Gujarat by Election 2025: ગુજરાતમાં જામ્યો ચૂંટણીનો માહોલ! બપોરે 3 વાગ્યા સુધીમાં કડીમાં 46.33% અને વિસાવદરમાં 47.67% મતદાન નોંધાયું, મતદારોમાં ભારે ઉત્સાહ
ગુજરાતના કડી-વિસાવદર સહિત દેશના 4 રાજ્યોની 5 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ છે. મતદારો મતાધિકારનો ઉપયોગ કરીને પોત પોતાના સ્થાનિક ઉમેદવારોનું ભાવી નક્કી કરી રહ્યા છે. આ ચૂંટણીના પરિણામ 23 જૂને આવશે. મતદાનની શરૂઆત સવારના 7 વાગ્યાથી થઇ ગઇ છે. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન સવારે 7 થી 3 વાગ્યા સુધીમાં 47.67 ટકા મતદાન નોંધાયું છે.
વિસાવદર બેઠક પર સવારે 7 થી 3 વાગ્યા સુધીમાં 47.67 ટકા મતદાન
આજે વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ગયું છે. બંને વિધાનસભા બેઠકો પર મતદાનને લઇ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જૂનાગઢના વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદારો મતદાન કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિસાવદર બેઠક પર સવારે 7 થી 3 વાગ્યા સુધીમાં 47.67 ટકા મતદાન થયું છે. આ મતદાન પ્રક્રિયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં થઇ રહી છે.
મહેસાણાઃ કડી બેઠક પર 3 વાગ્યા સુધી 46.33 ટકા મતદાન
મહેસાણાની કડી બેઠક પર પેટાચૂંટણીનું મતદાન હાલ ચાલી રહ્યુ છે. કડી બેઠક પર બપોરના 3 વાગ્યા સુધી 46.33 ટકા મતદાન થયુ છે. કડી બેઠકનીકુલ 294 મતદાન મથકો પર મતદાન થઈ રહ્યું છે. ભાજપના રાજેન્દ્ર ચાવડા અને કોંગ્રેસના રમેશ ચાવડા વચ્ચે સીધી જ ટક્કર છે. આજે 8 ઉમેદવારનું ભાવિ EVMમાં કેદ થશે. 106 સંવેદનશીલ મથકો પર વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ છે. દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
કડી વિધાનસભામાં કુલ 2,89,927 મતદારો 294 મતદાન મથકો પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. 106 સંવેદનશીલ બુથ પર વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કડી તાલુકા અને શહેરના મતદાન મથકો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન 1900 કર્મચારીઓ ફરજ પર તૈનાત છે. સાંજે 6 વાગ્યે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઇને ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ થશે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats
app.com/L1eF5HL2qu51EIqrPVyoHB