GT vs RR: રાજસ્થાને ગુજરાતને 8 વિકેટથી હરાવ્યું, વૈભવ સૂર્યવંશી-યશસ્વી જયસ્વાલની ધમાકેદાર ઈનિંગ
રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઈટન્સ સામે એકતરફી મેચ જીતી લીધી છે. વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલની ઈનિંગ્સે મેચ સંપૂર્ણપણે રાજસ્થાનના પક્ષમાં કરી દીધી. ગુજરાત કોઈપણ ક્ષણે મેચમાં વાપસી કરી શક્યું નહીં. આ મેચમાં ઘણા વર્ષો જૂના રેકોર્ડ તૂટ્યા. વૈભવ સૂર્યવંશીએ પોતાની સદીથી બધાના દિલ જીતી લીધા છે.
IPL 2025માં આજે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે જયપુરમાં મેચ રમાઇ હતી. આ મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે રાજસ્થાન રોયલ્સની ભવ્ય જીત થઇ હતી. ટોસ જીતીને રાજસ્થાન રોયલ્સે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે પછી બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની ટીમે 210 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. જો કે, વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલની તોફાની બેટિંગના સહારે રાજસ્થાને 15.5 ઓવરમાં જ ટાર્ગેટ ચેઝ કરીને ગુજરાત સામે સરળતાથી જીત મેળવી હતી.
વૈભવ સૂર્યવંશીએ IPLમાં 35 બોલમાં 7 ચોગ્ગા અને 11 છગ્ગાની મદદથી સદી ફટકારી. આ રીતે, સૂર્યવંશી IPLમાં સદી ફટકારનાર સૌથી ઝડપી ભારતીય બેટ્સમેન બન્યા. તેને યુસુફ પઠાણનો રેકોર્ડ તોડ્યો. પઠાણે IPLમાં 37 બોલમાં સદી ફટકારવાનું અદ્ભુત કામ કર્યું. વૈભવ સૂર્યવંશીની આ વિસ્ફોટક સદીની મદદથી રાજસ્થાનની ટીમે માત્ર 15.5 ઓવરમાં 200 થી વધુ રનના ટાર્ગેટને હાંસલ કરવાની મહાન સિદ્ધિ મેળવી. રાજસ્થાન રોયલ્સ ટીમ હવે IPLમાં 200+ રનનો લક્ષ્યાંક હાંસલ કરનારી સૌથી ઝડપી ટીમ બની ગઈ છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats
app.com/L1eF5HL2qu51EIqrPVyoHB