લોડ થઈ રહ્યું છે...

ગુજરાત કોંગ્રેસની ચૂંટણી પંચમાં ફરિયાદ: કડી, થોળ અને વિસાવદરમાં આચારસંહિતા ઉલ્લંઘનના કર્યા આક્ષેપ

image
X
અભિષેકસિંહ વાઘેલા, અમદાવાદ
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પેટા ચૂંટણી દરમિયાન આચાર સંહિતાના ઉલ્લંઘનના મામલે ભાજપ સામે કેન્દ્રીય ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ભાજપના ઉમેદવારો અને આગેવાનો દ્વારા કડી વિધાનસભા વિસ્તારમાં મતદાતાઓને લોભાવવા માટે ભોજન સમારંભોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ખાસ કરીને થોળ સહિતના ગામોમાં ભાજપના ઉમેદવારને મત આપવા આવતા મતદાતાઓ માટે ભોજન સમારંભો ગોઠવાયા હોવાનો આક્ષેપ છે. આ ઉપરાંત વિસાવદરમાં ભાજપના ઉમેદવાર દ્વારા કમળના ચિન્હ સાથે મતદાન મથકમાં જવાની ઘટના સામે પણ કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે અને આ અંગે ફરિયાદ કરવાની જાહેરાત કરી છે.

કોંગ્રેસે વધુમાં આક્ષેપ કર્યો છે કે ભાજપના આગેવાનોને વિધાનસભા વિસ્તારમાં રહેવાની છૂટ આપવામાં આવી, જ્યારે કોંગ્રેસના આગેવાનોને વિસ્તારમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા. આ બાબતે પણ કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી છે અને ચૂંટણી પંચને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.

મનીષ દોશીએ જણાવ્યું કે, “ભાજપ દ્વારા આચાર સંહિતાનો ભંગ કરીને ચૂંટણી પ્રક્રિયાને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમે આ મામલે કેન્દ્રીય ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે અને આશા રાખીએ છીએ કે યોગ્ય કાર્યવાહી થશે.” આ ફરિયાદને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે, અને ચૂંટણી પંચના આગામી નિર્ણય પર સૌની નજર રહેશે.

Recent Posts

લંડનમાં અમદાવાદ જેવી પ્લેન દુર્ઘટના, ટેક ઓફ સમયે લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડ સહિતની ઈમરજન્સી ટીમ ઘટનાસ્થળે

અરવલ્લીના મોડાસામાં tv13 ગુજરાતીનો મહાસન્માન પુરસ્કાર સમારોહ, ખેડૂતો, શ્રેષ્ઠીઓ અને ઉદ્યોગપતિઓનું વિશેષ સન્માન

Mehsana: મિત્રના ત્યાં ITની રેડ પડી છે, પૈસા છોડાવવા હોય તો... રૂપિયા 21 લાખ પડાવનારો નકલી IAS અધિકારી ઝડપાયો

સુરત: જૂગારધામ પર દરોડા મામલે કાર્યવાહી, તરસાડી નગરના 3 ભાજપના હોદ્દેદારોને કર્યા સસ્પેન્ડ

EDની અમદાવાદ ઝોનલ ઓફિસની કાર્યવાહી, રૂપિયા 6.80 કરોડની કિંમતની સ્થાવર મિલકત કરાઇ જપ્ત, જાણો સમગ્ર મામલો

ગુજરાતમાં અત્યાર સુધીમાં 117 તાલુકામા મેઘો મૂશળધાર, સૌથી વધુ બનાસકાંઠાનાં દાંતામાં 3.19 ઈંચ વરસાદ ખાબક્યો

CM મોહન યાદવનું દુબઈમાં ઉષ્માભર્યું સ્વાગત, રોકાણકારો સાથે કરશે વાત

સુરેન્દ્રનગરના વઢવાણમાં ઢોર ચરાવવા બાબતે 6 શખ્સોએ આધેડ પર કર્યો હુમલો, સારવાર દરમિયાન મોત

દિલ્હી-NCRમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, આ રાજ્યોમાં આગામી 4 દિવસ વધુ ભારે, IMD આપી ચેતવણી

કે કવિતા પર ટિપ્પણીને લઈને તેલંગાણામાં અંધાધૂંધી, કોંગ્રેસના પૂર્વ નેતાના કાર્યાલયમાં તોડફોડ અને ગોળીબાર