Gujarat Foundation Day: જાણો કેવી હતી પહેલી વિધાનસભાની ચૂંટણી, ઇતિહાસ પર એક નજર

ગુજરાત અલગ રાજ્ય બન્યું તેને થોડા જ મહિના થયા હતા. 18 ઓગસ્ટ 1960 ના ગુજરાતની પ્રથમ વિધાનસભા અમદાવાદ નવી સિવિલ હોસ્પિટલમાં મળી. બધા ધારાસભ્યો મુંબઈ વિધાનસભામાંથી વિભાજીત થઈ ગુજરાતના પ્રથમ ધારાસભ્યો થયા હતા તેનો ઉત્સાહ પણ હતો. પહેલી વિધાનસભાના પ્રથમ સ્પીકર કલ્યાણજી મહેતા હતા .

image
X
આજે ગુજરાતનો 64 મો સ્થાપના દિવસ છે. ત્યારે ગુજરાતનો સત્તા સંઘર્ષ ખૂબ અલગ રહ્યો હતો. ગુજરાત રાજ્યની સ્થાપના બાદ અમદાવાદ ગુજરાતનું પાટનગર બન્યું હતું. આપણા રાજ્યના પ્રથમ ગવર્નર મહેંદી નવાઝ જંગ હતા. તે સમયે રાજ્યમાં કુલ 17 જિલ્લા હતા અને હાલમાં કુલ 33 જિલ્લાઓ થઈ ચૂક્યા છે.  વર્ષ 1960માં ગુજરાતની સ્થાપના થઈ હતી. અને બે વર્ષમાં રાજ્યમાં પહેલી વિધાનસભા ચૂંટણી થઈ તો વિધાનસભમાં કોંગ્રેસને 113 બેઠક પર જીત મળી. સ્વતંત્રતા પાર્ટીને 26 અને પ્રજા સોશલિસ્ટ પાર્ટીને 7 અને નૂતન મહાગુજરાત પરિષદને ફક્ત 1 સીટ મળી.  ગુજરાત રાજ્યના નિર્માતા ઈંદુલાલ યાજ્ઞિકની પાર્ટી જનતા પરિષદને જોઈતી સફળતા મળી નહીં. 

જાણો કોણ હતા પ્રથમ સ્પીકર 
ગુજરાત અલગ રાજ્ય બન્યું તેને થોડા જ મહિના થયા હતા. 18 ઓગસ્ટ 1960 ના ગુજરાતની પ્રથમ વિધાનસભા અમદાવાદ નવી સિવિલ હોસ્પિટલમાં મળી. બધા ધારાસભ્યો મુંબઈ વિધાનસભામાંથી વિભાજીત થઈ ગુજરાતના પ્રથમ ધારાસભ્યો થયા હતા તેનો ઉત્સાહ પણ હતો. પહેલી વિધાનસભાના પ્રથમ સ્પીકર કલ્યાણજી મહેતા હતા.  વિરોધ પક્ષના નેતા ખેડાના કપડવંજના નગીનદાસ ગાંધી ચૂંટાયા. જ્યારે રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા હતા. 
પ્રથમ ચૂંટણી પર નજર 
વર્ષ 1962માં ગુજરાત વિધાનસભાની પ્રથમ વખત ચૂંટણી યોજાઇ હતી.આ ચૂંટણીમાં ગુજરાત વિધાનસભાની કુલ 154 બેઠક હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો હતો.
ચૂંટણીના પરિણામ
કોંગ્રેસ- 113
સ્વતંત્ર પક્ષ- 26
પ્રજા સોસિયલ પાર્ટી- 7
નૂતન મહાગુજરાત જનતા પરિષદ- 1

Recent Posts

Loksabha Election 2024: ચૂંટણી પંચે અત્યાર સુધીમાં 8889 કરોડ રૂપિયાની વસ્તુઓ અને રોકડ કર્યા જપ્ત

Loksabha Election 2024: INDIA Alliance દેશને બરબાદ કરી રહ્યું છે: વડાપ્રધાન મોદી

RCB vs CSK: ટોસ હારીને બેંગલોર બેટિંગમાં; વરસાદના વિઘ્નથી મેચ રોકાઈ

Loksabha Election 2024: પાંચમા તબક્કા માટે ચૂંટણી પ્રચારના પડઘમ થયા શાંત, 20 મેના રોજ 49 લોકસભા બેઠકો પર થશે મતદાન

Exclusive | Debate | ચર્ચા છડે ચોક - મદરેસાનો સર્વે શા માટે? | LIVE | tv13 Gujarati

ત્રીજી વાર મોદી સરકાર બની તો આ શેર કરી દેશે માલામાલ; મળી શકે છે મજબૂત વળતર

સિંગાપોરમાં વધ્યું કોરોનાનું સંક્રમણ, સરકાર આવી એક્શન મોડમાં

હંસલ મહેતાની સ્કેમ 2010 સીરિઝને લઈ સહારા કરી શકે છે કાનૂની કાર્યવાહી, જાણો શું છે મામલો

બિભવ કુમારની ધરપકડ પર પહેલીવાર કેજરીવાલનું નિવેદન આવ્યું સામે, કાલે જશે BJP હેડક્વાટર

બિભવ કુમારને કોઈ રાહત નહીં, તીસ હજારી કોર્ટે ફગાવી આગોતરા જામીન અરજી