લોડ થઈ રહ્યું છે...

Gujarat by Election 2025: વિસાવદર અને કડી પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ, ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ, જાણો કેટલા ટકા થયું મતદાન

image
X
ગુજરાતના કડી-વિસાવદર સહિત દેશના 4 રાજ્યોની 5 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ હતી. મતદારો મતાધિકારનો ઉપયોગ કરીને પોત પોતાના સ્થાનિક ઉમેદવારોનું ભાવી નક્કી કરી રહ્યા છે. આ ચૂંટણીના પરિણામ 23 જૂને આવશે. સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યે મતદાન પૂર્ણ થઇ ગયું છે. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન સવારે 7 થી 6 વાગ્યા સુધીમાં  56.89 ટકા મતદાન નોંધાયું છે. 

વિસાવદર પેટા ચૂંટણીમાં 56.89 ટકા મતદાન
વિસાવદર પેટા ચૂંટણીમાં સાંજના 6 વાગ્યે મતદાન પૂર્ણ થઇ ગયું છે. સાંજે 6 વાગ્યા સુધીમાં થયું 56.89 ટકા મતદાન થયું છે. કોઈ અનિચ્છનીય ઘટના કે ફરિયાદ વગર શાંતિપૂર્ણ મતદાન રીતે થયું છે. મતદાન પૂર્ણ થતા ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. EVM સીલ કરી જૂનાગઢ કૃષિ યુનિ. સ્થિત સ્ટ્રોંગ રૂમ ખાતે રખાશે. હવે 23મીએ મત ગણતરી કરાશે. આ મતદાન પ્રક્રિયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ ગયું છે.

કડી બેઠક પર અત્યાર સુધીમાં 58.1 ટકા મતદાન થયું 
ગુજરાતની ખાલી પડેલી કડી વિધાનસભા બેઠકનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. તમામ ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ થઈ ગયા છે.  કડી બેઠક પર  સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 58.1 ટકા મતદાન થયું છે..કડીની વિધાનસભા બેઠક પર કુલ 294 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જ્યાં સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલી હતી. શાંતિપૂર્ણ મતદાન માટે 1900 જેટલા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. જેમાં 106 સંવેદનશીલ બુથ પર વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ બેઠક પર અંદાજે 2 લાખ 89 હજાર જેટલા મતદારો નોઁધાયેલા છે. ત્યારે આ બેઠક પર 64 ટકા મતદાન નોંધાયું છે. ત્યારે આગામી 23 જૂનના મતગતરી સાથે જ બંને બેઠકોનું પરિણામ જાહેર થશે.

કડી વિધાનસભામાં કુલ 2,89,927 મતદારો 294 મતદાન મથકો પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 106 સંવેદનશીલ બુથ પર વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કડી તાલુકા અને શહેરના મતદાન મથકો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન 1900 કર્મચારીઓ ફરજ પર તૈનાત છે. સાંજે 6 વાગ્યે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઇને ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ કરવામાં આવ્યા છે. હવે 23 જૂનના રોજ  મત ગણતરી હાથ ધરવામાં આવશે.

Recent Posts

લંડનમાં અમદાવાદ જેવી પ્લેન દુર્ઘટના, ટેક ઓફ સમયે લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડ સહિતની ઈમરજન્સી ટીમ ઘટનાસ્થળે

અરવલ્લીના મોડાસામાં tv13 ગુજરાતીનો મહાસન્માન પુરસ્કાર સમારોહ, ખેડૂતો, શ્રેષ્ઠીઓ અને ઉદ્યોગપતિઓનું વિશેષ સન્માન

Mehsana: મિત્રના ત્યાં ITની રેડ પડી છે, પૈસા છોડાવવા હોય તો... રૂપિયા 21 લાખ પડાવનારો નકલી IAS અધિકારી ઝડપાયો

સુરત: જૂગારધામ પર દરોડા મામલે કાર્યવાહી, તરસાડી નગરના 3 ભાજપના હોદ્દેદારોને કર્યા સસ્પેન્ડ

EDની અમદાવાદ ઝોનલ ઓફિસની કાર્યવાહી, રૂપિયા 6.80 કરોડની કિંમતની સ્થાવર મિલકત કરાઇ જપ્ત, જાણો સમગ્ર મામલો

ગુજરાતમાં અત્યાર સુધીમાં 117 તાલુકામા મેઘો મૂશળધાર, સૌથી વધુ બનાસકાંઠાનાં દાંતામાં 3.19 ઈંચ વરસાદ ખાબક્યો

CM મોહન યાદવનું દુબઈમાં ઉષ્માભર્યું સ્વાગત, રોકાણકારો સાથે કરશે વાત

સુરેન્દ્રનગરના વઢવાણમાં ઢોર ચરાવવા બાબતે 6 શખ્સોએ આધેડ પર કર્યો હુમલો, સારવાર દરમિયાન મોત

દિલ્હી-NCRમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, આ રાજ્યોમાં આગામી 4 દિવસ વધુ ભારે, IMD આપી ચેતવણી

કે કવિતા પર ટિપ્પણીને લઈને તેલંગાણામાં અંધાધૂંધી, કોંગ્રેસના પૂર્વ નેતાના કાર્યાલયમાં તોડફોડ અને ગોળીબાર