દાંતા APMCમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ, કમોસમી વરસાદના કારણે મગફળીની આવક ઓછી
ચાલુ વર્ષે કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે તેમાં પણ મગફળી જેવો પાક ખરાબ થતા ખેડૂતો મોટી નુકસાનીનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા માટે રાજ્ય સરકારે ટેકાના ભાવ જાહેર કરી ખેડૂતોને સહાય રૂપ બની છે. જેને લઇ દાંતા તાલુકા મથકે APMCમાં ગુજકોમાસોલની પેટા સંસ્થા બનાસ FPO દ્વારા મગફળીની ખરીદી શરુ કરવામાં આવી છે. જોકે હાલ તબક્કે ખુબ ઓછી માત્રામાં ખેડૂતો મગફળી લાવી રહ્યા છે.
ખેતીવાડી અધિકારીના જણાવ્યા પ્રમાણે 672 ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે ત્યારે માંડ બે થી ત્રણ ખેડૂતોજ પોતાની મગફળી લાવ્યા છે જે જોતા આવકમાં મોટી ઘટ જોવા મળી હતી. એટલું જ નહી છેલ્લા એક માસમાં જયારે મગફળી તૈયાર થઇ ગયી હતી ત્યારે કમોસમી વરસાદ પડતા મગફળીને મોટું નુકસાન થયું છે.જેના કારણે મગફળીની આવક ઓછી આવી રહી છે
જોકે ખેડૂતો પણ કમોસમી વરસાદને ભારે દુઃખની લાગણી વ્યક્ત કરતા સરકારે જાહેર કરેલા ટેકાના ભાવની સરાહના કરી હતી. પરંતુ મગફળીના કરેલા વાવેતર પ્રમાણે કમોસમી વરસાદને લઇ પૂરતો પાક ન મળતા મૂડી પણ ખોવાનો વારો આવ્યો છે. તેવી વેદના વ્યક્ત કરી હતી એટલુંજ નહિ જે રીતે ટેકાના ભાવની ખરીદીમાં 35 થી 36 કિલોની ભરણ માંગી રહ્યા છે ત્યારે ખેડૂતો 30 થી 32 કિલોની ભરણ આપવા માંગ કરી છે
હાલ તબક્કે ગત વર્ષની સરખામણીએ ખરીદી ખુબ ઓછા પ્રમાણમાં થઇ રહી છે. ત્યારે બજારમાં વેપારીઓ મગફળીના રૂપિયા 900 થી 1100 આપીને લૂંટ ચલાવી રહ્યાનો આક્ષેપ કરી રહ્યા છે ત્યારે સરકારે રૂપિયા 1452નો ટેકાનો ભાવ જાહેર કરી ખેડૂતોને મદદરૂપ બની છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.cm/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujaorati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats