GT vs RCB: આજે ગુજરાત અને બેંગલોર વચ્ચે ટક્કર, જાણો પિચ રિપોર્ટ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં તેમની બીજી મેચ માટે તૈયાર છે. બંને ટીમો અમદાવાદમાં એક બીજા સામે રમ્યા એને એક અઠવાડિયું પણ નથી થયું. ત્યા RCBએ યજમાન ટીમને નવ વિકેટે હરાવ્યું હતું. આ વખતે ગુજરાત બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પહોંચી ગયો છે અને તેઓ બદલો લેવાનું લક્ષ્ય રાખશે.

image
X
IPLમાં આજની મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ ગુજરાત ટાઇટન્સ છે. આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. એક તરફ, ગુજરાત ટાઇટન્સ ટીમ આ મેચ જીતીને પ્લેઓફની રેસમાં પોતાને મજબૂત કરવા માંગશે. RCB ઘરઆંગણે આ મેચ જીતીને પોતાનું સ્વમાન બચાવવા માંગશે. ગુજરાત ટાઈટન્સ પાસે 10 મેચમાં આઠ પોઈન્ટ છે અને તે પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે. અહીંથી, જો તે તેની તમામ મેચ જીતી જાય છે, તો તેની પ્લેઓફની આશા જો અને તો પર નિર્ભર રહેવું પડશે. RCB ટીમ હવે તેની તમામ મેચો જીતીને પોતાને અને ચાહકોને આશ્વાસન આપવા માંગે છે. જો કે આ મેચ પર વરસાદ પડવાની સંભાવના છે. બેંગલુરુમાં શુક્રવારે હળવો વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે શનિવારે પણ વરસાદની ચેતવણી આપી છે. જો મેચ વરસાદના કારણે ધોવાઇ જશે તો ગુજરાત ટાઇટન્સને મોટું નુકસાન થશે.
બેંગલોરમાં બેટ્સમેનોનુ પ્રભુત્વ
ચિન્નાસ્વામીમાં ફરી એકવાર બેટ્સમેનોનું વર્ચસ્વ જોવા મળી શકે છે. બેંગલુરુ મેદાન પર છેલ્લી મેચ લગભગ 20 દિવસ પહેલા RCB અને SRH વચ્ચે રમાઈ હતી, જેમાં કુલ 549 રન થયા હતા. હૈદરાબાદે કુલ 287 રન બનાવ્યા હતા, જે IPLના ઈતિહાસનો સૌથી મોટો સ્કોર છે. જો કે આ પહેલા રમાયેલી ત્રણ મેચમાં 200 રનનો આંકડો એક પણ વખત પાર કરી શક્યો ન હતો. આ મેદાન પર પીછો કરતી ટીમનો રેકોર્ડ સારો રહ્યો છે.

બેંગ્લોરના બોલરોનું ખરાબ પ્રદર્શન 
હંમેશાની જેમ બેંગલોરની એક જ સમસ્યા હજુ એ જ છે. કોહલી, પ્લેસીસ, મેક્સવેલ જેવા બેટ્સમેનોથી સજ્જ બેંગલોરની ટીમ પહેલાથી જ બોલરોને લઈને સમસ્યાનો સામનો કરી રહી છે. બેંગ્લોરનો સ્ટાર બોલર અને હમણાં જ ભારતની વર્લ્ડકપ ટીમમાં સામેલ થયેલો સિરાજ પોતાની પ્રતિભાને અનુરૂપ પ્રદર્શન નથી કરી શક્યો. સ્પિનર કર્ણ શર્માએ પોતાના પ્રદર્શનથી બેંગ્લોરને કઈક અંશે રાહત આપી છે. પરંતુ સિરાજ, ટોપલી, યશ જેવા બોલરોએ પોતાના પ્રદર્શનમાં સુધારો કરવો પડશે. બેંગલોર પાસે મેક્સવેલના રૂપમાં અનુભવી ખેલાડી પણ છે જે જરૂર પડે બેટિંગ અને બોલિંગથી સારું પ્રદર્શન કરી શકે છે.

ગુજરાતે પોતાના પ્રદર્શનમાં સાતત્યતા લાવવી પડશે
ગયા વર્ષની રનર્સઅપ ગુજરાત ટાઈટન્સ આ સિઝનમાં પોતાના પ્રદર્શનમાં સાતત્યતા નથી બતાવી શકી. ગુજરાતને સિઝનની શરૂઆત પહેલા જ અમુક ઝટકા લાગ્યા જેની અસર એમના પ્રદર્શન પર જોવા મળી. પહેલા તો હાર્દિકે ટીમનો સાથ છોડી દીધો બાદમાં ગુજરાતનો સ્ટાર બોલર શમી ઇજાગ્રસ્ત થતા આખી સિઝનની બહાર થઈ ગયો. ગુજરાતે અત્યાર સુધીમાં 10 મેચ રમ્યા છે જેમાં તે 4 જીત અને 6 હાર સાથે 8માં  નંબર પર છે. 8 પોઈન્ટ હોવા છતાં ગુજરાત માટે પ્લેઓફના દરવાજા હજુ બંધ નથી થાય પરંતુ હવે પછીની દરેક મેચ ગિલ એન્ડ કંપની માટે કરો યા મરો છે. ગુજરાત માટે ગિલનું પ્રદર્શન કેપ્ટનને અનુરૂપ રહ્યું છે તો સાથે સાથે સાંઈ સુદર્શનનો સાથ પણ મળ્યો છે. પરંતુ જો ટીમને પ્લેઓફમાં પોતાની જગ્યા પાકી કરવી હશે તો ટીમે એકજૂટ થઈને સારું પ્રદર્શન કરવું પડશે.

પિચ રિપોર્ટ
બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની પીચ બેટિંગ માટે અનુકૂળ છે. તેની ઝડપી આઉટફિલ્ડ અને ટૂંકી બાઉન્ડ્રી બેટ્સમેનોને ઘણા રન બનાવવામાં મદદ કરે છે. જો કે, પ્રથમ દાવમાં પાવરપ્લે દરમિયાન સીમની કેટલીક હિલચાલની અપેક્ષા છે. RCB અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) આ મેદાન પર IPL 2024ની છેલ્લી મેચ રમી હતી. તે મેચમાં RCBએ 20 ઓવરમાં 7 વિકેટે 206 રન બનાવ્યા હતા. RCB માટે, વિરાટ કોહલી (43 બોલમાં 51 રન), રજત પાટીદાર (20 બોલમાં 50 રન) અને કેમરન ગ્રીન (20 બોલમાં અણનમ 37 રન) બેટથી ચમક્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદ 20 ઓવરમાં માત્ર 171/8 રન બનાવી શક્યું હતું.

હવામાન
Accuweather.com અનુસાર, 4 મે, 2024ના રોજ બેંગલુરુમાં દિવસનું તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે, જે સાંજ સુધીમાં ઘટીને 27 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે. ભેજ લગભગ 34% રહેશે. મતલબ કે ઝાકળ બીજી ઈનિંગમાં મોટી ભૂમિકા ભજવી શકશે નહીં. બેંગલુરુમાં 4 મેના રોજ વરસાદની કોઈ શક્યતા નથી. જોકે કેટલાક વાદળો હશે.


Recent Posts

BCCIએ હાર્દિક પંડ્યા પર લગાવ્યો પ્રતિબંધ, IPL 2024ની છેલ્લી મેચમાં કરી બેઠો આ ભૂલ

RCB vs CSK: શું કોહલીના સ્વપ્ન પર પાણી ફરી વળશે ? જાણો કેવું રહેશે છે બેંગલોરનું વાતાવરણ

MI vs LSG: મુંબઈની હાર સાથે તો લખનૌની જીત IPLની સિઝનનો અંત !

MI vs LSG: 215 રનનો પીછો કરવા ઉતરેલી મુંબઈને વરસાદનું વિધ્ન નડ્યું

MI vs LSG: ઔપચારીક મેચમાં લખનૌની લાજવાબ બેટિંગ; મુંબઈને જીતવા 214 રનનું લક્ષ્ય

MI vs LSG: ટોસ હારીને બેટિંગમાં ઉતરેલી લખનૌના પાવરપ્લે સુધીમાં 2 વિકેટે 49 રન

IPL 2024માં પોતાની સફર પૂરી થયા બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન પંતની ઈમોશનલ પોસ્ટ

IPL 2024: પ્લેઓફમાં કોણ રમશે; ધોની કે કોહલી ?

SRH vs GT: જો આજની મેચ કેન્સલ થશે તો ત્રીજી ટીમ પણ પ્લેઓફ માટે નક્કી થશે; આવું બનશે સમીકરણ

ભારતીય કેપ્ટન સુનીલ છેત્રીએ કરી સંન્યાસની જાહેરાત, આ દિવસે રમશે છેલ્લી મેચ