સમૌમાં છબીલા હનુમાનદાદાના મંદિરનો યોજાયો ભવ્ય પાટોત્સવ
ગ્રામજનોએ 5555 દીવડાથી કરી ભવ્ય સમુહ આરતી, યાત્રાળુઓને કોઈ અગવડતા ન પડે તે માટે મંદિરના વહીવટી તંત્ર દ્વારા કરાઈ તમામ વ્યવસ્થાઓ.
માણસા તાલુકાના સમૌ ગામે હનુમાનજી મંદિરના પાટોત્સવના પવિત્ર દિવસે આ પંથકનું સુપ્રસિદ્ધ છબીલા હનુમાન દાદાનું મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. દાદાનાં પાટોત્સવ નિમિત્તે ગ્રામજનો દ્વારા વર્ષો વર્ષની પરંપરા મુજબ સમગ્ર ગામમાં અણુજો રાખવામાં આવે છે. જ્યારે આ દિવસે ગામના તમામ ગ્રામજનો પોતાના નોકરી, ધંધા તેમજ વાહનો બંધ રાખતાં હોય છે. ત્યારે આજે મંદિરનાં પાટોત્સવ નિમિત્તે ગ્રામજનો તથા મંદિરના વહીવટી ગણ દ્વારા દાદાને અન્નકૂટ અને શણગાર કરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજર રહી દર્શનનો લાભ લીધો હતો.
માણસા તાલુકાના સમૌ ગામે આવેલ સુપ્રસિદ્ધ શ્રી છબીલા હનુમાનજી મંદિરનો ભવ્ય પાટોત્સવ નિમિત્તે અલગ અલગ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ નિમિત્તે અંદાજિત પચાસ હજારની જનમેદની શ્રી છબીલા હનુમાનજી દાદાના દર્શન કરવા માટે ઉમટી પડી હતી. ગ્રામજનો અને દર્શનાર્થીઓ માટે આ દિવસનું સવિશેષ મહત્વ ગણવામાં આવે છે. સાથે સાથે અલગ અલગ જગ્યાએથી શ્રદ્ધાળુઓ સંઘ લઈને દાદાના મંદીરે દર્શન કરવા માટે ઉમટી પડયા હતા. આ દિવસે સવારે મંગળા આરતી બાદ સવારથી જ શ્રી છબીલા હનુમાનજી દાદાને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ સાથે દાદાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. સવારે સંગીતમય સુંદરકાંડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
તદુપરાંત અંદાજિત ૧૦ ડબ્બા ઘી નો મહાપ્રસાદ દર્શનાર્થીઓ તથા ગ્રામજનોને વિતરણ કરવામાં આવ્યો હતો. બહારથી આવેલા દર્શનાર્થીઓ માટે અને ગ્રામજનો માટે શ્રી છબીલા હનુમાનજી મંદિર ટ્રસ્ટ તરફ્થી સમગ્ર દિવસ દરમિયાન પ્રસાદ લેવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે 6:30 કલાકે મંદિરનાં જ પરિસરમાં ૫૫૫૫ દીવડાની ભવ્ય સમૂહ આરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતુ અને એ જ કાર્યક્રમની પુર્ણાહુતી પછી તરત જ ભવ્ય આતશબાજી સાથે દર્શનાર્થીઓએ પ્રખ્યાત કલાકાર જૈમિશ ભગત દ્વારા ગવાયેલ ગીત "દાદા શરણું તમારું માંગુ" ગીતનું ભવ્ય રીતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગ્રામજનો દ્વારા રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડનગરના મહંત શ્રી નારાયણ વલ્લભદાસ સ્વામીના સ્વમુખેથી હનુમાનજી દાદાનાં ચરિત્રોનું રસપાન કરાવ્યું હતું.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h5lFLikgFQ1gJxZ2U
WhatsApp Group : https://chat.whats
app.com/L1eF5HL2qu51EIqrPVyoHB
TV13 Web : http://www.tv13gujarati.com/