લખનૌ - આગ્રા એક્સપ્રેસ વે પર બસ અને ટેન્કર વચ્ચે ગોઝારો અકસ્માત; 18ના મોત
બુધવારે સવારે થયેલા આ ભયાનક માર્ગ અકસ્માતમાં સ્લીપર બસમાં બિહારથી દિલ્હી જઈ રહેલા 18 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ એક્સપ્રેસ વે પર બસ અને ટેન્કર બંને પલટી ગયા હતા. તમામ ઈજાગ્રસ્તોને બાંગરમાઉના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા છે. આ ગોઝારા અકસ્માત બાદ ચારેબાજુ હાહાકાર મચી ગયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરીમાં લાગી ગઈ છે.
લખનૌ આગ્રા એક્સપ્રેસ વે પર ઉન્નાવમાં એક મોટો અકસ્માત થયો છે. બુધવારે સવારે થયેલા આ ભયાનક માર્ગ અકસ્માતમાં સ્લીપર બસમાં બિહારથી દિલ્હી જઈ રહેલા 18 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ એક્સપ્રેસ વે પર બસ અને ટેન્કર બંને પલટી ગયા હતા. તમામ ઈજાગ્રસ્તોને બાંગરમાઉના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા છે. આ ગોઝારા અકસ્માત બાદ ચારેબાજુ હાહાકાર મચી ગયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરીમાં લાગી ગઈ છે.
દુર્ઘટનાનો ભોગ બનેલી બસ મંગળવારે સાંજે 5 વાગ્યે બિહારના મોતિહારી જિલ્લાના પીપરા કોઠીથી મજૂરોને લઈને દિલ્હીના ભજનપુર જવા રવાના થઈ હતી. બુધવારે સવારે લગભગ 5 વાગ્યાની આસપાસ સ્લીપર બસ બેહતા મુજાવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર કિલોમીટર નંબર 247 પર ગાડા ગામ પહોંચી. દરમિયાન પાછળથી આવતા ટેન્કરે તેને ટક્કર મારી હતી. જોરદાર ટક્કરના કારણે બસ ખરાબ રીતે અથડાઈ અને પલટી ગઈ હતી. અકસ્માત બાદ હોબાળો મચી ગયો હતો. ઇજાગ્રસ્તોમાં ચીસો પડી હતી. બસના બાકીના લોકો મદદ માટે બૂમો પાડી રહ્યા હતા. આસપાસના લોકોએ તેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. માહિતી મળ્યા પ્રમાણે, પોલીસ ઘટનાસ્થળે પહોંચી, ઘણા લોકોને બચાવ્યા અને હોસ્પિટલ લઈ ગયા.
અત્યાર સુધીમાં 18 લોકોના મૃતદેહ શબઘરમાં રાખવામાં આવ્યા છે. મૃતકોમાં 14 પુરૂષો, બે મહિલાઓ, એક છોકરો અને એક છોકરીનો સમાવેશ થાય છે. 30થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. જેમાંથી 17 લોકોની હાલત હજુ પણ નાજુક છે. પ્રાથમિક સારવાર બાદ અનેક લોકોને જિલ્લા હોસ્પિટલમાં મોકલવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. સ્થાનિક વહીવટી તંત્ર બચાવ કાર્યમાં લાગેલું છે. મૃત્યુ પામેલા લોકોની હજુ ઓળખ થઈ નથી.