એક સપ્તાહમાં મળી શકે ગુજરાતને નવા પ્રદેશ ભાજપ અધ્યક્ષ
સોનલ અનડકટ, ગાંધીનગર
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષનું ગુંચવાયેલુ કોકડું બહુ ઝડપથી ઉકેલાઈ જાય તેમ લાગી રહ્યું છે. આગામી એક સપ્તાહની અંદર ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળે તે દિશામાં ક્વાયત તેજ થઈ રહી હોવાનું જાણવા મળી રહ્યુ છે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષપદે સી. આર. પાટીલના અનુગામી તરીકે કોણ એ સવાલ લાંબા સમયથી ચર્ચાઈ રહ્યો છે અને ખુદ સી. આર. પાટીલ પણ બદલાવનો સંકેત આપી ચુક્યા છે પણ નવા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત સતત વિલંબમાં પડી રહી છે. ભાજપમાં સંગઠવ પર્વ પૂર્ણ થયા બાદ પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરાશે તેવી ગણતરી હતી પરંતુ બાદમાં ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ માહોલ બનતા બધી બાબતો હાંસિયામાં ધકેલાઈ ગઈ. જોકે હવે બંને દેશો વચ્ચે માહોલ શાંતિપૂર્ણ થતાં વધુ એક વખત પ્રદેશ ભાજપ અધ્યક્ષની નિમણુક અને મંત્રી મંડળ વિસ્તરણની વાતોએ જોર પક્ડયુ છે.
આગામી સપ્તાહમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ અધ્યક્ષ
એક અનુમાન મુજબ આગામી સપ્તાહમાં નવા પ્રદેશ અધ્યક્ષ ગુજરાતને મળી શકે છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે નવા પ્રદેશ અધ્યક્ષની પસંદગીની ક્વાયાત તેજ બની છે. જે અંતર્ગત ચૂંટણી અધિકારી ભુપેન્દ્ર યાદવ ગણતરીના દિવસોમાં ગુજરાત આવે તેવી સંભાવના છે. ભુપેન્દ્ર યાદવ ગુજરાતમાં નવા પ્રદેશ અઘ્યક્ષની પસંદગી પૂર્ણ કરે ત્યારબાદ નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ તેની નવી ટીમ જાહેર કરશે.
કોના નામની થઈ રહી છે ચર્ચાઓ?
પ્રદેશ અધ્યક્ષ અને નવું સંગઠન માળખુ જાહેર થયા બાદ રાજ્ય સરકારમાં મંત્રી મંડળ વિસ્તરણ અંગે પણ ક્વાયત હાથ ધરાય તેમ લાગી રહ્યુ છે. હાલ બની રહેલા સંજોગો જોતા ગુજરાતને એક સપ્તાહમાં નવા પ્રદેશ અધ્યક્ષ મળી જાય તેમ લાગી રહ્યુ છે. નવા પ્રદેશ અધ્યક્ષ પદે પાટીલના અનુગામી કોણ એ પ્રશ્નના જવાબમાં અનેક નામ ચર્ચામાં ચાલી રહ્યા છે. જેમાં સહકારમંત્રી જગદીશ પંચાલ, સાંસદ મયંક નાયક સહિતના નેતાઓના નામનો સમાવેશ થાય છે.
શું નવા પ્રદેશ અધ્યક્ષ મહિલા હશે?
એક અંદાજ પ્રમાણે ભાજપ ગુજરાતમાં મહિલા પ્રદેશ અધ્યક્ષનો પ્રયોગ પણ કરી શકે. જોકે આ તમામ માત્ર અટકળો છે. જ્યારે મોદી-શાહની જુગલ જોડી જ્યારે પણ કોઈ પણ પદ પરના નામ જાહેર કરે છે ત્યારે હંમેશા તે નામ સરપ્રાઈઝ તરીકે જ સામે આવ્યું છે અને આ વખતે પણ પ્રદેશ ભાજપ અધ્યક્ષપદે કોઈ નવું જ નામ જાહેર થાય તેવી સંભાવનાઓ નકારી શકાતી નથી.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats