ગુજરાત રાજ્ય કર વસૂલાતમાં અગ્રેસર...ઓક્ટોબર-2025માં 7,127 કરોડની જંગી આવક, ગત વર્ષની સરખામણીએ 16%નો વધારો
ગુજરાત રાજ્યે ઓક્ટોબર-2025માં કર વસૂલાત ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું છે. રાજ્ય કર વિભાગને જીએસટી (GST), વેટ (VAT), વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા હેઠળ કુલ રૂ.10,703 કરોડની આવક થઈ છે. જે રાજ્યની મજબૂત આર્થિક પ્રવૃત્તિનો સંકેત આપે છે. ઓક્ટોબર-2025માં રાજ્યને જીએસટી હેઠળ રૂ. 7,127 કરોડની આવક થઈ છે. આ આવક ઓક્ટોબર-2024માં થયેલ રૂ.6,140 કરોડની આવક કરતાં 16.07% વધુ છે.
ગત વર્ષની સરખામણીમાં 16.07% નો વધારો
ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર-2025માં રાષ્ટ્રીય કક્ષાએ જીએસટી આવકનો ગ્રોથ 4.6% રહ્યો છે. જેની સરખામણીમાં ગુજરાતનો 16.07% નો ગ્રોથ ઘણો સારો છે. તેમજ અન્ય વેરા આવકની વાત કરીએ તો વેટ (VAT) હેઠળ રૂ.2,534 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ રૂ.1,016 કરોડ, વ્યવસાય વેરા હેઠળ રૂ.26 કરોડની આવક નોંધાઈ છે. આમ, તમામ મુખ્ય રાજ્ય કર (જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા) થકી રાજ્ય કર વિભાગને કુલ રૂ. 10,703 કરોડની આવક થઈ છે.
મોબાઇલ સ્ક્વૉડ દ્વારા અન્વેષણ કામગીરીમાં વધારો
કરચોરી પર અંકુશ મેળવવા માટે મોબાઇલ સ્ક્વૉડ દ્વારા હાથ ધરાયેલી અન્વેષણની કામગીરીમાં પણ સફળતા મળી છે. ઓક્ટોબર-2025માં આ કામગીરી થકી રૂ.30.70 કરોડની આવક થઈ છે. ઓક્ટોબર-2024માં થયેલ રૂ.24.58 કરોડની આવક સામે આ વર્ષે 25%નો વધારો નોંધાયો છે. રાજ્ય સરકારના કર વિભાગ દ્વારા કર અનુપાલન (Tax Compliance) વધારવા માટે લેવામાં આવેલા પગલાંના કારણે આ મજબૂત વૃદ્ધિ જોવા મળી રહી છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.cm/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujaorati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats