોળાએ કર્યો હુમલો, મામલો પોલીસ મથકે પહોંચ્યો

રાજસ્થાનના મંત્રીએ પોતાની જ સરકાર પર ઉઠાવ્યા ગંભીર સવાલ, જાણો શું છે મામલો

INDIA એલાયન્સે PM ઉમેદવારનું નામ નક્કી કર્યું ! ઉદ્ધવ ઠાકરેનો મોટો દાવો

અમદાવાદ અને વડોદરામાં ઇન્કમટેક્સના દરોડા, ખુરાના ગ્રૂપ અને માધવ કન્સ્ટ્રક્શન પર ITનું સર્ચ ઓપરેશન

આંખની સર્જરી બાદ પહેલીવાર દેખાયા રાઘવ ચઢ્ઢા, CM અરવિંદ કેજરીવાલને મળવા પહોંચ્યા

દિલ્હી પોલીસે વિભવ કુમારની મુખ્યમંત્રી આવાસ પાસેથી કરી અટકાયત

BCCIએ હાર્દિક પંડ્યા પર લગાવ્યો પ્રતિબંધ, IPL 2024ની છેલ્લી મેચમાં કરી બેઠો આ ભૂલ

સ્વાતિ માલીવાલનો મેડિકલ રિપોર્ટ આવ્યો સામે, ચાર જગ્યાએ ઈજા, ડાબા પગમાં અને જમણી આંખની નીચે ઈજાની પુષ્ટિ

બ્રિજભૂષણ શરણસિંહ ચૂંટણી મેદાનમાંથી નિવૃત ! પોતે જ કરી જાહેરાત